________________
[ ૨૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
શ્રમણોને ગોશાલક સાથે ધર્મચર્ચા કરવાનો આદેશ - ५३ अज्जो !त्तिसमणे भगवं महावीरे समणे णिग्गंथे आमंतित्ता एवं वयासी- अज्जो से जहाणामए तणरासी इवा कट्टरासी इवा पत्तरासी इवा तयारासी इवा तुसरासी इवा भुसरासी इ वा गोमयरासी इ वा अवकररासी इ वा अगणिझामिए अगणिझूसिए अगणिपरिणामिए हयतेए गयतेए णटुतेए भट्टतेए लुत्ततेए विण?तेए । एवामेव गोसाले मंखलिपुत्ते मम वहाए सरीरगसितेयं णिसिरेत्ता हयतेए गयतेए जावविणट्ठतेए जाए । तं छंदेणं अज्जो !तुब्भेगोसालंमंखलिपुत्तं धम्मियाए पडिचोयणाए पडिचोएह, पडिचोएत्ता धम्मियाए पडिसारणाएपडिसारेह,पडिसारित्ता धम्मिएणं पडोयारेण पडोयारेह, पडोयारेत्ता अट्ठेहि य हेऊहि य पसिणेहि यवागरणेहि य कारणेहि य णिप्पट्ठपसिण-वागरण करेह । ભાવાર્થ:- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ શ્રમણ નિગ્રંથોને સંબોધિત કરીને કહ્યું- હે આર્યો ! જે રીતે ઘાસનો ઢગલો, લાકડાનો ઢગલો, પાંદડાનો ઢગલો, છાલનો ઢગલો, ફોતરાનો ઢગલો, ભૂસાનો ઢગલો, છાણાંનો ઢગલો અથવા કચરાનો ઢગલો અગ્નિનો સ્પર્શ પામે છે, અગ્નિથી સેવિત થાય છે, અગ્નિથી પરિણામાંતરને પામે છે અર્થાત્ તે ઢગલા અગ્નિથી બળી જાય છે; ત્યારે તે અગ્નિનું તેજ હણાય જાય છે, તે અગ્નિ તેજ રહિત થાય છે, તેનું તેજ નષ્ટ, ભ્રષ્ટ(અવ્યક્ત) લુપ્ત અને સંપૂર્ણપણે વિનષ્ટ થઈ જાય છે. તે જ રીતે મખલિપુત્ર ગોશાલકે મારા વધને માટે પોતાના શરીરમાંથી તેજોવેશ્યા બહાર કાઢી હતી. હવે તેનું તેજ(નષ્ટ) થઈ ગયું છે યાવત તેનું તેજ નષ્ટ, વિનષ્ટ થઈ ગયું છે. હે આર્યો! તેથી હવે તમે તમારી ઇચ્છાનુસાર ગોશાલકની સાથે ધર્મચર્ચા કરો. ધર્મચર્ચા-વાદવિવાદ કર્યા પછી પ્રતિસ્મારણા- તેને વિસ્તૃત અર્થની સ્મૃતિ કરાવો, તેના સિદ્ધાંતોનું ખંડન કરો અને અર્થ, હેતુ, પ્રશ્ન, વ્યાકરણ અને કારણો દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર ન આપી શકે, તે રીતે તેને નિરુત્તર કરો. વિવેચન : -
ભગવાને પહેલાં ગોશાલક સાથે ધાર્મિક ચર્ચા અને પ્રશ્નોત્તર આદિ કરવાનો નિષેધ કર્યો હતો કારણ કે તે સમયે ગોશાલકને પોતાની તેજલબ્ધિનો અહંકાર હતો. અહંકારમાં અંધ બનેલી વ્યક્તિ સાથે કરેલી કોઈપણ વાતચીત કે હિત શિક્ષા, કે પ્રેરણા વ્યર્થ જાય છે. જ્યારે હવે તેજોવેશ્યાનો પ્રભાવ નષ્ટ થઈ ગયો ત્યારે પ્રભુએ ગોશાલકની સાથે ધર્મચર્ચા આદિ કરવાની છૂટ આપી. જેથી ગોશાલકના મતાનુયાયી અનેક સાધુઓ, ઉપાસકો તેના મતનો ત્યાગ કરીને સત્યને સમજી શકે અને સત્યનો સ્વીકાર કરી શકે. અહીં પ્રભુનું જ્ઞાન સામર્થ્ય તેમ જ વ્યવહાર શુદ્ધિ પ્રગટ થાય છે. ધર્મ-ચર્ચામાં ગોશાલકનો પરાજયઃ५४ तएणं ते समणा णिग्गंथा समणेणं भगवया महावीरेणं एवं वुत्ता समाणा समणं भगवमहावीरंवदइ णमंसइ, वंदित्ता णमंसित्ता जेणेव गोसालेमंखलिपुत्तेतेणेव उवागच्छति, तेणेव उवागच्छित्ता गोसालंमंखलिपुत्तं धम्मियाए पडिचोयणाए पडिचोएंति, पडिचोएत्ता धम्मियाए पडिसारणाए पडिसारैति, पडिसारेत्ता धम्मिएणंपडोयारेणंपडोयाति, पडोयारित्ता