________________
| ૨૩૦
શ્રી ભગવતી સત્ર-૪
પામ્યા પછી) ક્યારે ય કરવાનો નથી માટે તે ચારે ય ચરમ છે, તેમ કહી પ્રચાર કરવા લાગ્યો.
(૫) પુષ્કલ સંવર્તક નામનો મહામેઘ પ્રલયકાળના અંતે થાય છે. (૬) સેચનક ગંધહસ્તિ દ્વારા યુદ્ધમાં અંતિમ વિજય નિશ્ચિત છે. (૭) મહાશિલા કંટક સંગ્રામ પણ યુદ્ધના અંતે જ થાય છે. ત્યાર પછી સંગ્રામ થતો નથી. આ રીતે તે સર્વ ચરમ પદ વાચ્ય છે. પુષ્કલ સંવર્તક આદિ ત્રણ ચરમનું કથન અહીં અપ્રાસંગિક છે. તેમ છતાં ચરમની સમાનતા બતાવવા માટે, પોતાના દોષ છુપાવવા માટે, પોતાને અતિશય જ્ઞાની પ્રગટ કરવા માટે તથા જન-ચિત્ત રંજન માટે તેને ચરમરૂપે કહ્યા છે. જેથી પૂર્વોક્ત ચાર ક્રિયાને લોકો સરળતાથી સ્વીકારે. (૮) આઠમા ચરમમાં સ્વયં પોતાને ચરમ તીર્થકર કહ્યા છે. તે ચરમ ઉપરાંત પોતાની ગાત્રસિંચન રૂપ પાપ પ્રવૃત્તિને છુપાવવા માટે ચાર પ્રકારના પાનક અને અપાનકની પ્રરૂપણા કરી છે. પાનક-અપાનક:५९ से किं तं पाणए ? पाणए चउविहे पण्णत्ते, तं जहा- गोपुट्ठए, हत्थमद्दियए, आयवतत्तए सिलापब्भट्ठए । सेतं पाणए। ભાવાર્થ - પ્રશ્ન- પાનક શું છે?
ઉત્તર- સાધુને યોગ્ય જલરૂપ પાનકના ચાર પ્રકાર છે. યથા– (૧) ગાય આદિ પશુઓથી સ્પર્શિત, પશુઓના ચાલવાથી ડહોળાયેલું પાણી (૨) હસ્ત મર્દિત- હાથ ધોયેલું ડહોળું પાણી (૩) આતપતપ્તસૂર્યના તાપથી ગરમ થયેલું પાણી (૪) શિલાપભ્રષ્ટ– શિલા ઉપરથી કે છત ઉપરથી પડેલું પાણી. આ ચાર પ્રકારના પાનક(પાણી) સાધુને ઉપયોગમાં લેવા યોગ્ય પાણી છે. ६० सेकिंतं अपाणए? अपाणए चउविहे पण्णत्ते,तंजहा- थालपाणए तयापाणए सिंबलिपाणए,सुद्धपाणए। ભાવાર્થ :- પ્રશ્ન- અપાનક શું છે? ઉત્તર– અપાનકના ચાર પ્રકાર છે. યથા- (૧) સ્થાલ પાનક (૨) ત્વમ્ પાનક (૩) સિંબલી પાનક (૪) શુદ્ધ પાનક. ६१ से किंतंथालपाणए? थालपाणए-जंणंदाथालगंवा दावारगंवा दाकुंभगंवा दाकलसवासीयलगउल्लगहत्थेहिं परामुसइ,ण य पाणियपियइ । सेतथालपाणए। ભાવાર્થ-પ્રશ્ન- Dાલ પાનકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-પાણીથી ભીંજાયેલો થાળ, પાણીથી ભીંજાયેલું બારક(માટીનું નાનું વાસણ), પાણીથી ભીંજાયેલો મોટો ઘડો, પાણીથી ભીંજાયેલો કળશ હોય, તેને ભીના હાથથી સ્પર્શ કરે પણ પીવે નહીં, તેને સ્થાલ-પાનક કહે છે. ६२ से किंतंतयापाणए ? तयापाणए जणं अंबंवा अंबाडगंवा जहा पओगपए जाव बोर वा तिंदुरुयं वा तरुणगंवा, आमगंवा आसगसि आवीलेइ वा पविलेइ वा, ण य पाणिय पियइ, सेत तयापाणए। ભાવાર્થ:- પ્રશ્ન- ત્વક્ પાનક(વૃક્ષાદિની છાલનું પાણી)નું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– આમ્ર, અમ્બાડગ ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના ૧૬માં પ્રયોગ-પદ કથિત ફળો વાવ, બોર,