________________
શતક-૧૬ : ઉદ્દેશક-૪
૨૮૧
શતક-૧૬ : ઉદ્દેશક-૪
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં શ્રમણ નિગ્રંથોની અને નૈરયિકોની કર્મક્ષય કરવાની શક્તિની તારતમ્યતા દર્શાવી છે.
નૈરયિકો દીર્ઘકાલ પર્યંત તીવ્ર વેદનાનું વેદન કરતા જે કર્મોનો ક્ષય કરે છે, તેનાથી શ્રમણો અલ્પકાળમાં અલ્પવેદનાનું વેદન કરવા છતાં અનંત ગુણ અધિક કર્મોનો કાય કરે છે. તે મહાનિર્જરા કરે છે.
નિર્જરાનો આધાર વેદના પર નથી પરંતુ વર્તમાનના પુરુષાર્થ પર છે.
જે રીતે કોઈ વૃદ્ધ પુરુષ સૂકા લાકડા પર બુટ્ટી કુહાડીથી જોર જોરથી પ્રહાર કરીને લાકડા કાપવાનો પ્રયત્ન કરે પરંતુ તે વૃદ્ધની શક્તિ ક્ષીણ થયેલી હોવાથી અને શસ્ત્ર બૂઠું હોવાથી તેને તે પ્રયત્નમાં સફળતા
મળતી નથી.
જેમ કોઈ એરણ પર જોર-જોરથી ઘણના ઘા કરે છતાં તે એરણના પુદ્ગલો ગાઢ અને ક્લિષ્ટ હોવાથી તેના સ્થૂલ પુદ્ગલોનો પણ નાશ કરી શકતો નથી. તેમ નૈયિકોના કર્મો ગાઢ, ચીકણા અને નિકાચિત હોવાથી અને તેની પાસે કર્મક્ષય કરવા માટેનું સંયમ-તપરૂપ અમોધ શસ્ત્ર ન હોવાથી મહાવેદના ભોગવવા છતાં તેના કર્મોનો વિશેષ ક્ષય થતો નથી.
★ જે રીતે કોઈ યુવાન અને બળવાન પુરુષ તીક્ષ્ણ કુહાડીથી વૃક્ષની ડાળીને છેદવા પ્રયત્ન કરે ત્યારે તેની શક્તિ અને શસ્ત્ર બંને તીવ્રતમ હોવાથી એક જ ઝાટકે તેને છંદી નાંખે છે.
જેમ સૂકાઘાસના પૂળાને અગ્નિમાં નાંખતા જ ભસ્મીભૂત થઈ જાય છે તેમ અન્નગ્લાયક– નીરસ, અમનોજ્ઞ, તુચ્છ આહાર કરનાર સંયમી સાધક પાસે સંયમ અને તપરૂપ તીવ્રતમ શસ્ત્ર છે અને તેના કર્મો પણ અલ્પ સ્થિતિવાળા અને મંદ વિપાકવાળા હોય છે, તેથી તે તુરંત નાશ પામે છે.
અન્નગ્લાયક તપસ્વીની જેમ ઉપવાસ છઠ, અમ આદિ તપસ્યા કરનાર સાધુની કર્મક્ષયની શક્તિ ઉત્તરોત્તર અનેક ગુણી વધતી જાય છે.
આ રીતે આ ઉદ્દેશકમાં સંયમ અને તપની મહત્તા પ્રદર્શિત કરી છે.
܀܀܀܀܀