________________
૨૭૮
O
O
શતક-૧૬ : ઉદ્દેશક-૩
કર્મબંધ
શ્રી ભગવતી સૂત્ર–૪
RO YOG
કર્મ પ્રકૃતિઓમાં બંધ, ઉદયસંબંધી ચાર વિકલ્પ ઃ
१ रायगिहे जाव एवं वयासी- कइ णं भंते ! कम्मपयडीओ पण्णत्ताओ ?
गोयमा ! अटु कम्मपयडीओ पण्णत्ताओ, तंजहा - णाणावरणिज्जं जाव अंतराइयं । एवं जाव वेमाणियाणं ।
ભાવાર્થ:- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ યાવત્ આ પ્રમાણે પૂછ્યું કે– હે ભગવન્ ! કર્મ પ્રકૃતિઓ કેટલી છે ?
ઉત્તર– હે ગૌતમ ! કર્મ પ્રકૃતિઓ આઠ છે. યથા– જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. આ રીતે વૈમાનિકો સુધી ૨૪ દંડકના જીવોને આઠકર્મ હોય છે.
२ जीवे णं भंते! णाणावरणिज्जं कम्मं वेदेमाणे कइ कम्मपयडीओ वेदेइ ?
गोयमा ! अट्ठ कम्मप्पयडीओ । एवं जहा पण्णवणाए वेयावेय- उद्देसओ सो चेव णिरवसेसो भाणियव्वो । वेदाबंधो वि तहेव, बंधावेदो वि तहेव, बंधाबंधो वि तहेव માળિયવ્યો નાવ વેમાળિયાળ ॥ સેવ મતે ! સેવ તે ! ॥
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મને વેદતા જીવ કેટલી કર્મ-પ્રકૃતિઓ વેદે છે ?
ઉત્તર– હે ગૌતમ ! આઠ કર્મ પ્રકૃતિઓ વેદે છે. અહીં પ્રજ્ઞાપના સૂત્રનું ૨૪મું વેદતો વેદે નામનું પદ સંપૂર્ણ કહેવું જોઈએ. તે જ રીતે વેદતો બાંધેનું પચીસમું પદ; બાંધતો વેદેનું છવ્વીસમું પદ અને બાંધતો બાંધેનું સત્તાવીસમું પદ સંપૂર્ણ કહેવું જોઈએ. સમુચ્ચય જીવ વિષયક પ્રશ્નોની જેમ ચોવીસ દંડકો સંબંધી યાવત્ વૈમાનિકો સુધી પૃચ્છા કરવી જોઈએ. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં આઠ કર્મ પ્રકૃતિઓના નામનું કથન કરીને પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશ(ભલામણ) પૂર્વક આઠ કર્મોના બંધ ઉદયમાં અન્ય કર્મના બંધ ઉદયની વિચારણા કરી છે. તેના વિસ્તૃત વિવેચન માટે જુઓ– પ્રજ્ઞાપના સૂત્ર– પદ-૨૪, ૨૫, ૨૬, ૨૭. તેનું સંક્ષિપ્ત વિવરણ અહીં સારાંશમાં આપ્યું છે. અર્થ છેદનમાં લાગતી ક્રિયા ઃ
३ तरणं समणे भगवं महावीरे अण्णया कयाइ रायगिहाओ णयराओ गुणसीलाओ