________________
શતક–૧૫: ગોશાલક અધ્યયન
| २33 |
अयंपुला !ति आजीविया थेरा अयंपुलं आजीवियोवासगंएवं वयासी-सेणूणं ते अयंपुला! पुव्वरत्तारवरत्तकाल-समयसि जाव किंसंठिया हल्ला पण्णत्ता? तएणं तव अयंपुला! दोच्चं पि अयमेया रूवे अज्झथिए तं चेव सव्वं भाणियव्वं जावसावत्थि णयरी मझमज्झेणं जेणेव हालाहलाए कुंभकारीए कुंभकारावणे, जेणेव इहं तेणेव हव्वमागए। से णूणं ते अयंपुला ! अढे समढे ? हंता अत्थि ।
जंपिय अयंपुला !तव धम्मायरिए धम्मोवएसएगोसाले मंखलिपुत्ते हालाहलाए कुंभकारीए कुंभकारावर्णसि अंबकूणगहत्थगए जावअंजलिं करेमाणे विहरइ, तत्थ विणं भगवंइमाई अट्ठ चरिमाइंपण्णवेइ,तंजहा- चरिमे पाणे जाव अंतं करिस्सइ । जेविय अयंपुला !तव धम्मायरिए धम्मोवएसए गोसाले मंखलिपुत्ते सीयलएणं मट्टिया पाणएणं जावविहरइ, तत्थ विणं भगवं इमाईचत्तारि पाणगाई,चत्तारि अपाणगाइं पण्णवेइ । से किंतं पाणए ? पाणए चउव्विहे पण्णत्ते जावतओ पच्छा सिज्झइ जावअत करेइ । त गच्छ ण तुम अयपुला ! एसचेव तव धम्मायरिए धम्मोवएसएगोसाले मखलिपुत्ते इम एयारूवं वागरणं वागरित्तएत्ति। ભાવાર્થ - ત્યારે આજીવિક સ્થવિરોએ, આજીવિકોપાસક અચંપુલને લજ્જિત થઈને યાવત્ પાછા જતાં જોઈને આ પ્રમાણે કહ્યું – હે અયંપુલ! અહીં આવ. આજીવિક સ્થવિરોથી સંબોધિત થઈને અચંપુલ તેમની પાસે ગયો. આજીવિક સ્થવિરોને વંદન-નમસ્કાર કરીને તેની સમીપે બેસીને પર્યાપાસના કરવા લાગ્યો. ત્યારે આજીવિક સ્થવિરોએ તેને કહ્યું, હે અપંપૂલ! આજે પાછલી રાત્રિના સમયે તને આ વિચાર ઉત્પન્ન થયો છે કે “હલ્લા”નો આકાર કેવો હોય છે. ત્યાર પછી તે અચંપુલ! તને બીજો આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે મખલિપુત્ર ગોશાલક મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક છે ઇત્યાદિ પૂર્વોક્ત સમસ્ત કથન કરવું યાવતુ તું શ્રાવસ્તી નગરીના મધ્યભાગમાંથી ચાલતો ચાલતો હાલાહલા કુંભારણની દુકાનમાં, ગોશાલક પાસે થઈને આ સ્થાનમાં આવ્યો છે. હે અયંપુલ! શું આ વાત સત્ય છે? અચંપુલે કહ્યું- હા સત્ય છે. હે અયંપુલ! તારા ધર્માચાર્ય, ધર્મોપદેશક મખલિપુત્ર ગોશાલક હાલાહલા કુંભારણની દુકાનમાં આમ્રફળ હાથમાં લઈને યાવત્ મદ્યપાન કરતા ગીતો ગાતા, વારંવાર હાથ જોડીને પ્રાર્થના કરતા વિચરે છે, પરંતુ આ વિષયમાં તેઓએ આઠ ચરમની પ્રરૂપણા કરી છે. યથા- ગોશાલકનું ચરમ પાનક યાવતુ ગોશાલક ચરમ તીર્થકર થઈને સિદ્ધ થશે; સર્વ દુઃખોનો અંત કરશે. તે અત્યંપુલ ! તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, મંખલિપુત્ર ગોશાલક માટી મિશ્રિત શીતળ પાણીથી પોતાના શરીરનું સિંચન કરતાં વિચરે છે. આ વિષયમાં પણ તે ભગવાન(ગોશાલક) ચાર પાનક અને ચાર અપાનકની પ્રરૂપણા કરે છે, ઇત્યાદિ પાનક-અપાનકના સ્વરૂપનું અહીં સંપૂર્ણ કથન કરવું યાવતુ ત્યાર પછી તે સિદ્ધ થાય છે અને સમસ્ત દુ:ખોનો અંત કરે છે. તેથી હે અયંપુલ ! તું જા અને તારા ધર્માચાર્ય ધર્મોપદેશક સંબલિપુત્ર ગોશાલકને તારો પ્રશ્ન પૂછે. ६७ तएणं से अयंपुले आजीवियोवासए आजीविएहि थेरेहिं एवं वुत्ते समाणे हट्ठतुढे उठाए उट्टेइ, उठाए उढेत्ता जेणेव गोसाले मंखलिपुत्तेतेणेव पहारेत्थ गमणाए । तएणं ते आजीविया थेरागोसालस्समखलिपुत्तस्स अबकूणगएडावणट्ठयाए एगंतमतेसंगारंकुव्वति।