________________
૨૭૦
શ્રી ભગવતી સૂત્ર-૪
| શતક-૧૬ઃ ઉદ્દેશક-ર
સંક્ષિપ્ત સાર જે
જે
આ ઉદ્દેશકમાં જીવોમાં જરા અને શોકનું અસ્તિત્વ, પાંચ પ્રકારના અવગ્રહ, સાવધ-નિરવભાષા અને કર્મ ચૈતન્યકૃત છે, વગેરે વિષયોનું પ્રતિપાદન છે. * જરા એટલે વૃદ્ધાવસ્થા આદિ શારીરિક પીડા; શોક એટલે ખિન્નતા, દૈન્યતા આદિ માનસિક દુઃખ. આ રીતે અહીં જરાથી શારીરિક અને શોકથી માનસિક દુઃખ, તે અર્થને સ્વીકાર્યો છે. ૨૪ દંડકમાં મન સહિતના જીવોને જરા અને શોક બંને હોય છે જ્યારે પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય વગેરે મનરહિતના જીવોને કેવળ જરા જ હોય છે. * અદત્તાદાન મહાવ્રતની સુરક્ષા માટે જૈન મુનિઓ જ્યાં વિચરણ કરે અને જે કલ્પનીય પદાર્થોનો ઉપયોગ કરે તે સ્થાન અને પદાર્થની આજ્ઞા તેઓને તેના માલિક પાસેથી લેવાની હોય છે, તેને અવગ્રહ કહે
* અવગ્રહના પાંચ પ્રકાર છે– (૧) દેવેન્દ્ર અવગ્રહ (૨) રાજા અવગ્રહ (૩) ગાથાપતિ અવગ્રહ (૪) શય્યાતર અવગ્રહ (૫) સાધર્મિક અવગ્રહ. શ્રમણોને આ પાંચેય અવગ્રહનું યથાસ્થાને પાલન કરવું આવશ્યક હોય છે.
આ પાંચ પ્રકારના અવગ્રહનું કથન સાંભળીને શક્રેન્દ્ર ભગવાનના સર્વ શ્રમણોને પોતાના આધિપત્યમાં રહેલા દક્ષિણાર્ધ લોક-ભરતક્ષેત્રમાં વિચરણ કરવાની અને કલ્પનીય પદાર્થો ગ્રહણ કરવાની આજ્ઞા આપી છે. * શક્રેન્દ્ર સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર તે ચારે પ્રકારની ભાષા બોલે છે. તે સાવદ્ય અને નિરવધ બંને ભાષા બોલે છે. ઉઘાડે મુખે બોલનાર વ્યક્તિ વાયુકાયિક જીવોની વિરાધના કરતા હોવાથી તે સાવદ્ય ભાષા છે. મુખને હાથથી કે વસ્ત્રાદિથી ઢાંકીને બોલનારની ભાષા નિરવભાષા છે. આ સિદ્ધાંત દેવ મનુષ્ય કે ઇન્દ્ર સર્વને માટે સમાન છે. શક્રેન્દ્ર સમ્યગુદષ્ટિ, ભવી અને ચરમ છે. * પ્રત્યેક જીવોના કર્મો ચૈતન્યકત છે, કારણ કે કર્મજન્ય સુખ-દુઃખનો અનુભવ જીવને થાય છે.