________________
શતક–૧૬: ઉદ્દેશક-૨
[ ૨૭૩] एएसिणंअहंउग्गहंअणुजाणामीति कटुसमणंभगवंमहावीरवंदइणमसइ,वंदित्ताणमसत्ता तमेव दिव्वंजाणविमाणंदुरूहइ,दुरूहित्ता जामेव दिसंपाभूएतामेव दिसंपडिगए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અવગ્રહના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે શક્ર ! અવગ્રહના પાંચ પ્રકાર છે. યથા– દેવેન્દ્રાવગ્રહ, રાજાવગ્રહ, ગાથાપતિ (શ્રેષ્ઠી) અવગ્રહ, સાગારિક-અવગ્રહ અને સાધર્મિક-અવગ્રહ. ત્યાર પછી શક્રેન્દ્ર, આ પ્રમાણે નિવેદન કર્યું કે, હે ભગવન્! જે આ શ્રમણ નિગ્રંથો વિચરે છે, તેમને હું અવગ્રહ– સંપૂર્ણ ભરતક્ષેત્ર અને તેમાં રહેલા પદાર્થોની અનુજ્ઞા આપું છું. આ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને તે જ દિવ્ય યાન-વિમાનમાં આરુઢ થઈને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા અર્થાત્ સ્વસ્થાને ગયા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શક્રેન્દ્રનું પ્રભુના દર્શન માટે આગમન, વંદન, ધર્મશ્રવણ, અવગ્રહ વિષયક પ્રશ્ન અને અવગ્રહ અનુજ્ઞા-પ્રદાન વગેરે વિષયોનું નિરૂપણ છે. અવગ્રહ:- જે સ્થાનના કે જે વસ્તુના જે સ્વામી હોય, તેમની આજ્ઞાપૂર્વક તે વસ્તુ અને તે સ્થાનને ગ્રહણ કરવું તેને અવગ્રહ કહે છે. તેના પાંચ પ્રકાર છે– (૧) દેવેન્દ્રાવગ્રહ શકેન્દ્ર અને ઈશાનેન્દ્રનું ક્રમશઃ દક્ષિણ લોકાર્બ અને ઉત્તર લોકાર્હ પર સ્વામિત્વ છે. તે ક્ષેત્રોમાં રહેલી સ્વામી વગરની વસ્તુ માટે તેની આજ્ઞા લેવી તે દેવેન્દ્રાવગ્રહ છે. (૨) રાજાવગ્રહ– ભરતાદિ ક્ષેત્રોના છ ખંડ પર ચક્રવર્તીનું સ્વામિત્વ હોય કે કોઈ ક્ષેત્ર પર રાજાઓનું સ્વામિત્વ હોય ત્યાં તેની આજ્ઞા લેવી તે રાજાવગ્રહ છે. (૩) ગાથાપતિ અવગ્રહગૃહસ્વામીની આજ્ઞાથી કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવી તે ગાથાપતિ અવગ્રહ છે. (૪) સાગારિક અવગ્રહમકાનદાતા શય્યાતરને અહીં સાગારિક કહ્યા છે. તેના સ્વામિત્વની વસ્તુ તેમની આજ્ઞાથી ગ્રહણ કરવી તે સાગારિક અવગ્રહ છે. (૫) સાધર્મિક અવગ્રહ– સમાન ધર્મ એટલે સમાન આચારવાળા સાધુઓને સાધર્મિક કહેવાય છે. તેવા સહચારી શ્રમણોની કોઈ પણ વસ્તુ તેમની આજ્ઞાપૂર્વક ગ્રહણ કરવી તે સાધર્મિક અવગ્રહ છે.
પાંચ પ્રકારના અવગ્રહનું સ્વરૂપ સાંભળીને, ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર, દક્ષિણાદ્ધ લોકના અધિપતિ શક્રેન્દ્ર પોતાના આધિપત્યમાં રહેલા ક્ષેત્રમાં સાધુ-સાધ્વીને વિચરવાની અને તે ક્ષેત્રમાં રહેલી રેતી, પત્થર આદિ વસ્તુઓ લેવાની સંપૂર્ણ શાસન કાલ માટે આજ્ઞા આપી છે. દેવેન્દ્રની ભાષા:। ५ भंते !त्ति भगवंगोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- जंणं भंते ! सक्के देविंदे देवराया तुब्भेणं एवंवदइ, सच्चे णं एसमढे? હતા ગોયમાં સર્વે ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એ પ્રમાણે સંબોધન કરીને ભગવાન ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનેવંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું, હે ભગવન્!દેવેન્દ્રદેવરાજ શક્રે આપને પૂર્વોક્ત રૂપે અવગ્રહ સંબંધી જે કહ્યું, તે અર્થ સત્ય છે? ઉત્તર- હા, ગૌતમ! તે અર્થ સત્ય છે.