________________
| ૨૭૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
છે, આપ કહો છો તેમજ છે. વિવેચન : - જરા અને શોક – જરાનો શાબ્દિક અર્થ વૃદ્ધાવસ્થા છે, તેમ છતાં ઉપલક્ષણથી સમસ્ત શારીરિક વેદનાનું ગ્રહણ જરા શબ્દથી થાય છે. શોક = ચિંતા, ખિન્નતા, દીનતા, ખેદ આદિ સમસ્ત માનસિક દુઃખનું ગ્રહણ શોક શબ્દથી થાય છે. ચોવીસ દંડકવર્તી જીવોમાં જેને કેવળ કાયયોગ અથવા કાયયોગ અને વચનયોગ છે તેવા પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય જીવોને તેમજ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્ણિમ મનુષ્યોને શારીરિક દુઃખોની અપેક્ષાએ કેવળ જરા હોય છે અને જેને મનોયોગ છે તેવા નારકી, દેવો, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંજ્ઞી મનુષ્યોને શારીરિક અને માનસિક બંને પ્રકારનાં દુઃખો હોવાથી તે જીવોને જરા અને શોક બંને હોય છે. તેમાં દેવોને વૃદ્ધાવસ્થારૂપ જરા નથી પરંતુ શારીરિક દુઃખની અપેક્ષાએ તેઓ માટે જરાનું કથન છે. અવગ્રહના પાંચ પ્રકાર :| ३ तेणं कालेणं तेणं समएणं सक्के देविंदे देवराया वज्जपाणी पुरंदरे जावभुंजमाणे विहरइ । इमंचणं केवलकप्पंजंबुद्दीवंदीवं विउलेणं ओहिणा आभोएमाणे आभोएमाणे पासइ समणं भगवं महावीरं जंबुद्दीवेदीवे । एवं जहा ईसाणे तइयसए तहेव सक्के वि। णवरं आभिओगेण सद्दावेइ, हरी पायत्ताणियाहिवई सुघोसा घंटा, पालओ विमाणकारी, पालगं विमाणं, उत्तरिल्ले णिज्जाणमग्गे, दाहिणपुरथिमिल्ले रइकरपव्वए । सेसंतंचेव जावणामगंसावेत्ता पज्जुवासइ । धम्मकहा जावपरिसा पडिगया । तएणं से सक्के देविंदे देवराया समणस्स भगवओ महावीरस्स अंतियं धम्मंसोच्चा णिसम्म हतुढे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासीભાવાર્થ:- તે કાલે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ વજપાણિ, પુરન્દર યાવતું ભોગ ભોગવતા વિચારતા હતા. તેઓ આ સંપૂર્ણ જંબુદ્વીપને પોતાના વિશાળ અવધિજ્ઞાનથી જોઈ રહ્યા હતા. તેઓએ જંબુદ્વીપમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પણ જોયા, ભગવાનના દર્શન કરવાની ભાવના જાગૃત થતાં, તેઓ દર્શન કરવા આવ્યા. આવવાની વિધિ શતક-૩/૧ માં કથિત ઈશાનેન્દ્રની વક્તવ્યતાની સમાન જાણવી. તેમાં વિશેષતા એ છે કે ઇશાનેન્દ્ર આભિયોગિકદેવોને બોલાવ્યા હતા, જ્યારે શક્રેન્દ્ર આભિયોગિક દેવોને ન બોલાવતા પોતાના સેનાપતિ હરિણગમેષ દેવોને બોલાવ્યા અને તેણે સુઘોષા ઘંટ વગાડ્યો, પાલકદેવે પાલક નામનું વિમાન બનાવ્યું. તેઓ ઉત્તર દિશાના માર્ગથી નીચે ઉતર્યા. તેમનો રતિકર પર્વત વાયવ્યકોણમાં છે. શેષ સર્વ વર્ણન ઇશાનેન્દ્રની સમાન જાણવું યાવતુ શક્રેન્દ્રએ પ્રભુ પાસે આવીને કહ્યું- હે પ્રભો ! હું શક્ર આપને નમસ્કાર કરી પર્યાપાસના કરું છું. એમ પોતાનો પરિચય આપીને પર્યાપાસના કરવા લાગ્યા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ધર્મકથા કહી. ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ફરી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મકથા સાંભળીને દેવેન્દ્ર દેવરાજ શક્ર હર્ષિત અને સંતુષ્ટ થયા. તેણે ભગવાનને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું— | ૪ વદે બંને ! દેપUારે ?
सक्का ! पंचविहे उग्गहे पण्णत्ते,तंजहा- देविंदोग्गहे,रायोग्गहे,गाहावइउग्गहे, सागारियउग्गहे,साहम्मियउग्गहे । जे इमे भते ! अज्जत्ताए समणा णिग्गथा विहरति,