________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
| २२७ ।
अटेहि य हेऊहि य कारणेहि य णिप्पट्टपसिण-वागरणं करेंति । ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રમણ નિગ્રંથો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરીને મંખલિપુત્ર ગોશાલક પાસે ગયા અને ત્યાં જઈને ગોશાલકની સાથે ધર્મ સંબંધી પ્રતિશોધના–તેના મતથી પ્રતિકૂળ વચન, વાદવિવાદ કર્યો, પ્રતિસારણા–તેના મતથી પ્રતિકૂળ અથેનું સ્મરણ કરાવ્યું તથા તેના મતનું ખંડન કર્યું અને અર્થ, હેતુ તથા કારણ આદિ દ્વારા તેને નિરુત્તર કયો. ગોશાલકના શ્રમણોનું પ્રભુના શરણે આગમન - ५५ तएणं से गोसाले मंखलिपुत्ते समणेहिं णिग्गंथेहिं धम्मियाए पडिचोयणाए पडिचोइज्जमाणे जावणिप्पट्ठपसिणवागरणे कीरमाणे आसुरुत्ते जावमिसिमिसेमाणे णो संचाएइ समणाणं णिग्गंथाणंसरीरगस्स किंचि आबाहवा वाबाहं वा उप्पाएत्तए, छविच्छेय वाकरेत्तए । तएणं ते आजीविया थेरा गोसालंमंखलिपुत्तंसमणेहिं णिग्गंथेहिं धम्मियाए पडिचोयणाए पडिचोएज्जमाणं, धम्मियाए पडिसारणाए पडिसारिज्जमाणं, धम्मिएणं पडोयारेण य पडोयारेज्जमाणं, अद्वेहि य हेऊहि य णिप्पट्ट पसिण-वागरणं करेमाणं, आसुरुत्तं जावमिसिमिसेमाणं समणाणं णिग्गंथाणं सरीरगस्स किंचि आबाहं वा वाबाहं वा छविच्छेयं वा अकरेमाणं पासंति, पासित्ता गोसालस्स मंखलिपुत्तस्स अंतियाओ आयाए अवक्कमति, अवक्कमित्ता जेणेव समणे भगवं महावीरेतेणेव उवागच्छति, तेणेव उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेंति करेत्ता वदइ णमसइ, वदित्ता णमसित्ता समण भगवं महावीर उवसपज्जित्ता ण विहरति, अत्थेगइया आजीविया थेरा गोसालं चेव मंखलिपुत्तं उवसंपज्जित्ता णं विहरति । ભાવાર્થ:- શ્રમણ નિગ્રંથોએ ધર્મચર્ચા દ્વારા તેને વાદ વિવાદમાં પરાજિત કર્યો અને અર્થ, હેતુ, વ્યાકરણ તથા પ્રશ્નોથી નિરુત્તર કર્યો ત્યારે ગોશાલક અત્યંત કુપિત થયો, યાવત ક્રોધથી અત્યંત પ્રજ્વલિત થયો, પરંતુ શ્રમણ નિગ્રંથોના શરીરને અલ્પ પીડા, વિશેષ પીડા તથા અવયવ છેદ કરવામાં સમર્થ ન થયો. જ્યારે આજીવિક સ્થવિરોએ(ગોશાલકના શિષ્યોએ) આ જોયું કે શ્રમણ નિગ્રંથો દ્વારા ધર્મ સંબંધી પ્રેરણા પ્રતિસારણા અને મતના ખંડનથી તથા અર્થ, હેતુ, વ્યાણ અને પ્રશ્નોત્તરથી ગોશાલકને નિરુત્તર કરાયો છે, જેથી ગોશાલક અત્યંત કુપિત યાવત ક્રોધથી ધમધમી રહ્યો છે, પરંતુ શ્રમણ નિગ્રંથોના શરીરને અલ્પ પીડા, વિશેષ પીડા અને અવયવ છેદ કરી શક્યો નથી, ત્યારે આ પ્રમાણે જોઈને કેટલાક આજીવિક શ્રમણો મખલિપુત્ર ગોશાલક પાસેથી સ્વયં નીકળી ગયા; નીકળીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે આવીને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું શિષ્યત્વ સ્વીકારીને રહેવા લાગ્યા અને કેટલાક આજીવિક સ્થવિરો, મખલિપુત્ર ગોશાલકની સાથે જ રહ્યા. गोशालनी हुईशा :५६ तएणं से गोसाले मंखलिपुत्ते जस्सट्ठाए हव्वमागए तमटुं असाहेमाणे, रुंदाई