________________
૨૪
શ્રી ભગવતી સૂત્ર–૪
ભત્થા = ધમણ.
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! લોખંડ તપાવવાની ભઠ્ઠીમાં તપેલા લોખંડને, લોખંડની સાણસીથી પકડીને ઊંચું-નીચું કરનાર પુરુષને કેટલી ક્રિયા લાગે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જ્યાં સુધી તે પુરુષ લોખંડ તપાવવાની ભઠ્ઠીમાં લોખંડની સાણસીથી લોખંડને ઊંચું-નીચું કરે છે, ત્યાં સુધી તેને કાયિકી આદિ પ્રાણાતિપાતિકી પર્યંતની પાંચ ક્રિયા લાગે છે. જે જીવોના શરીરથી લોખંડ, લોખંડની ભટ્ટી, સાણસી, અંગારા, અંગારા કાઢવાનો લોખંડનો ચીમટો(ચીપિયો) અને ધમણ બની છે, તે સર્વ જીવોને પણ કાયિકી આદિ પાંચ ક્રિયા લાગે છે.
७ पुरिसे णं भंते! अयं अयकोट्ठाओ अयोमएणं संडासएणं गहाय अहिकरणिसि उक्खिव्वमाणे वा णिक्खिव्वमाणे वा कइकिरिए ?
गोयमा ! जावं च णं से पुरिसे अयं अयकोट्ठाओ जावणिक्खिवइ वा तावं च णं से पुरिसे काइयाए जाव पाणाइवायकिरियाए पंचहि किरियाहिं पुट्ठे । जेसिं पिणं जीवाणं सरीरेहिंतो अयो णिव्वत्तिए, अयकोट्ठे णिव्वत्तिए, संडासए णिव्वत्तिए, चम्मेट्टे णिव्वत्तिए मुट्ठिए णिव्वत्तिए, अहिगरणी णिव्वत्तिया, अहिगरणि-खोडी णिव्वत्तिया, उदगदोणी णिव्वत्तिया,अहिगरणसाला णिव्वत्तिया, तेवि णंजीवा काइयाए जाव पंचहि किरियाहिं पुष्ट्ठा । શબ્દાર્થ:- અમ્નેટ્ટે- ઘણ મુક્રિ=હથોડા હિબિ-હોડી એરણનું લાકડું વાલોળી=પાણીની કુંડી દિ।રળસાતા-લુહારશાળા.
|=
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! લોખંડની ભટ્ટીમાંથી લોખંડની સાણસીથી પકડીને લોખંડને એરણ પર રાખતા અને કાઢતા પુરુષને કેટલી ક્રિયા લાગે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જ્યાં સુધી લોખંડની ભટ્ટીમાંથી લોખંડને લઈને એરણ પર રાખે છે અને તેને ઊંચું નીચું કરે છે ત્યાં સુધી તે પુરુષને કાયિકી આદિ પ્રાણાતિપાતિકી પર્યંતની પાંચ ક્રિયા લાગે છે, જે જીવોના શરીરથી લોખંડ, ભટ્ટી, સાણસી, ઘણ, હથોડો, એરણ, એરણ રાખવાનું લાકડું, ગરમ લોખંડને ઠંડુ કરવાની કુંડી તથા લુહારનું કારખાનું બન્યું હોય, તે જીવોને પણ કાયિકી આદિ પાંચ ક્રિયા લાગે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં લુહારને અને તેના સાધનોના પૂર્વવર્તી જીવોને લાગતી ક્રિયાનું સ્પષ્ટીકરણ છે.
ભટ્ટીમાં લોખંડની સાણસીથી પકડીને લોખંડને ઊંચું-નીંચું કરનારને, ભટ્ટીમાંથી લોંખડ કાઢીને એરણ પર રાખનાર કે ઉપાડનાર વ્યક્તિને તથા લોખંડ કે ઉપકરણો સંબંધી જીવોને કાયિકી આદિ પાંચે ક્રિયા લાગે છે. કારણ કે છદ્મસ્થ જીવોની કાયા જ અધિકરણ છે. તેમજ તે વીતરાગી ન હોવાથી તેને કાયિકી, અધિકરણિકી અને પ્રાāષિકી તે ત્રણ ક્રિયા અવશ્ય લાગે છે. જો તેની પ્રવૃત્તિથી અન્ય જીવોને પરિતાપ થાય, તો પરિતાપનિકી ક્રિયા અને અન્ય જીવોનો ઘાત થાય તો પ્રાણાતિપાતિકી ક્રિયા લાગે છે. ભઠ્ઠીમાં લોખંડને ઊંચું-નીચું કરનાર વ્યક્તિ અગ્નિકાયાદિ જીવોનો આરંભ કરતો હોવાથી તેને પાંચે ક્રિયા લાગે છે અને જે સાધનો તથા સ્થળ તે પ્રવૃત્તિમાં સંલગ્ન છે, તેનાથી સંબંધિત જીવોને પણ પાંચ ક્રિયા લાગે છે. કારણ કે તે