________________
૨૮૦ ]
શ્રી ભગવતી સત્ર-૪
વિવેચનઃ
સૂત્રોક્ત પ્રવૃતિમાં વૈદ્ય દ્વારા યોગજન્ય ક્રિયા થઈ હોવાથી તેમજ વૈદ્ય છદ્મસ્થ હોવાથી તેને ત્રણ કે ચાર ક્રિયા લાગે છે અને તે ક્રિયાઓ અત્યલ્પ હોય છે. તે પ્રવૃત્તિમાં તેના ભાવો શુભ હોવાથી તે સંબંધી નિર્જરા અને પુણ્યનું મહત્ત્વ વધી જાય છે. કાયિકી, અધિકરણિકી અને પ્રદોષિકી એ ત્રણ ક્રિયાઓ છે અને તેમાં પારિતાપનિકી ક્રિયા સહિત ચાર ક્રિયાઓ થાય છે.
મુનિને કોઈ ક્રિયા લાગતી નથી કારણ કે મુનિ કાયોત્સર્ગમાં સ્થિત છે. તેને સ્વેચ્છાથી કાયાનું હલન-ચલન કે અન્ય કોઈ પણ યોગજન્ય ક્રિયા ન કરવાનો સંકલ્પ કર્યો છે. વૈદ્ય દ્વારા કરાતી પ્રવૃતિનું અનુમોદન નથી, તે પોતાના અભિગ્રહ-તપમાં જ તલ્લીન છે. તેથી છેદન આદિ ક્રિયાના કારણે ધર્મધ્યાનમાં કિંઈક વિક્ષેપ તો થાય છે પરંતુ તેથી મુનિનો કાયોત્સર્ગ ભંગ થતો નથી.
| શતક ૧૩ સંપૂર્ણ