________________
શતક–૧૬: ઉદ્દેશક-૩
૨૭૭]
શતક-૧૬: ઉદ્દેશક-૩, જે સંક્ષિપ્ત સાર
* આ ઉદેશકમાં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક કર્મબંધ અને ઉદયના પરસ્પરના સંબંધને ચાર વિકલ્પોથી સમજાવ્યો છે અને અંતે અર્શ-મસા છેદનમાં લાગતી ક્રિયાનું નિરૂપણ છે. * કર્મબંધ અને ઉદય પ્રત્યેક સંસારીજીવોને હોય છે. પરંતુ જીવોની યોગ્યતા અનુસાર તેમાં વિવિધ વિકલ્પો સંભવે છે. સૂત્રકારે વિષયના સ્પષ્ટીકરણ માટે તેના ચાર વિકલ્પો કર્યા છે– (૧) વેદતા વેદ (૨) વેદતા બાંધે (૩) બાંધતા વેદ (૪) બાંધતા બાંધે. * એક કર્મના વેદન સમયે જીવ આઠ કર્મમાંથી કેટલા કર્મોનું વેદન કરી શકે છે? તેનું કથન વેદતા વેદે કહેવાય છે– (૧–૩) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય કર્મના વેદન સમયે જીવ કયારેક આઠ કર્મોનું વેદન કરે છે અને કયારેક સાત કર્મનું વેદન કરે છે. (૪) મોહનીય કર્મના વેદન સમયે જીવ અવશ્ય આઠ કર્મનું વેદન કરે છે. (પ-૮) ચાર અઘાતિ કર્મના વેદન સમયે જીવ કયારેક આઠ કર્મનું, કયારેક સાત કર્મનું અને કયારેક ચાર કર્મનું વેદન કરે છે. * એક કર્મના વેદન સમયે જીવ આઠ કર્મમાંથી કેટલા કર્મોનો બંધ કરી શકે છે? તેનું કથન વેદતા બાંધે કહેવાય છે– (૧-૩) જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મના વેદન સમયે જીવ આઠ, સાત, છ અથવા એક કર્મનો બંધ કરે છે. (૪) મોહનીય કર્મના વેદન સમયે જીવ આઠ, સાત, અથવા છ કર્મનો બંધ કરે છે (પ-૮) ચાર અઘાતિ કર્મના વેદન સમયે જીવ ક્યારેક આઠ, સાત, છ, એક કર્મનો બંધ કરે છે અને ક્યારેક અબંધ પણ હોય છે. * એક કર્મના બંધ સમયે જીવ આઠ કર્મમાંથી કેટલા કર્મનું વેદન કરી શકે છે? તેનું કથન બાંધતાવે કહેવાય છે– (૧-૭) વેદનીયકર્મને છોડીને શેષ સાત કર્મના બંધ સમયે જીવ અવશ્ય આઠ કર્મનું વેદન કરે છે અને (૮) વેદનીય કર્મના બંધ સમયે જીવ આઠ, સાત, અથવા ચાર કર્મનું વેદન કરે છે. * એક કર્મના બંધ સમયે જીવ અન્ય કેટલા કર્મોનો બંધ કરી શકે છે? તેનું કથન બાંધતા બાંધે કહેવાય છે– (૧-૬) ચાર ઘાતકર્મ અને નામગોત્ર કર્મના બંધ સમયે જીવ આઠ અથવા સાત કર્મનો બંધ કરે છે. (૭) આયુષ્યના બંધ સમયે જીવ અવશ્ય આઠ કર્મનો બંધ કરે છે. (૮) વેદનીય કર્મના બંધ સમયે જીવ આઠ, સાત, છ અથવા એક કર્મનો બંધ કરે છે. * કાયોત્સર્ગ સ્થિત અણગારના મસાને જોઈ કોઈ વૈદ્ય શુભભાવથી તેને સૂવડાવીને તેના મસાનું છેદન કરી નાખે, તો તેમાં વેધનો શુભ ભાવ હોવાથી તેને પ્રારંભની ત્રણ ક્રિયા લાગે છે પરંતુ પારિતાપનિકી વગેરે કોઈ ક્રિયા લાગતી નથી અને શરીરના મમત્વને છોડીને કાયોત્સર્ગમાં સ્થિત અણગારના સુચન વિના જ વૈધે મસાનું છેદન કર્યું હોવાથી અણગારને પણ કોઈ ક્રિયા લાગતી નથી. કેવળ તે અણગારને ધર્મ ધ્યાનમાં અંતરાય થાય છે.
આ રીતે કોઈ પણ પ્રકારનાં કષાયભાવ વિના ક્રિયા કરનારને અશુભકર્મનો બંધ થતો નથી પરંતુ શુભકર્મનો બંધ થાય છે.