________________
[ ૨૭૬ |
શ્રી ભગવતી સૂત્ર-૪
શબ્દાર્થ - વૉલિ = શરીર, અવ્યક્ત અવયવ રૂપ તૈજસ-કાશ્મણ રૂ૫ સૂક્ષ્મ શરીર નેવર = શરીર. વ્યક્ત અવયવ રૂપ દારિકાદિ સ્થૂલ શરીર. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જીવોના કર્મ ચેતન્યકૃત છે કે અચેતવકૃત છે? ઉત્તર- હે ગૌતમ ! જીવોના કર્મ ચૈતન્યકૃત હોય છે, અચૈતન્યકૃત હોતા નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જીવોના કર્મ ચૈતન્યકૃત હોય છે અચેતવકૃત નથી?
ઉત્તર- હે ગૌતમ! જીવો જે પુગલોને આહાર રૂપે, તૈજસ-કાશ્મણ રૂપ સૂક્ષ્મ શરીર રૂપે અને ઔદારિકાદિ સ્થૂલ શરીરરૂપે ઉપચિત-સંચિત કરે છે, તે પુગલો તે તે રૂપે પરિણત થાય છે. હે આયુષ્યમનું શ્રમણો! તેથી કર્મ અચેતન્યકૃત નથી. તે કર્મપુગલદુઃસ્થાનરૂપે, દુઃશય્યા રૂપે અને દુનૈિષધા રૂપે, તથા-તથા રૂપે પરિણત થાય છે. હે આયુષ્યમ– શ્રમણો! તેથી કર્મ અચૈતન્યકત નથી, તે કર્મપુદ્ગલો રોગરૂપે પરિણત થઈને જીવના વધને માટે થાય છે. તે સંકલ્પ રૂપે પરિણત થઈને જીવના વધને માટે થાય છે. તે પુદ્ગલો મરણાન્તરૂપે પરિણત થઈને જીવના વધને માટે થાય છે. હે આયુષ્યમ– શ્રમણો! તેથી કર્મ અચૈતન્યકૃત નથી(પરંતુ ચૈતન્યકત છે). આ રીતે નૈરયિકોથી લઈને વૈમાનિકો સુધી કથન કરવું જોઈએ. હે ભગવનું ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સામાન્ય જીવો અને ચોવીસ દંડકવર્તી જીવોના કર્મચેતીકૃત છે, તે વિષયને યુક્તિ અને તર્કથી સ્પષ્ટ કર્યો છે.
વર્તમાને જીવ જે શરીર, સંયોગ સુખ-દુઃખાદિનો અનુભવ કરે છે તે કર્મજન્ય છે અને તે કર્મો જીવે જ કરેલા છે. અજીવમાં, જડ પદાર્થમાં કર્મ કરવાની કે કર્મભોગવવાની કોઈ શક્તિ નથી. સુખ-દુઃખના વેદનની શક્તિ ચૈતન્યતત્ત્વમાં જ છે. તે જ રીતે કર્મો કરવાની શક્તિ પણ જીવમાં જ છે. અજીવમાં તથા પ્રકારની શક્તિ નથી.
જીવ આહાર, શરીરાદિરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલોને તે તે રૂપે પરિણત કરે છે, તે જ રીતે કર્મરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલો કર્મરૂપે પરિણત થાય છે. તે પુગલો જીવે ગ્રહણ કરેલા હોવાથી જીવકૃત છે.
જીવના શુભાશુભ કર્મો અનુસાર તેને શુભાશુભ સ્થાનનો, પરિસ્થિતિનો સંયોગ થાય છે. અશુભ કર્મોના ઉદયે દુઃખકારક સ્થાન, શય્યા, નિષધાનો સંયોગ થાય; રોગ, વધ, બંધન, મૃત્યુ આદિ પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે અને શુભ કર્મોના ઉદયે શુભ સંયોગો પ્રાપ્ત થાય છે. શુભાશુભ સંયોગમાં શુભાશુભ કર્મો ઉદયમાં આવીને શુભાશુભ રૂપે પરિણત થાય છે.
આ રીતે જીવના કર્માનુસાર જ તેના સુખ-દુઃખનું વેદના થાય છે. વેદન કરનાર જીવ છે. તેથી તજ્જન્ય કર્મો પણ જીવકૃત જ હોય છે, અજીવકૃત-અચેતન્યકૃત નથી. અહીં જૈન દર્શનનો સ્વકર્મકર્તુત્વનો સિદ્ધાંત સ્પષ્ટ થાય છે.
-
તે શતક ૧૬/ર સંપૂર્ણ છે
ડાટ સપર્ણા
(..