________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
૨૩૫ |
સમયે નગરમાં બહુચર્ચિત ઘટનાથી અજાણ હતો. (૨) ગોશાલક અને તેના શ્રમણો વીતરાગ માર્ગની જેમ જ સચિત્તના ત્યાગી હતા અને તેથી જ અયંપુલ ગોશાલકને સચિત્ત કેરી ચૂસતા જોઈને લજ્જિત થઈને પાછો ફરી ગયો. તેની શ્રદ્ધા અશ્રદ્ધામાં પરિવર્તિત થવા લાગી. (૩) ગોશાલકના સ્થવિરો વિચક્ષણ સમયજ્ઞ અને સ્વસંઘ નિષ્ઠાવાળા હતા અને અન્યના મનની વાત જાણવામાં સમર્થ હતા. તેથી જ અચંપુલને પોતાની પાસે બોલાવી અને સમજાવીને ગોશાલક પ્રત્યેની શ્રદ્ધા દઢ કરાવી. (મનની વાત જાણવામાં વિશિષ્ટ મતિ,શ્રત કે અવધિ જ્ઞાન અથવા અજ્ઞાન ક્યારેક સાધનભૂત થાય છે.) (૪) ગોશાલક વાસ્તવમાં સચિત્ત કેરી જ ચૂસતો હતો. સ્થવિરોના ગુપ્તસંકેતથી તે ફેંકી દીધી અને અસત્ય બોલ્યો કે તે કેરીની છાલ ચૂસતો હતો. તે તપાનક નિર્વાણ કાલમાં ગ્રાહ્ય છે. (૫) હલ્લાનો આકાર કહ્યા પછી તરત જ ગોશાલક ઉન્મત્ત બની ગયો અને 'વીણા વગાડો–વીણા વગાડો' તેવો પ્રલાપ કરવા લાગ્યો. આ સમયે અચંપુલને અશ્રદ્ધા ઉત્પન્ન ન થઈ કારણ કે સ્થવિરોએ તેને આઠ ચરમની વાત બરાબર સમજાવી દીધી હતી.
ગોશાલક તેના ઉપાસકો અને અચંપલના વ્યવહારથી સ્પષ્ટ થાય છે કે મિથ્યાત્વી જીવોની શ્રદ્ધા, પ્રરૂપણા અને પ્રવૃત્તિ મિથ્યા જ હોય છે. ગોશાલકની પ્રતિષ્ઠાની અંતિમ ઈચ્છા :६९ तएणं से गोसाले मंखलिपुत्ते अप्पणो मरणं आभोएइ, आभोइत्ता आजीविए थेरे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-तुब्भेणं देवाणुप्पिया !ममंकालगयंजाणित्ता सुरभिणा गंधोदएणं ण्हाणेह, सुरभिणा गंधोदएणंण्हावित्ता पम्हलसुकुमालाए गंधकासाईए गायाई लूहेह, गायाईलूहित्ता सरसेणं गोसीसचंदणेणं गायाइं अणुलिंपह, अणुलिंपित्ता महरिहं हंसलक्खणं पडसाडगंणियंसेह, णियसित्ता सव्वालंकारविभूसियंकरेह, करित्ता पुरिस सहस्सवाहिणि सीयदुरूहेइ, दुरूहित्ता सावत्थीए णयरीए सिंघाडग जावपहेसुमहया महया सद्देणं उग्घोसेमाणा उग्घोसेमाणा एवं वयह- एवं खलु देवाणुप्पिया !गोसाले मंखलिपुत्ते जिणे,जिणप्पलावी जावजिणसद्द पगासेमाणे विहरित्ता इमीसे ओसप्पिणीए चउवीसाए तित्थयराणंचरिमे तित्थयरे सिद्धे जावसव्वदुक्खप्पहीणे, इड्डिसक्कारसमुदए णं मम सरीरगस्स णीहरणं करेह । तएणं ते आजीविया थेरा गोसालस्स मंखलिपुत्तस्स एयमटुंविणएणं पडिसुणेति। શબ્દાર્થ-નિયંસેદ પહેરાવજો જીદર = કાઢજો મોડું = જાણીને યાદું ભૂદેદ-ગાત્રોને લૂછજો. ભાવાર્થ:- મખલિપુત્ર ગોશાલકે પોતાનો મરણ-કાલ નિકટ જાણીને આજીવિક સ્થવિરોને પોતાની પાસે બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! જ્યારે હું કાલધર્મ પામ્યો છું તેવી તમોને ખબર પડે ત્યારે સુગંધિત ગંધોદકથી મને સ્નાન કરાવજો, મુલાયમ સુગંધી ઉપવસ્ત્ર-ટુવાલથી મારા શરીરને લૂછજો, ગાત્રોને લૂછીને સરસ ગોશીર્ષ ચંદનનો શરીર પર લેપ કરજો, હંસના ચિહ્નયુક્ત મહામૂલ્યવાન પટશાટક- વસ્ત્ર પહેરાવજો, સર્વ અલંકારોથી વિભૂષિત કરજો, ત્યાર પછી હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકામાં બેસાડજો. શિબિકામાં બેસાડીને શ્રાવસ્તી નગરીના શૃંગાટક આદિ માર્ગોમાં તેમજ રાજમાર્ગોમાં ઉચ્ચ સ્વરથી