________________
૨૩૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
तएणं से गोसाले मंखलिपुत्ते आजीवियाणं थेराणं संगारंपडिच्छइ, संगारंपडिच्छित्ता अंबकूणगंएगंतमंते एडेइ । तएणं से अयंपुले आजिवियोवासए जेणेव गोसालेमंखलिपुत्ते तेणेव उवागच्छइ, उवागच्छित्ता गोसालं मंखलिपुत्तं तिक्खुत्तो आयाहिणं पयाहिणं जाव पज्जुवासइ। શદાર્થ:- સંકેતiતમને ગુપ્ત રીતે. ભાવાર્થ - આજીવિક સ્થવિરોએ આ પ્રમાણે કહ્યું ત્યારે અચંપુલ આજીવિકોપાસક હૃષ્ટતુષ્ટ થયો, પોતાની ઉત્થાન શક્તિથી ઉઠીને ખલિપુત્ર ગોશાલક પાસે ગયો. ત્યારે આજીવિક સ્થવિરોએ ગુપ્ત રીતે સાવધાનીથી ગોશાલકને તે આમ્રફળને એકાંતમાં નાંખવાનો સંકેત કર્યો. તેનો સંકેત જાણીને ગોશાલકે આમ્રફળને એક તરફ નાખી દીધું. ત્યાર પછી અયંપુલ આજીવિકોપાસકે ગોશાલક પાસે જઈને મંખલિપુત્ર ગોશાલકને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક યાવત્ પર્યાપાસના કરવા લાગ્યો. ६८ अयंपुला !त्ति गोसाले मंखलिपुत्ते अयंपुलं आजीवियोवासगंएवं वयासी-से णूण अयंपुला !पुव्वरत्तावरत्तकालसमयसि जावजेणेव ममं अंतियंतेणेव हव्वमागए । से णूणं अयंपुला ! अटेसमटे ? हंता अत्थि । तंणो खलु एस अंबकूणए, अंबचोयए णं एसे। किंसठिया हल्ला पण्णत्ता? वंसीमूलसंठिया हल्ला पण्णत्ता । वीणं वाएहि रे वीरगा। वीणं वाएहि रे वीरगा । तएणं से अयंपुले ! आजीवियोवासए गोसालेणं मंखलिपुत्तेणं इमंएयारूवंवागरणं वागरिए समाणे हट्ठतुढे जावहियए गोसालंमंखलिपुत्तं वंदइणमसइ, वदित्ता णमसित्ता पसिणाइपुच्छइ,पुच्छित्ता अट्ठाइंपरियादियइ, परियादियत्ता उठाए उढेइ, उढेत्तागोसाल मखलिपुत्तंवदइणमसइ वदित्ता णमसित्ता जावपडिगए। ભાવાર્થ:- પંખલિપુત્ર ગોશાલકે આજીવિકોપાસક અjપુલને આ પ્રમાણે કહ્યું, હે અયંપુલ ! રાત્રિના પાછલા પ્રહરમાં થાવ તને સંકલ્પ ઉત્પન્ન થયો છે, જેથી તું મારી પાસે આવ્યો છે, શું આ વાત સત્ય છે? “હા, ભગવાન! સત્ય છે.” હે અયંપુલ ! મારા હાથમાં આંબાની ગોઠલી ન હતી, આમ્રફળની છાલ હતી. હે અલંપુલ! શું તને “હલ્લા”નો આકાર જાણવાની ઇચ્છા થઈ હતી? તેનો ઉત્તર એ છે કે- “હલ્લા”નો આકાર વાંસડાના મૂળ જેવો હોય છે. ત્યાર પછી ઉન્માદવશ ગોશાલક કહે છે– “હે વીરા! વીણા વગાડો, હે વીરા ! વીણા વગાડો.” ત્યાર પછી સંખલિપુત્ર ગોશાલક પાસેથી પોતાના પ્રશ્નનો આ પ્રકારનો ઉત્તર સાંભળીને હૃષ્ટતુષ્ટ યાવતુ આનંદિત ચિત્તવાળા અયંપુલે મખલિપુત્ર ગોશાલકને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને અન્ય પ્રશ્ન પૂછ્યા, પ્રશ્ન પૂછીને અર્થ ગ્રહણ કર્યા, અર્થ ગ્રહણ કરીને પોતાની ઉત્થાન શક્તિથી ઊઠીને ગોશાલકને વંદન-નમસ્કાર કરીને ભાવતું પોતાને સ્થાને પાછો ગયો. વિવેચન : -
પ્રસ્તુત સુત્રો આજીવિકોપાસક અચંપલની શ્રદ્ધા-ભક્તિ અને જ્ઞાનમય વિવેકનો પરિચય કરાવે છે. તેમજ આ સૂત્રો ઉપરથી આજીવક મત તથા તેના સ્થાપક ગોશાલકના જીવનના કેટલાક તથ્યો ઉજાગર થાય છે. યથા
| (૧) અચંપલ શ્રદ્ધાળુ હોવા છતાં ગોશાલક અને ભગવાન મહાવીર વચ્ચે ઘટિત થયેલી અને તે