________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
૨૨૯
(૧૬) સંભક્તર. પાપ પ્રચ્છાદન માટે ગોશાલકની કલ્પિત પ્રરૂપણા - ५८ जंपिय अज्जो !गोसाले मंखलिपुत्ते हालाहलाए कुंभकारीएकुंभकारावणंसि अबकूणगहत्थगए, मज्जपाणं पियमाणे, अभिक्खणं जावअंजलिकमकरेमाणे विहरइ, तस्स वि य णं वज्जस्स पच्छादणट्ठयाए इमाइं अट्ठचरिमाइंपण्णवेइ,तं जहा- चरिमे पाणे, चरिमे गेये, चरिमेणट्टे,चरिमे अंजलिकम्मे, चरिमे पोक्खलसंवट्टए महामेहे, चरिमे सेयणए गंधहत्थी, चरिमेमहासिलाकंटए संगामे, अहंचणंइमीसे ओसप्पिणीए चउवीसाए तित्थयराणं चरिमे तित्थयरे सिज्झिस्सं जाव अंतं करेस्सं ति ।
जंपिय अज्जो !गोसाले मंखलिपुत्तेसीयलएणं मट्टियापाणएणं आयंचणिउदएणं गायाइं परिसिंचमाणे विहरइ । तस्स वि यणं वज्जस्स पच्छादणट्ठयाए इमाईचत्तारि पाणगाईचत्तारि अपाणगाइंपण्णवेइ । શબ્દાર્થ -વનપછાવણકુથાર -દોષોને ઢાંકવાને માટે. ભાવાર્થ:- હે આર્યો! મખલિપુત્ર ગોશાલક, હાલાહલા કુંભારણની દુકાનમાં, હાથમાં આમ્રફળ ચૂસતો, મદ્યપાન કરતો યાવત વારંવાર હાથ જોડીને પ્રાર્થના કરતો રહ્યો અને પોતાના દોષોને ઢાંકવા માટે આ આઠ ચરમ” વસ્તુઓની પ્રરૂપણા કરવા લાગ્યો. યથા– (૧) ચરમ પાન(પીણાં) (ર) ચરમ ગાન (૩) ચરમ નાટય (૪) ચરમ અંજલિકર્મ (૫) ચરમ પુષ્કલ-સંવર્તક મહામેઘ (૬) ચરમ સેચનક ગંધહસ્તી (૭) ચરમ મહાશિલા કંટક સંગ્રામ અને (૮) હું (મખલિપુત્ર ગોશાલક) આ અવસર્પિણી કાલમાં ચોવીસ તીર્થકરોમાંથી ચરમ તીર્થંકરપણે સિદ્ધ થઈશ યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરીશ.
હે આર્યો! મખલિપુત્ર ગોશાલક માટીના પાત્રમાં રહેલા માટી મિશ્રિત શીતળ પાણીથી પોતાના શરીરનું સિંચન કરવા લાગ્યો અને તે પાપને છુપાવવા માટે ચાર પ્રકારના પાનક સાધુને ઉપયોગમાં લેવા યોગ્ય અને ચાર પ્રકારના અપાનક પીવા યોગ્ય નથી પરંતુ દાહોપશમન માટે યોગ્ય છે તેવી પ્રરૂપણા કરવા લાગ્યો. વિવેચન : -
પ્રસ્તુત સુત્રમાં પોતાના પાપને છુપાવવા માટે ગોશાલકે કરેલી કપોલકલ્પિત પ્રરૂપણાઓ નિદર્શિત
છે.
સમક્ર માડું-ચરમ એટલે અંતિમ. ગોશાલકે આઠ પ્રકારના ચરમની પ્રરૂપણા કરી. તેણે મૂકેલી તેજોલેશ્યા જ્યારે તેના જ શરીરમાં પ્રવેશી ગઈ ત્યારે તે અસહ્ય પીડાથી ઉન્મત્ત બની, શાતા માટે મદ્યપાનાદિ કરવા લાગ્યો. પોતાની આ(૧ થી ૪) મધપાન, બાન, નાટ્ય, અંજલીકર્મ જેવી પાપ ક્રિયાને તત્ત્વમાં ખપાવતા તેણે આઠ ચરમની વાત વહેતી મૂકી. દાહોપશમન માટે જલસિંચન કે મદ્યપાન કરું છું તેમ ન કહેતા તેણે પ્રરૂપણા કરી કે જિનેશ્વર જ્યારે મોક્ષે પધારવાના હોય ત્યારે આ ચાર ક્રિયા ચરમરૂપે અવશ્ય કરે છે અને પોતે જિન હોવાથી નિર્વાણ પામવાનો છે તે પ્રગટ કરવા પૂર્વોક્ત ચારે ક્રિયા હવે પછી (નિર્વાણ