________________
(T
E
અહિંસાને મહત્વપૂર્ણ માને છે. પદાર્થ સચેત હોય કે અચેત હોય તેથી શું? અચેત કે સચેત હિંસાનું નિમિત્ત બને તો ત્યાજ્ય છે. છતાં પણ અહીં અગ્નિકાયની ચર્ચામાં વાયુકાયનો ઉલ્લેખ કરીને સ્વયં શાસ્ત્રકારે “વાયુકાય વિના અગ્નિ ઉભવી શકતી નથી.” એવો સચોટ નિર્ણય આપ્યો છે અર્થાત્ “વાયુ વિના અગ્નિનું જીવન સંભવ નથી.” અહીં તો અમે ઉલ્લેખ માત્ર જ કર્યો છે. વર્તમાન વિવાદમાં આ પ્રશ્નને જોડવાથી ખાસ અંતર પડશે નહિ. વિવાદ તો ત્યારે જ શાંત થાય કે અહિંસાને મહત્ત્વ આપી શકાય. અસ્તુ...
આગળ ચાલીને શાસ્ત્રકાર સ્વયં હિંસાના પ્રયોગ વખતે ‘હિંસા કરનાર વ્યક્તિ સિવાય બીજા કયા-કયા જીવો પાંચે ક્રિયાના અધિકારી બને છે.” તેનો અત્યંત અદભૂત અને સૂક્ષ્મ ઉલ્લેખ કરીને જૈન તત્ત્વજ્ઞાનની ત્રિકાળ સ્પર્શી હિંસક ભાવનાઓનો ઘટસ્ફોટ કરી, એક આશ્ચર્યજનક સત્ય પ્રગટ કર્યું છે. આપણે તેના ઉપર થોડું સૂક્ષ્મ વિવેચન કરશું. બાકી મનની અંદર રમણ કરતા અનેક અનેક કથ્ય ભાવોને આ ટૂંકા “આમુખ”માં કહી શકાય નહીં.
સાધારણપણે માણસો એમ માને છે કે- જીવના વર્તમાન કાળ જેવા જેવા પરિણામ હોય, તે પ્રમાણે ક્રિયા કે કર્મબંધ થાય છે. આ માન્યતાને અનુસરી ‘પરિણામે બંધ, પરિણામે મુક્તિ” એવું સૂત્ર વિકાસ પામ્યું છે. આ સિદ્ધાંત પ્રમાણે જીવનો વર્તમાન કાળ જ કાર્યકારી બને છે. લગભગ જીવના વર્તમાન પરિણામોને જ આશ્રવના કારણ માનવામાં આવે છે પરંતુ જૈન શાસ્ત્રોના અધ્યયન પછી એ સત્ય સમજાય છે કેભૂતકાળના જે કાંઈ નિમિત્તો, નિષ્પત્તિ કે ઉદય નિષ્પન્ન ભાવો, દ્રવ્ય પદાર્થો અથવા દ્રવ્ય શરીરના જે કાંઈ પુદ્ગલ પિંડોને જીવે છોડી દીધા છે તે અથવા તે છોડેલા પુદ્ગલ પિંડોમાંથી આવિષ્કાર પામેલા બીજા સ્થલ દ્રવ્યો; આ બધા જ નિમિત્તો, લાખો-હજારો વર્ષ પછી પણ, જીવ ગમે તે પરિસ્થિતિમાં હોય, તેને માટે કર્મબંધનું કારણ બને છે.
જૈન દર્શનની આ અતિગૂઢ અને સૂક્ષ્મ સૈદ્ધાત્તિક ચર્ચા છે, એટલે જ ભગવંત દેવાધિદેવ શ્રી ભગવતી સૂત્રના આ શતકમાં પ્રશ્ન પૂછીને ઉત્તર આપે છે કે– હે ગૌતમ! પાપ કરનારો પુરુષ જે કાંઈ સાધનો વાપરે છે અથવા તેમાં જે સાધન વપરાય છે, તે સાધનો એકેન્દ્રિય આદિથી લઈને સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના કોઈ પણ જીવના પ્રયાસથી કે તેના દેહાદિથી કે કોઈ પણ યોગથી તે સાધનો નિર્માણ પામ્યા હોય તો તે તે જીવોને પણ પાંચે ક્રિયાઓનો અનુબંધ થાય છે. શાસ્ત્રમાં આ પ્રમાણે ઉલ્લેખ છે કે– નેજિં જ છે जीवाणं सरीरेहितो अयो निव्वत्तिए, संडासए निव्वत्तिए, चम्मेढे निव्वत्तिए, मुट्ठिए निव्वत्तिए, अधिकरणी निव्वत्तिया, अधिकरणी खोडी निव्वत्तिया,
#
G 30