________________
શતક–૧૬: ઉદ્દેશક-૧
૨૫ ]
સાધનોનો જીવહિંસાની પ્રવૃત્તિમાં સીધો સંબંધ છે. આ જ રીતે પ્રત્યેક પ્રવૃત્તિમાં સમજવું. dolણ નવપદિંિરયાટિં:-(૧) સૂક્ષ્મ રીતે શરીરના સંચાલનથી થતી ક્રિયાને કાયિકી ક્રિયા કહે છે (૨) ઉપકરણ કે શરીરની કંઈક વિશેષ પ્રવૃત્તિથી લાગતી ક્રિયાને અધિકરણિકી ક્રિયા કહે છે (૩) સુક્ષ્મ કષાયોના ઉદય માત્રથી લાગતી ક્રિયાને પ્રાદોષિકકિયા કહે છે (૪) સ્થૂલ પ્રવૃત્તિથી જીવોને અલ્પાધિક આઘાત-પરિતાપ થાય તેનાથી લાગતી ક્રિયાને પારિતાપનિકી ક્રિયા કહે છે. (૫) સૂક્ષ્મ કે સ્થૂલ પ્રવૃત્તિથી કોઈ જીવનો પ્રાણવધ-મરણ થઈ જાય ત્યારે લાગતી ક્રિયાને પ્રાણાતિપાતિકી ક્રિયા કહે છે.
છદ્મસ્થ જીવોને કષાયના સભાવથી લોકગત કર્મ આદિના પુદ્ગલો લેતાં-છોડતાં ત્રણ ક્રિયાતો કાયમ લાગે છે. ચોથી અને પાંચમી ક્રિયા પ્રસંગ પ્રાપ્ત થવાથી લાગે છે. વીતરાગીને આ પાંચમાંથી એકેય ક્રિયા લાગતી નથી.
અધિકરણ અને અધિકરણી:|८ जीवेणं भंते ! किं अहिगरणी, अहिगरणं? गोयमा ! जीवे अहिगरणी वि अहिगरण पि।
सेकेणगुणं भंते ! एवं वुच्चइ-जीवे अहिगरणी वि अहिगरणं पि? गोयमा ! अविरतिं पडुच्च । तेणतुण जावअहिगरण पि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જીવ અધિકરણી છે કે અધિકરણ? ઉત્તરહે ગૌતમ! જીવ અધિકરણી પણ છે અને અધિકરણ પણ છે.
પ્રશ્ન- હે ભગવન! તેનું શું કારણ છે કે જીવ અધિકરણી પણ છે અને અધિકરણ પણ છે? ઉત્તરહે ગૌતમ! અવિરતિની અપેક્ષાએ જીવ અધિકરણી પણ છે અને અધિકરણ પણ છે. | ९ णेरइए णं भंते ! किं अहिगरणी अहिगरणं?
गोयमा ! अहिगरणी वि अहिगरणं पि । एवं जहेव जीवेतहेवणेरइए वि । एवं णिरंतरं जाववेमाणिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિક જીવ અધિકરણી છે કે અધિકરણ છે?
ઉત્તર– હે ગૌતમ ! નરયિક જીવ અધિકરણી પણ છે અને અધિકરણ પણ છે. જે રીતે જીવના વિષયમાં કહ્યું, તે જ રીતે નૈરયિકના વિષયમાં પણ જાણવું જોઈએ, આ જ રીતે નિરંતર વૈમાનિક સુધી જાણવું જોઈએ. १० जीवेणं भंते ! किं साहिगरणी, णिरहिगरणी? गोयमा ! साहिगरणी, णो णिरहिगरणी।
___ से केणद्वेणं भंते ! पुच्छा ? गोयमा ! अविरतिं पडुच्च से तेणटेणं जावणो णिरहिगरणी । एवं जाववेमाणिए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું જીવ સાધિકરણી છે કે નિરાધિકરણી ? ઉત્તર- હે ગૌતમ ! જીવ