________________
૨૪૪
શ્રી ભગવતી સૂત્ર-૪
શ્રાવક-શ્રાવિકાઓ, દેવ-દેવીઓ સંતુષ્ટ અને ખુશ થયા કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સ્વસ્થ થઈ ગયા છે; શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સ્વસ્થ થઈ ગયા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સર્વજ્ઞ, સર્વદર્શી પ્રભુની આહાર વિધિ સંબંધી કેટલાક તથ્યો ઉજાગર થાય છે– (૧) કેવલજ્ઞાની પ્રભુએ ઔષધ લાવવા માટે શિષ્યને મોકલ્યો (૨) શિષ્ય પ્રભુ માટે પાત્રમાં ઔષધ લઈ આવ્યો. (૩) શિષ્ય પ્રભુને પાત્રમાં ન આપતાં તેઓશ્રીના હાથમાં તે ઔષધ દ્રવ્ય આપ્યું (૪) પ્રભુ એ તે ઔષધનું પ્રશાંત ભાવે સેવન કર્યું (૫) તે ઔષધ દ્વારા વ્યાધિ શાંત થઈ ગયો. આ રીતે કેવળી ભગવાનના પણ દારિક શરીરનું પોષણ આહારના ઔદારિક પુલોથી જ થાય છે, તે વાત પણ અહીં સ્પષ્ટ થઈ જાય છે. સર્વાનુભૂતિની ગતિઃ
८१ भंते !त्ति भगवंगोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता ए वंवयासी- एवं खलु देवाणुप्पियाणं अंतेवासी पाईणजाणवए सव्वाणुभूईणामं अणगारे पगइभद्दए जाव विणीए, से णं भंते ! तया गोसालेणं मंखलिपुत्तेण तवेणं तेएणं भासरासीकए समाणे कहिं गए, कहिं उववण्णे ?
एवंखलुगोयमा !ममंअंतेवासी पाईणजाणवए सव्वाणुभूणामंअणगारेपगइभद्दए जावविणीए, सेणंतयागोसालेणंमंखलिपुत्तेणं भासरासीकए समाणे उड्डचंदिमसूरिय जाव महासुक्केकप्पेवीइवइत्ता सहस्सारेकप्पे देवत्ताए उववण्णे । तत्थणं अत्थेगइयाणंदेवाणं अट्ठारस सागरोवमाइंठिई पण्णत्ता,तत्थणंसव्वाणुभूइस्स विदेवस्स अट्ठारस सागरोवमाई ठिई पण्णत्ता । सेणंसव्वाणुभूई देवेताओ देवलोगाओआउक्खएणं, भवक्खएणंठिइक्खए णं जावमहाविदेहे वासे सिज्झिहिइ जावअंतकरेहिइ । ભાવાર્થ:- પ્રશ્ન- ભગવાન ગૌતમ સ્વામીએ “ભગવનું આ પ્રમાણે સંબોધન કરીને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું- હે ભગવન્! આપ દેવાનુપ્રિયના અંતેવાસી, પૂર્વદેશમાં ઉત્પન્ન સર્વાનુભૂતિ અણગાર, જે પ્રકૃતિથી ભદ્ર યાવત વિનીત હતા અને જેને મખલિપુત્ર ગોશાલકે પોતાના તપ-તેજથી બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા, તે મરીને ક્યાં ગયા, ક્યાં ઉત્પન્ન થયા છે?
ઉત્તર- હે ગૌતમ ! મારા અંતેવાસી, પૂર્વ દેશોત્પન્ન સર્વાનુભૂતિ અણગાર, જે પ્રકૃતિથી ભદ્ર થાવત્ વિનીત હતા, તે ગોશાલકના તપ-તેજથી ભસ્મીભૂત થઈને ઊંચે ચંદ્ર અને સૂર્ય થાવત્ બ્રહ્મલોક, લાંતક અને મહાશુક્ર કલ્પનું ઉલ્લંઘન કરીને, સહસારકલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે. ત્યાં કેટલાક દેવોની સ્થિતિ અઢાર સાગરોપમની કહી છે. સર્વાનુભૂતિ દેવની સ્થિતિ પણ અઢાર સાગરોપમની છે. તે સર્વાનુભૂતિ દેવ, ત્યાંનું આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય કરીને, ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાંથી સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. સુનક્ષત્ર અણગારની ગતિ:८२ एवं खलु देवाणुप्पियाणं अंतेवासी कोसलजाणवए सुणक्खत्ते णामं अणगारे