________________
૨ss |
શ્રી ભગવતી સત્ર-૪
સાધિકરણી છે. નિરધિકરણી નથી.
પ્રશ્ન-હે ભગવન્! તેનું શું કારણ છે? ઉત્તર- હે ગૌતમ! અવિરતિની અપેક્ષાએ જીવ સાધિકરણી છે, નિરધિકરણી નથી, આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. ११ जीवेणं भंते ! किं आयाहिगरणी, पराहिगरणी, तदुभयाहिगरणी? गोयमा ! आयाहिगरणी वि, पराहिगरणी वि,तदुभयाहिगरणी वि।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ जावतदुभयाहिगरणी वि? गोयमा ! अविरतिं पडुच्च, सेतेणटेणं जावतदुभयाहिगरणी वि । एवं जाववेमाणिए । ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! શું જીવ આત્માધિકરણી છે, પરાધિકરણી છે અને તદુભયાધિકરણી છે?
ઉત્તર-હે ગૌતમ! જીવ આત્માધિકરણી પણ છે, પરાધિકરણી પણ છે અને તદુભયાધિકરણી પણ છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે વાવ જીવ તદુભયાધિકરણી પણ છે?
ઉત્તર- હે ગૌતમ! અવિરતિની અપેક્ષાએ યાવત્ તદુભયાધિકરણી છે. આ રીતે વૈમાનિક દેવો સુધી જાણવું જોઈએ. १२ जीवा णं भंते ! अधिकरणे किं आयप्पयोगणिव्वत्तिए परप्पयोगणिव्वत्तिए, तदुभयप्पयोगणिव्वत्तिए?
गोयमा !आयप्पयोगणिव्वत्तिएवि, परप्पयोगणिव्वत्तिएवितदुभयप्पयोगणिव्वत्तिएवि। ___ से केणटेणं भंते ! एवं वुच्चइ ? गोयमा ! अविरतिं पडुच्च । सेतेणटेणं जाव तदुभयप्पयोगणिव्वत्तिए वि । एवं जाववेमाणियाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું જીવોનું અધિકરણ આત્મપ્રયોગથી થાય છે, પરપ્રયોગથી થાય છે કે તદુભય પ્રયોગથી થાય છે?
ઉત્તર- હે ગૌતમ! જીવોનું અધિકરણ આત્મ-પ્રયોગથી પણ થાય છે, પરપ્રયોગથી પણ થાય છે અને તદુભયથી પણ થાય છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે? ઉત્તર-હે ગૌતમ! અવિરતિની અપેક્ષાએ યાવતુ તદુભયથી પણ થાય છે. આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. વિવેચન :અધિકરણ :- હિંસાદિ પાપકર્મના કારણભૂત અને દુર્ગતિના નિમિત્તભૂત સાધનને ‘અધિકરણ' કહે છે. અધિકરણના બે ભેદ છે. આંતરિક અને બાહ્ય. શરીર, ઇન્દ્રિય, અવિરતિ આદિ ભાવ આંતરિક અધિકરણ છે, હળ, કોદાળી આદિ શસ્ત્ર અને ધન-ધાન્ય આદિ પરિગ્રહ રૂપ વસ્તુઓ બાહ્ય અધિકરણ છે. અધિકરણી :- આ બંને પ્રકારના અધિકરણ જેની પાસે હોય તેને અધિકરણી કહેવાય છે. આ રીતે અધિકરણી આધાર છે અને અધિકરણ તેનો આધેય છે. બંનેમાં આધાર-આધેય ભાવ છે.