________________
**
उदगदोणी निव्वत्तिया, अधिकरणसाला निव्वत्तिया, ते वि णं जीवा જાડ્યાદ્ નાવ પંચદ્દેિ જિરિયાતૢિ પુઠ્ઠા । અર્થ :– વળી જે જીવોના શરીરથી લોઢું બન્યું છે, સાણસો બન્યો છે, ચર્મેષ્ટક– ઘણ બન્યો છે, નાનો હથોડો બન્યો છે, એરણ બની છે, એરણ ખોડવાનું લાકડુ બન્યું છે, ગરમ લોઢાને ઠારવાની પાણીની દ્રોણી-કુંડી બની છે અને અધિકરણશાલા– લુહારની કોડ બની છે, તે જીવોને પણ કાયિકી યાવત્ પાંચ ક્રિયાઓ લાગે છે.
આ પેરેગ્રાફથી એ સ્પષ્ટ થાય છે કે– જૈન દર્શનનો કર્મબંધનો અનુબંધ એકદેશીય નથી, સાર્વભૌમ છે. ફક્ત વર્તમાનકાલીન નથી, ત્રૈકાલિક છે. ભૂતકાળના પરિણામો, વર્તમાનકાળના પરિણામો અને ભવિષ્યમાં કાંઈ કરી રાખવાના આરંભ સમારંભના ભાવો એ બધા નિરંતર પાપક્રિયાના કારણ બન્યા કરે છે.
સાથે-સાથે મહત્ત્વપૂર્ણ સિદ્ધાન્ત એ નીકળી આવ્યો કે– ફક્ત એક વ્યક્તિ જ પાપનું કારણ બને છે તેવું નથી, પરંતુ તેમાં સહયોગી બનનારા, સાધનો પૂરા પાડનારા અને જે જીવોના કારણે સાધનો નિષ્પન્ન થયા છે તે બધા જીવો આ ક્રિયાઓમાં જોડાયેલા છે. ભલે, તેનો અનુપાત વત્તે-ઓછે અંશે હોય ! પરંતુ પાપ કરનાર સિવાયના બીજા જીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમાં જોડાયેલા હોય તો તેઓ તે જવાબદારીમાંથી મુક્ત રહી શકતા નથી.
આપણે અહીં એક ઉદાહરણ લઈએ કોઈ એક માણસે વીસ વરસની નાની ઉંમરે કોઈની હત્યા કરી અને હત્યા કરવા માટે કોઈ બીજી વ્યક્તિએ તેમને તલવાર ઇત્યાદિ સાધન પુરા પાડયા. એ પાપ કર્યા પછી તે સરકારની નજરમાંથી છટકી ગયો. પરંતુ અજ્ઞાત વ્યક્તિના નામે તેના ઉપર કેસ ચાલુ છે. તે વ્યક્તિ ૬૦ વરસનો થયો, મોટો માનધાતા થયો, ઉદ્યોગપતિ થયો, ચારે તરફ કીર્તિ ફેલાવી, પેલું હત્યાનું પાપ ઢંકાયેલું રહ્યું પરંતુ ચાલીસ વરસ પછી શોધને અંતે આ માણસ પકડાયો, અત્યારે વર્તમાન- કાળે ઘણા સારા પરિણામ ધરાવે છે પરંતુ ભૂતકાળના કર્મને આધારે તે દંડિત થઈ શકે છે, તેને આજીવનની સજા પણ થઈ શકે છે.
અહીં જેમ માણસ પોતે ગુનેગાર છે તેમ તલવાર આદિ હથિયાર આપનાર વ્યક્તિ પણ ગુનાની સજાથી બચી શકતો નથી; આપણે આ ઘણું સ્થૂલ દષ્ટાંત આપ્યું છે. જ્યારે જૈન દર્શન અતિ સૂક્ષ્મ વિચાર કરી, જન્મ જન્માન્તરોમાં જીવે જે શરીરો છોડયા છે કે આરંભ સમારંભના સાધનો ઊભા કર્યા છે; તે બધા સાધનોના આધારે અને ભૂતકાળના કર્મોને આધારે, વર્તમાનકાળમાં પણ તેમને ક્રિયા લાગતી રહે છે.
અહીં એ સ્પષ્ટ થયું કે વ્યક્તિવાદ કે વર્તમનકાળ પૂરતું જીવનું જે કાંઈ
AB
31