________________
અથવા સંઘનો નાશ ઈચ્છતા કોઈ શક્તિશાળી પ્રતિગામી વ્યક્તિને કેમ ઠંડો પાડવો, અને તેની શક્તિ ખારીજ થયા પછી તેના ઉપર વળતું આક્રમણ ક્યારે કરવું, આવા અનેક પ્રશ્નોનું “હુબહુ” ચિત્ર ગોશાલકની કથામાં છે.
ગોશાલક જ્યારે પુરજોશમાં ચડી આવ્યો ત્યારે સોળ દેશોને એક સાથે બાળીને ભસ્મ કરે, તેવી સંહારક શક્તિ તેમની પાસે હતી પરંતુ તે વખતે ભગવાને સમસ્ત સંઘને શાંત રહેવા માટે આજ્ઞા આપી અને તેના વિશે કે તેના મત વિશે કશું પણ ન બોલવા માટે ફરમાન કર્યું.
ગોશાળાએ છેવટે એક વ્યક્તિને લક્ષ રાખી પ્રહાર કર્યો, એક મુનિ ભસ્મ થઈ ગયા અને તેની શક્તિ ચાર આના ઓછી થઈ ગઈ. બીજા મુનિ ઉપર પ્રહાર કર્યો. તે મુનિને ખમત ખામણા કરવાનો અને પ્રત્યાખ્યાન કરવાનો અવકાશ રહ્યો અને ત્યાર પછી તે મુનિ પણ દેવગતિ પામ્યા. ત્યારબાદ ભગવાને સ્વયં પોતાના ઉપર પ્રહાર થવા દેવા માટે અવકાશ આપ્યો. તેઓ અરિહંત હોવાથી આ શક્તિ અરિહંતનું કશું બગાડી શકે તેમ ન હતી. ગોશાળાએ ભગવાન ઉપર પ્રહાર કર્યો અને બાકીની તેની બધી શક્તિ નામ શેષ થઈ ગઈ અને તેનાથી વિપરીત તે જ અવશેષ શક્તિ તેને જ બાળવા માટે તૈયાર થઈ.
આ વખતે ભગવાને ફરમાવ્યું કે હવે ગોશાળો શક્તિહીન, રાખના ઢગલા જેવો થઈ ગયો છે. માટે તે સંતો ! હવે વિધિવત્ અહિંસક ભાવે તેમના મત ઉપર અને મતવાદીઓ ઉપર તમે જ્ઞાનાત્મક આક્રમણ કરો.
ખરેખર તેમ જ થયું. આજીવક મતને માનનારા ઘણા ઉપાસકોએ ગોશાલકને નિત્તર થતાં જોયો અને તે ત્યાંથી છૂટીને પ્રભુના શરણે આવ્યા, સમ્યગ્દષ્ટિ બની ગયા.
આખુ કથાનક ઘણું જ રસમય છે. સાથે સાથે પ્રભુની ઉદારતાના અને ગુણગ્રાહિતાના ડગલે-પગલે દર્શન થાય છે. આખો શ્રમણસંઘ કેવી વિકટ સ્થિતિમાંથી પાર થયો, તેનું જ્વલંત ઉદાહરણ ૧૫મા શતકમાં છે.
આ જ રીતે આગળના શતકમાં અગ્નિકાય વિશે ચર્ચા કરતા વાયુકાયનો કેવો આઘાત-પ્રત્યાઘાત થાય છે તેનો ઉલ્લેખ કર્યો છે. આજે જૈન સાધુઓએ ઈલેકટ્રીક સીટી અગ્નિકાય છે કે નહીં? તે પ્રશ્નને ભંભેરીને સમાજમાં મોટો, ખોટો વિવાદ ઊભો કર્યો છે.
વસ્તુતઃ ઈલેકટ્રીક સીટી બાબત નિર્ણય આપવાનો સામાન્ય બુદ્ધિવાળા જીવોને અધિકાર નથી. ઘણો કેવળી ગમ્ય પ્રશ્ન છે. સાચુ પૂછો તો ઈલેકટ્રીક સીટી કે એવા બીજા કોઈ તત્ત્વો “અગ્નિ છે કે નહિ?” એ વાત એટલી મહત્ત્વપૂર્ણ નથી. જૈન આચાર તો
(
29