________________
૨૮૨
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૬ઃ ઉદ્દેશક-૪
ચાવતીય
નૈરયિકો અને શ્રમણોની નિર્જરાની તુલના :| १ रायगिहे जावएवं वयासी-जावइयं णं भंते ! अण्णगिलाए समणे णिग्गंथे कम्म णिज्जरेइ एवइयं कम्मणरएसुणेरइया वासेण वा वासेहिं वा वाससएण वा खवयंति? गोयमा ! णो इणढे समढे। શબ્દાર્થ:- અUપિતા સમM = હંમેશાં ગ્લાન(અમનોજ્ઞ) આહાર કરનાર શ્રમણ. સત્ત્વ રહિત, ભોજન કર્યા પછી અવશેષ રહેલો ક્ષીણસત્વવાળો, રસ રહિત કે બહુ દિવસીય આહાર કરનાર શ્રમણ. ભાવાર્થ :- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! અમનોજ્ઞ, ઉઝિતધર્મા(ફેંકવા યોગ્ય) આહાર કરનારા શ્રમણ-નિગ્રંથ, જેટલા કર્મોનો ક્ષય કરે છે, તેટલા કર્મો નૈરયિક જીવ, નરકમાં એક વર્ષમાં કે અનેક વર્ષોમાં અથવા સો વર્ષોમાં ક્ષય કરી શકે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. |२ जावइयं णं भंते! चउत्थभत्तिए समणे णिग्गंथे कम्मं णिज्जरेइ एवइयं कम्म णरएसुणेरइया वाससएण वा वाससएहि वा वाससहस्सेण वा खवयति? गोयमा !णो इणढे समढे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચતુર્થ ભક્ત- એક ઉપવાસ કરનાર શ્રમણ-નિગ્રંથ જેટલા કર્મોનો ક્ષય કરે છે, તેટલા કર્મો નૈરયિક જીવ, નરકમાં સો વર્ષોમાં કે અનેક સો વર્ષોમાં અથવા હજાર વર્ષોમાં ક્ષય કરી શકે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. | ३ जावइयं णं भंते ! छट्ठभत्तिए समणे णिग्गंथे कम्मं णिज्जरेइ एवइयं कम्मंणरएसु णेरड्या वाससहस्सेण वावाससहस्सेहिंवा वाससयसहस्सेण वाखवयति?गोयमा!णो इणढे समढे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! છઠ ભક્ત-બે ઉપવાસ કરનાર શ્રમણ-નિગ્રંથ જેટલા કર્મોનો ક્ષય કરે છે, તેટલા કર્મો નરયિક જીવ, નરકમાં એક હજાર વર્ષોમાં કે અનેક હજાર વર્ષોમાં કે એક લાખ વર્ષમાં ક્ષય કરી શકે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. | ४ जावइयं णं भंते! अट्ठमभत्तिए समणे णिग्गंथे कम्मं णिज्जरेइ एवइयं कम्मंणरएसु णेरड्या वाससयसहस्सेण वा वाससयसहस्सेहिं वा वासकोडीए वा खवयंति?णो इणढे સમા