________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
૨૪૩]
तएणं सा रेवई गाहावइणी सीहस्स अणगारस्स अंतियं एयमटुं सोच्चा णिसम्म हतुट्ठा जेणेव भत्तघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता पत्तगंमोएइ, पत्तगंमोएत्ता जेणेव सीहे अणगारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहस्स अणगारस्स पडिग्गहगंसितंसव्वं सम्मं णिस्सिरइ । तएणं तीए रेवईए गाहावइणीए तेणं दव्वसुद्धेणं जावदाणेणं सीहे अणगारे पडिलाभिए समाणे देवाउए णिबद्धे,जहा विजयस्स जावसुलद्धे माणुस्सए जम्म जीवियफले रेवईए गाहावइणीए। ભાવાર્થઃ- ત્યાર પછી રેવતી ગાથાપત્નીએ સિંહ અણગારની વાત સાંભળીને આ પ્રમાણે કહ્યું- હે સિંહ મુનિરાજ! એવા કોણ જ્ઞાની અને તપસ્વી છે કે જેણે મારી આ ગુપ્ત વાત જાણી અને તમને કહી અને તેથી તમે તે જાણો છો? તેના ઉત્તરમાં શતક૨/૧માં અંધકના અધિકારના વર્ણન અનુસાર જાણવું અર્થાત્ ભગવાનના કહેવાથી હું જાણું છું, એ પ્રમાણે સિંહ અણગારે કહ્યું. સિંહ અણગારની વાત સાંભળીને રેવતી ગાથાપત્ની અત્યંત હર્ષિત અને સંતુષ્ટ થઈ અને રસોડામાં જઈને પાત્ર ખોલીને, સિંહ અણગાર પાસે આવીને સિંહ અણગારના પાત્રમાં સંપૂર્ણ પાક વહોરાવી દીધો. આ રીતે દ્રવ્યશુદ્ધિ, દાયકશુદ્ધિ અને પાત્રશુદ્ધિપૂર્વકના દાનથી સિંહ અણગારને પ્રતિલાભિત કરવાથી રેવતી ગાથાપત્નીએ દેવનું આયુષ્ય બાંધ્યું. શેષ કથન આ શતકમાં કથિત વિજય ગાથાપતિની સમાન છે(તેને ઘેર પણ પાંચ દિવ્ય પ્રગટ થયા) યાવતુ રેવતીએ જન્મ અને જીવનના ફળને પ્રાપ્ત કર્યું છે એ પ્રમાણે ઉદ્ઘોષણા થઈ. પ્રભુનું રોગોપશમન - ८० तएणंसेसीहेअणगारेखईएगाहावइणीए गिहाओपडिणिक्खमइ, पडिणिक्खमित्ता मेढियगामंणयरं मज्झंमज्झेणं णिग्गच्छइ,णिग्गच्छित्ता जहागोयमसामी जावभत्तपाणं पडिदंसेइ, पडिदसित्ता समणस्स भगवओमहावीरस्स पाणिसितंसव्वं संमंणिस्सिरइ। तएणंसमणे भगवंमहावीरे अमुच्छिए जावअणज्झोववण्णे बिलमिवपण्णगभूएणं अप्पाणेणं तमाहार सरीरकोटुगसि पक्खिवइ । तएणं समणस्स भगवओ महावीरस्स तमाहार आहारियस्स समाणस्स से विपुले रोगायंके खिप्पामेव उवसमं पत्ते, हटे जाए, आरोग्गे, बलियसरीरे । तुट्ठा समणा, तुट्ठाओ समणीओ, तुट्ठा सावया, तुट्ठाओ सावियाओ, तुट्ठा देवा, तुट्ठाओ देवीओ, सदेवमणुयासुरे लोए तुढे- 'हटे जाए समणे भगवं महावीरे, हटे जाए समणे भगवं महावीरे' । ભાવાર્થ :- ત્યાર પછી સિંહ અણગાર રેવતી ગાથાપત્નીના ઘરેથી, નીકળીને, મેંઢિક ગ્રામ નગરની મધ્યમાંથી પસાર થઈને, ભગવાનની પાસે આવી, ગૌતમ સ્વામીની જેમ ભગવાનને આહાર-પાણી બતાવ્યા. પછી તે સર્વ આહાર પાણી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના હાથમાં આપ્યા. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ મૂચ્છ રહિત યાવત્ તૃષ્ણા રહિત ભાવે તે આહારને જેમ સર્પ આજુ-બાજુ સ્પર્શ કર્યા વિના સીધો થઈને દરમાં પ્રવેશે તેમ સ્વાદ માટે આહારને મમળાવ્યા વિના શરીરરૂપ કોઠામાં નાખી દીધો. તે આહાર કર્યા પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો તે મહાપીડાકારી રોગ શીધ્ર શાંત થઈ ગયો. તેઓ હૃષ્ટ, રોગરહિત, આરોગ્યવાન અને બલવાન શરીરવાળા થઈ ગયા. તેથી સર્વ શ્રમણ-શ્રમણીઓ,