________________
શતક-૧૬ : ઉદ્દેશક-પ્
૨૯૫
ગંગદત્ત દેવપણે ઉત્પન્ન થયા. ત્યાર પછી તત્કાલ ઉત્પન્ન થયેલા તે ગંગદત્ત દેવ પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત બન્યા. યથા– આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ અને ભાષા-મન પર્યાપ્તિ. હે ગૌતમ ! તે ગંગદત્ત દેવને તે દિવ્ય દેવર્દ્રિ આ પમાણે પ્રાપ્ત થઈ છે.
ગંગદત્ત દેવની સ્થિતિ અને ભાવિઃ
१३ गंगदत्तस्स णं भंते ! देवस्स केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! सत्तरस सागरोवमाइं ठिई पण्णत्ता ।
ભાવાર્થ:- પ્રશ્ન– હે ભગવન્ ! તે ગંગદત્ત દેવની સ્થિતિ કેટલા કાલની છે ? ઉત્તર– હે ગૌતમ ! તેની સ્થિતિ ૧૭ સાગરોપમની છે.
१४ गंगणं भंते! देवे ताओ देवलोगाओ आउक्खएणं जाव कहिं गच्छिहिइ, कहिं उववज्जिहिइ ?
गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ जाव अंतं काहिइ ॥ सेवं भंते ! सेवं મતે !!
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે ગંગદત્ત દેવ, ત્યાંનુ આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય કરીને ક્યાં
જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
ઉત્તર– હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
॥ શતક ૧૬/૫ સંપૂર્ણ