________________
૨૭૪
શ્રી ભગવતી સત્ર-૪
६ सक्केणं भंते ! देविंदे देवराया किं सम्मावाई, मिच्छावाई ? गोयमा !सम्मावाई, णो मिच्छावाई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર શું સત્યવાદી છે કે મિથ્યાવાદી? ઉત્તર-હે ગૌતમ! તે સત્યવાદી છે, મિથ્યાવાદી નથી.
७ सक्के णं भंते ! देविंदे देवराया किं सच्चं भासं भासइ, मोसं भासं भासइ, सच्चामोस भास भासइ, असच्चामोसं भास भासइ?
गोयमा ! सच्चं पि भासं जावअसच्चामोसंपि भासं भासइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર શું સત્ય ભાષા બોલે છે, મૃષા ભાષા બોલે છે, સત્ય મૃષા ભાષા બોલે છે કે અસત્યામૃષા ભાષા બોલે છે?
ઉત્તર- હે ગૌતમ! તે સત્ય ભાષા પણ બોલે છે, યાવતુ અસત્યામૃષા ભાષા પણ બોલે છે અર્થાત્ ચારે પ્રકારની ભાષા બોલે છે.
८ सक्केणंभंते ! देविंदे देवराया किं सावज भासं भासइ, अणवज भासं भासइ? गोयमा ! सावज पि भासं भासइ, अणवज्ज पि भासं भासइ ।।
सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ-सावज पि जावअणवजं पि भासं भासइ?
गोयमा ! जाहे णं सक्के देविंदे देवराया सुहमकायं अणिजूहित्ताणं भासं भासइ ताहे णं सक्के देविंदे देवराया सावज्ज भासं भासइ, जाहे णं सक्के देविंदे देवराया सुहुमकायं णिजूहित्ता णं भासं भासइ ताहे णं सक्के देविंदे देवराया अणवज्ज भासं भासइ । सेतेणटेणं जावभासइ। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર શું સાવધ-પાપકારી ભાષા બોલે છે કે નિરવદ્ય-પાપ રહિત ભાષા બોલે છે. ઉત્તર- હે ગૌતમ! તે સાવધ ભાષા પણ બોલે છે અને નિરવધ ભાષા પણ બોલે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે શક્રેન્દ્ર સાવધભાષા પણ બોલે છે અને નિરવધ ભાષા પણ બોલે છે?
ઉત્તર- હે ગૌતમ ! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્ર, સૂક્ષ્મકાય-મુખને (વસ્ત્ર આદિથી) ઢાંક્યા વિના બોલે છે, ત્યારે તે સાવધ ભાષા બોલે છે અને જ્યારે મુખને હાથ અથવા વસ્ત્રથી ઢાંકીને બોલે છે, ત્યારે તે નિરવધ ભાષા બોલે છે, તેથી એ પ્રમાણે કહ્યું છે કે દેવેન્દ્ર દેવરાજ શક્ર સાવધ ભાષા પણ બોલે છે અને નિરવદ્ય ભાષા પણ બોલે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શક્રેન્દ્રની ભાષાના માધ્યમથી સાવદ્ય અને નિરવધ ભાષાનું સ્વરૂપ સમજાવ્યું છે.
શક્રેન્દ્ર સમ્યગુદષ્ટિ હોવાથી તેણે પ્રભુ સાથે અવગ્રહ સંબંધી જે વાર્તાલાપ કર્યો તે સત્યભાષા હતી, તે સમ્યગ્દષ્ટિ હોવા છતાં કયારેક અનુપયોગપણે કે પ્રમાદને વશ થઈને અસત્યનું પણ આચરણ કરે છે.