________________
શતક–૧૬: ઉદ્દેશક-૧
૨૬૭
૨૪ દંડકના જીવો અધિકરણ પણ છે અને અધિકરણી પણ છે. પ્રભુએ આ પ્રશ્નોના ઉત્તર સ્યાદ્વાદ દષ્ટિકોણથી આપ્યા છે.
પ્રત્યેક સંસારી જીવને શરીર, ઇન્દ્રિય આદિ આવ્યંતર અધિકરણ તો હોય જ છે. શસ્ત્રાદિ બાહ્ય અધિકરણ કયારેક હોય છે અને કયારેક હોતા નથી. આ બંને પ્રકારના અધિકરણ અવિરતિ જીવને પાપકર્મબંધનું નિમિત્ત બને છે. તેથી ૨૪ દંડકના અવિરત જીવો અધિકરણી છે પરંતુ જે જીવો વિરત છે તેની પાસે શરીરાદિ આવ્યંતર અધિકરણ હોવા છતાં, તે જીવોને તેના પર મમત્વભાવ નથી. તેથી તેના શરીરાદિ પાપકર્મબંધનું નિમિત્ત બનતા નથી. તેથી વિરત જીવો અધિકરણી નથી.
શરીરાદિ આવ્યંતર અધિકરણ જીવથી કથંચિત્ અભિન્ન છે. તેથી પ્રત્યેક જીવ કોઈક અપેક્ષાએ અધિકરણ પણ છે. સાધિકરણી અને નિરાધિકરણી :- અવિરત જીવો શરીરાદિની મુચ્છ સહિત હોવાથી તે સાધિકરણી છે. અને વિરત જીવો શરીરાદિ અધિકરણની મૂચ્છ રહિત હોવાથી નિરધિકરણી કહેવાય છે. આત્માધિકરણી આદિ-જે જીવો શરીરાદિ અધિકરણ દ્વારા પાપારંભની પ્રવૃત્તિ કરે છે તે આત્માધિકરણી છે; અન્ય પાસે પાપારંભની પ્રવૃત્તિ કરાવે તે પરાધિકરણી છે; સ્વયં કરે અને અન્ય પાસે પણ પાપ કરાવે તે તદુભયાધિકરણી કહેવાય છે. ૨૪ દંડકના જીવો અવિરતિની અપેક્ષાએ ત્રણે પ્રકારના અધિકરણી હોય છે. આત્મપ્રયોગનિર્વતિત અધિકરણાદિ:- અહીં સૂત્રકારે અધિકરણના કારણોનો નિર્દેશ કર્યો છે. પોતાના મન, વચન, કાયાના વ્યાપારથી જે અધિકરણ નિર્વર્તિત થાય એટલે પાપ પ્રવૃત્તિ થાય તેને આત્મપ્રયોગ નિવર્તિત અધિકરણ કહે છે. જેમ કે સ્વયં હિંસાની પ્રવૃત્તિ કરવી. તે જ રીતે બીજાને પાપ પ્રવૃત્તિમાં જોડનારા વચનાદિના પ્રયોગ પરપ્રયોગ નિર્વતિત અધિકરણ છે તેમજ સ્વયં હિંસા કરવી અને બીજાને આદેશ આપી હિંસા કરાવવી તે ઉભયના વ્યાપારને તદુભય પ્રયોગ નિર્વર્તિત અધિકરણ કહે છે.
૨૪ દંડકના જીવો અવિરતિભાવની અપેક્ષાએ ત્રણ પ્રકારના અધિકરણ યુક્ત બને છે. એકેન્દ્રિયાદિ જીવોમાં મન, વચનાદિ યોગ નથી. તેમ છતાં તેનો અવિરતિ ભાવ જ અધિકરણરૂપ છે. શરીર-ઇન્દ્રિય-ચોગ અને અધિકરણ:१३ कइ णं भंते ! सरीरगा पण्णत्ता? गोयमा ! पंच सरीरगा पण्णत्ता,तं जहाओरालिए जावकम्मए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! શરીરના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! શરીરના પાંચ પ્રકાર છે. યથા– ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ શરીર. १४ कइणं भंते ! इंदिया पण्णत्ता? गोयमा ! पंच इंदिया पण्णत्ता,तंजहा- सोइदिए जावफासिदिए। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! ઇન્દ્રિયોના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! પાંચ પ્રકાર છે. યથાશ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જીલૅન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. |१५ कइविहेणंभंते !जोए पण्णत्ते? गोयमा !तिविहे जोए पण्णत्ते,तंजहा-मणजोए वइजोए कायजोए।