________________
| શતક–૧૬: ઉદ્દેશક-૧
[ ૨૧]
શતક-૧૬ઃ ઉદ્દેશક-૧
અધિકરણી
ઉદ્દેશકોનાં નામ :| १ अहिगरणि जरा कम्मे, जावइयं गंगदत्त सुमिणे य ।
उवओगेलोग बलि, ओहि दीव उदही दिसा थणिया॥ ભાવાર્થ:- આ શતકમાં ચૌદ ઉદ્દેશક છે. તેના નામ આ પ્રમાણે છે. યથા– (૧) અધિકરણી (૨) જરા (૩) કર્મ (૪) યાવતીય (૫) ગંગદત્ત (૬) સ્વપ્ન (૭) ઉપયોગ (૮) લોક (૯) બલિ (૧૦) અવધિ (૧૧) દ્વીપ (૧૨) ઉદધિ (૧૩) દિશા (૧૪) સ્વનિત. વિવેચન :
પ્રસ્તુત શતકના ૧૪ ઉદ્દેશકોનાં નામ તેના આધ અથવા મુખ્ય વિષયના આધારે છે. (૧) આહિર :- અધિકરણી અર્થાત્ એરણના વિષયમાં નિરૂપણ હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ ‘અધિકરણી’ છે. (૨) નર:- જરા આદિના અર્થ વિષયક કથન હોવાથી બીજા ઉદ્દેશકનું નામ “જરા” છે. (૩) વેર્ન - કર્મ પ્રકૃતિઓના બંધ આદિ વિષયની ચર્ચા મુખ્ય હોવાથી ત્રીજા ઉદ્દેશકનું નામ “કર્મ’ છે. (૪) નાવડ્યઃ-પ્રથમ પ્રશ્નનો પ્રારંભળાવડ઼ય પદથી થતો હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ “યાવતીય' છે. (૫) વિર :- ગંગદત્ત દેવના પ્રશ્નો અને તેના પૂર્વભવ વિષયક વર્ણન હોવાથી પાંચમા ઉદ્દેશકનું નામ ‘ગંગદત્ત” છે. (૬) સુમન – સ્વપ્નદર્શન વિષયક નિરૂપણ હોવાથી છઠ્ઠા ઉદ્દેશકનું નામ “સ્વપ્ન’ છે. (૭) ૩વન:- ઉપયોગ અને તેના ભેદોનું પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક નિરૂપણ હોવાથી સાતમાં ઉદ્દેશકનું નામ “ઉપયોગ” છે. (૮) તો ઃ-લોકનું પરિમાણ આદિ આદ્ય અને મુખ્ય વિષય હોવાથી આઠમા ઉદ્દેશકનું નામ “લોક છે. (૯) નિઃ - વૈરોચનેન્દ્ર બલિની સુધર્મા સભાના સ્થાનનું સંક્ષિપ્ત વર્ણન હોવાથી નવમા ઉદ્દેશકનું નામ
બલિ’ છે. (૧૦) દિ– પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક અવધિજ્ઞાન વિષયક વર્ણન હોવાથી દશમા ઉદ્દેશકનું નામ ‘અવધિ’ છે. (૧૧થી ૧૪) ઉવ ૩ ડી વિલા થયા :-ક્રમશઃ દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર અને સ્વનિતકુમાર નામના ભવનપતિ દેવોના આહાર, ઉચ્છવાસ-નિઃશ્વાસ, વેશ્યા, આયુષ્ય વિષયક પ્રતિપાદન હોવાથી તેના