________________
\ઉલ્લેખ કરશું. આ ચતુર્થ ભાગમાં ૧૩, ૧૪, ૧૫, ૧૬ ઇત્યાદિ ૨૩ સુધીના શતકોને આવરી લેવામાં આવ્યા છે. તે શતકને અમોએ દષ્ટિગત રાખ્યા છે. “વિવાહ પ્રજ્ઞપ્તિ”ના લગભગ ઘણા શતકમાં “પરમાણુવાદ”ની સૂક્ષ્મ પ્રભાનો પ્રતિબોધ થાય છે.
હવે આપણે અહીં જૈન તત્ત્વજ્ઞાનના “પરમાણુવાદ” પર દષ્ટિપાત કરીએ ૧૪મા શતકમાં ગૌતમ સ્વામી પૂછે છે કે... હે પ્રભુ! ઉન્માદ કોને કહેવાય? અને તે કેટલા પ્રકારનો છે? ઉન્માદની ચર્ચા કરતા શાસ્ત્રકાર ફરમાવે છે કે– આ ઉન્માદ કર્મના ઉદયવાળો હોય છે અને દેવકૃત પણ હોય છે. દેવકૃત ઉન્માદના બે પ્રકાર બતાવી એક ઘણો જ મહત્ત્વપૂર્ણ ખુલાસો ભગવંતે પ્રકાશ્યો છે. આ પ્રકરણમાં કહેવામાં આવ્યું છે કે- કોઈ દેવ અશુભ પુદ્ગલો અર્થાત્ સૂક્ષ્મ પરમાણુનો પિંડ કોઈ વ્યક્તિ ઉપર ફેંકે અથવા તે પરમાણુના સૂક્ષ્મ પિંડોથી કોઈને પ્રભાવિત કરે ત્યારે તે વ્યક્તિમાં ઉન્માદ થાય છે અર્થાત્ વિકારી વિલાસ થાય છે. આ જ રીતે શુભ સૂક્ષ્મ પરમાણુનો જથ્થો કોઈ વ્યક્તિને પ્રભાવિત કરે તો તે દેવાધિષ્ઠિત જેવી ચેષ્ટા કરી શકે છે. આથી સ્પષ્ટ થયું કે જે વ્યક્તિઓ આવા પ્રભાવવાળા જોવામાં આવે છે, તેમાં ભૂત, પ્રેત કે દેવતા નિશ્ચિતરૂપે હોય જ છે, તેવું નથી પરંતુ તે બહુધા દેવ દ્વારા પ્રક્ષિપ્ત સૂક્ષ્મ પરમાણુઓના પ્રભાવની ગતિ વિધિ હોય છે.
અત્યારે સાધારણ સમાજમાં કોઈને વળગાડ થાય, ભૂતપ્રેતનો પ્રભાવ થાય અથવા કોઈ દેવ શરીરમાં અધિષ્ઠિત થાય ત્યારે તે વ્યક્તિ પોતાનું સ્વરૂપ ભૂલીને દેવ તરીકે વાત કરે છે અથવા ભૂતથી પ્રભાવિત હોય તેવી ચેષ્ટા કરે છે.
અમે આ એક નાનું દષ્ટાંત આપ્યું છે. આગળના બધા શતકમાં આવા હજારો દષ્ટાંતો ફેલાયેલા છે. તે ભિન્ન-ભિન્ન પ્રકારે હજારો વ્યક્તિગત કે સામાજીક પ્રશ્નોની ગ્રંથીઓને સુલઝાવે છે.
સ્વયં સંપાદક મંડળ આ બધા પ્રશ્નોનું સામાન્ય ભાષાન્તર કરશે, પરંતુ તેના મર્મભાવોને પ્રકાશિત કરવા માટે એક સંપૂર્ણ વિશાળ ભાષ્ય તૈયાર કરવું પડે તેમ છે. અહીં તો અમે “આમુખ” રૂપે બે-ચાર વાતોનો ઉલ્લેખ કર્યો છે.
પંદરમા શતકમાં ગોશાળાની જીવન કથાને આધારે સાક્ષાત દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીએ પોતાનો સ્વયં ઉલ્લેખ કરીને, પોતાને જ કથાનું મુખ્ય પાત્ર બનાવી, જે રીતે સંવાદ પ્રકાશિત કર્યો છે, તે એક અણમોલ ઐતિહાસિક સત્ય છે. આ આખુ કથાનક ધર્મની સાથે-સાથે કેટલીક નીતિ કહો કે રાજનીતિ કહો, તે પ્રશ્નોને પણ ઉજાગર કરે છે.
કટોકટીના સમયે કેમ વર્તવું, સંઘની કેમ રક્ષા કરવી, પ્રતિવાદી અથવા વિદ્વેષી
'..
C 28 )
...