________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
૨૨૫ |
सोलस वासाइंजिणे सुहत्थी विहरिस्सामि, तुमंणंगोसाला !अप्पणा चेव सएणं तेएणं अण्णाइटेसमाणेअंतोसत्तरत्तस्स पित्तज्जरपरिगयसरीरे जावछउमत्थेचेवकालंकरिस्ससि। શદાર્થ-અખાદ્દે = અનાદિષ્ટ, અભિવ્યાપ્ત, પરાભૂત વાહવત -દાહની પીડાથીfપત્તજ્જર પરિયસર = જેના શરીરમાં પિત્ત જ્વર વ્યાપ્ત થઈગયો છે તે સુહસ્થી શ્રેષ્ઠ હાથી, ગંધહસ્તી સમાન. ભાવાર્થ:- આ રીતે મંખલિપુત્ર ગોશાલક પોતાની જ તેજોલેશ્યાથી પરાભવને પ્રાપ્ત થયો, ત્યારે તેણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને કહ્યું- હે આયુષ્યમનું કાશ્યપ ! મારી તપોજન્ય તેજોલેશ્યાથી પરાભૂત થયેલા તમે પિત્ત જ્વર યુક્ત શરીરવાળા થઈને છ માસને અંતે દાહની પીડાથી છદ્મસ્થ અવસ્થામાં જ મરી જશો. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગોશાલકને આ પ્રમાણે કહ્યું- હે ગોશાલક!તારી તપોજન્ય તેજોલેશ્યાથી પરાભવને પ્રાપ્ત થઈને હું છ માસના અંતે યાવત્ કાલધર્મને પ્રાપ્ત થઈશ નહીં. પરંતુ હજુ હું તો બીજા સોળ વર્ષ સુધી જિન અવસ્થામાં ગંધહસ્તીની સમાન વિચરીશ. હે ગોશાલક! તું સ્વયં તારી જ તેજોલેશ્યાથી પરાભવને પ્રાપ્ત કરીને સાત રાત્રિના અંતે પિત્ત-જ્વરથી પીડિત થઈને યાવતુછદ્મસ્થ અવસ્થામાં જ કાલધર્મને પ્રાપ્ત કરીશ. વિવેચન : -
પ્રભુ પર ગોશાલકની તેજોવેશ્યાની કોઈ અસર ન થઈ ત્યારે ગોશાલક ખિન્ન થઈ ગયો, તે સ્વતઃ સમજી ગયો કે પ્રભુની અનંત શક્તિ સામે મારી લબ્ધિ અત્યંત ન્યૂનતમ છે. તેમ છતાં તેના અંતરમાં રહેલી વેર-વિરોધની દુર્ભાવના પ્રજ્વલિત હતી. તેથી તેણે શબ્દોના પ્રહાર ચાલુ રાખ્યા અને છ માસમાં ભગવાનના મૃત્યુની મિથ્યા આગાહી કરી દીધી. તેના પ્રત્યુત્તરરૂપે પ્રભુએ વીતરાગભાવે સાતમા દિવસે ગોશાલકના મરણની વાસ્તવિકતા પ્રગટ કરી.
આ ઘટના સમયે પ્રભુની કેવલી પર્યાય ૧૪ વર્ષની થઈ હતી અને ૧૬ વર્ષ કેવલ પર્યાયના અવશેષ રહ્યા હતા. તેથી આ ઘટના દિવસથી પ્રભુનું સોળ વર્ષનું આયુષ્ય બાકી હતું. જન ચર્ચા - ५२ तएणंसावत्थीएणयरीए सिंघाडग जावपहेसुबहुजणोअण्णमण्णस्स एवमाइक्खइ जावएवं परूवेइ एवं खलु देवाणुप्पिया !सावत्थीए णयरीए बहिया कोट्ठए चेइए दुवे जिणा संलवंति, एगे वयइ-तुमं पुट्विं कालं करिस्ससि, एगे वयइ तुमं पुव्वि कालं करिस्ससि, तत्थ णं के पुण सम्मावाई के पुण मिच्छावाई? तत्थ णंजे से अहप्पहाणेजणे सेवयइ-समणे भगवं महावीरे सम्मावाई,गोसाले मंखलिपुत्ते मिच्छावाई। ભાવાર્થ - ત્યાર પછી શ્રાવસ્તી નગરીમાં શૃંગાટક આદિ માર્ગમાં તેમજ રાજમાર્ગમાં અનેક મનુષ્યો આ પ્રમાણે કહેવા લાગ્યા યાવતુ પ્રરૂપણા કરવા લાગ્યા- “હે દેવાનુપ્રિયો ! શ્રાવસ્તી નગરીની બહાર કોષ્ટક ઉદ્યાનમાં બે જિન પરસ્પર વાતચીત કરે છે, તેમાંથી એક કહે છે કે તું પહેલા કાલધર્મ પામીશ” અને બીજો કહે છે કે, “તું પહેલા મરી જઈશ.” કોણ જાણે કે આ બંનેમાં કોણ સત્યવાદી છે અને કોણ મિથ્યાવાદી છે?” તે લોકોમાં સત્ય સમજનારા લોકો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને સત્યવાદી અને સંખલિપુત્ર ગોશાલકને મિથ્યાવાદીરૂપે કહેવા લાગ્યા.