________________
શતક–૧૬: ઉદ્દેશક-૧
[ ર૬૯] गोयमा !जहेव ओरालियसरीरंतहेव सोइदियं पि भाणियव्वं, णवरंजस्स अस्थि सोइदिय। एवं चक्खिदियघाणिदियजिब्भिदियफासिंदियाण वि,णवरंजाणियव्वंजस्स
OિT ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શ્રોતેન્દ્રિયની રચના કરતો જીવ, શું અધિકરણી છે કે અધિકરણ છે?
ઉત્તર- હે ગૌતમ ! ઔદારિક શરીરની સમાન જાણવું જોઈએ. પરંતુ જે જીવોને શ્રોતેન્દ્રિય હોય, તેની અપેક્ષાએ આ કથન છે. આ જ રીતે ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના વિષયમાં પણ જાણવું જોઈએ. જે જીવોને જેટલી ઇન્દ્રિય હોય, તેના વિષયમાં તે રીતે જાણવું જોઈએ. २० जीवेणं भंते ! मणजोगणिव्वत्तेमाणे किं अधिकरणी, अधिकरणं?
गोयमा ! जहेव सोइंदियं तहेव णिरवसेसं । वइजोगो एवं चेव, णवरं एगिदियवज्जाणं। एवं कायजोगो वि,णवरंसव्वजीवाणं जाववेमाणिए। ॥ सेवं भते ! સેવ મતે !! ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મનોયોગની રચના કરતો જીવ, અધિકરણી છે કે અધિકરણ ?
ઉત્તર- હે ગૌતમ! શ્રોતેન્દ્રિયની સમાન જાણવું. વચનયોગના વિષયમાં પણ તે જ રીતે જાણવું. પરંતુ વચનયોગમાં એકેન્દ્રિયોનું કથન કરવું ન જોઈએ, કાયયોગના વિષયમાં પણ આ જ રીતે જાણવું જોઈએ. કાયયોગ સર્વ જીવોને હોય છે. તેથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :
પ્રત સૂત્રોમાં પાંચ શરીર, પાંચ ઇન્દ્રિય અને ત્રણ યોગ તે તેર બોલમાં અધિકરણ અને અધિકરણી વિષયક પ્રશ્નોત્તર છે. પાંચ શરીરની અપેક્ષાએ :- પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય, આ દશ દંડકમાં ઔદારિક શરીર છે. નૈરયિક અને દેવને ભવ પ્રત્યયિક વૈક્રિય શરીર હોય છે અને વાયુકાય, તિર્યંચ પંચેન્દ્રિય અને સંજ્ઞી મનુષ્યમાં જેને વૈક્રિય લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તેને લબ્ધિ પ્રત્યયિક વૈક્રિય શરીર હોય છે. આહારક શરીર ઋદ્ધિ પ્રાપ્ત સંયત મનુષ્યોને જ હોય છે. તૈજસ અને કાર્પણ શરીર સર્વ સંસારી જીવોને હોય છે.
તેમાં ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્પણ શરીર બનાવતા જીવો અવિરતિની અપેક્ષાએ અધિકરણી અને અધિકરણ છે અને આહારક શરીર બનાવતા જીવો(મનુષ્યો) પ્રમાદની અપેક્ષાએ અધિકરણી અને અધિકરણ છે. કારણ કે અવિરતિ ભાવ આહારક શરીરમાં હોતો નથી. તેમાં માત્ર છઠ્ઠ ગુણસ્થાન હોય છે.
પાંચ સ્થાવરને એક ઇન્દ્રિય અને કાયયોગ, વિકસેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને ક્રમશઃ બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિય અને વચન તથા કાયયોગ, સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પાંચ ઇન્દ્રિય અને ત્રણ યોગ હોય છે. તે જીવો પણ અવિરતિની અપેક્ષાએ અધિકરણ અને અધિકરણી છે.
I શતક ૧૬/૧ સંપૂર્ણ