________________
૨૨
શ્રી ભગવતી સૂત્ર-૪
નામ ક્રમશઃ ‘દ્વીપ, ઉદધિ, દિશા અને સ્તનત’ છે. આઘાતથી વાયુકાયની ઉત્પત્તિ અને વિનાશ:
२ तेणं कालेणं तेणं समएणं रायगिहे जावपज्जुवासमाणे एवं वयासी- अत्थि णं भंते! अहिगरणिसिवाउयाएवक्कमइ?
हंता अत्थि। શબ્દાર્થ – હિમાલિ = અધિકરણી, એરણ પર હથોડા મારતાં વમડું ઉત્પન્ન થાય છે ભાવાર્થ:- પ્રશ્ન- તે કાલે, તે સમયે રાજગૃહ નગરમાં યાવતુ પર્યાપાસના કરતાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! શું અધિકરણી (એરણ) પર હથોડા મારતાં વાયુકાય ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હા ગૌતમ! તેમ થાય છે. | ३ से भंते ! किं पुढे उद्दाइ, अपुढे उद्दाइ ? गोयमा ! पुढे उद्दाइ, णो अपुढे उद्दाइ । ભાવાર્થ-હે ભગવન્! શું વાયુકાય અન્ય પદાર્થ સાથે સ્પર્શ થવાથી મરે છે કે સ્પર્શ થયા વિના મારે છે?
હે ગૌતમ! તે જીવોને શસ્ત્રાદિનો સ્પર્શ થવાથી મરે છે પરંતુ સ્પર્શ થયા વિના મરતા નથી. |४ से भंते ! किं ससरीरी णिक्खमइ, असरीरी णिक्खमइ ? एवं जहा खंदए जावसे तेणद्वेणंणो असरीरी णिक्खमइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યારે વાયુકાય મરે છે ત્યારે તે શું શરીર સહિત ભવાત્તરમાં જાય છે કે શરીર રહિત ભવાન્તરમાં જાય છે.?
ઉત્તર- હે ગૌતમ! આ વિષયમાં શતક-૨/૧ ના સ્કંદકના વર્ણન પ્રમાણે જાણવું યાવતું શરીર રહિત થઈને જતાં નથી. વિવેચન :
પ્રસ્તુત ત્રણ સૂત્રોમાં વાયુકાયની ઉત્પત્તિ, નાશ અને ભવાન્તરમાં જાય ત્યારે કઈ રીતે જાય છે? તે ત્રણ વિષય પ્રતિપાદિત કર્યા છે. હિરણઃ-અધિકરણી,દિય સંસ્થાનો હાલ નાયા સા રિવાળા જેના પર રાખીને લોખંડ ટીપાય છે તેને અધિકરણી કે એરણ કહે છે. અધિકરણી આધેય છે. લોંખડ એરણના આધારે રહેતું હોવાથી અહીં એરણને અધિકરણી કહેલ છે. આ પછીના સૂત્રોમાં હિંસાત્મક સાધનો જેની પાસે હોય તેને અધિકરણી કહ્યા છે. આઘાતથી વાયની ઉત્પત્તિ - એરણ પર હથોડા મારે ત્યારે હથોડાના અભિઘાતથી વાયુકાય ઉત્પન્ન થાય છે, ત્યારે તે અચિત્ત હોય છે, પરંતુ તેનાથી સચિત્ત વાયુની હિંસા થાય છે અને પાછળથી તે અચિત્ત વાયુ પણ સચિત્ત થઈ જાય છે. આઘાતથી વાયુનો નાશઃ-પુથ્વીકાયાદિ પાંચ સ્થાવર જીવો સાથે જ્યારે વિજાતીય જીવોનો તથા વિજાતીય