________________
૨૨૪ |
શ્રી ભગવતી સૂત્ર-૪
महावीरेणंएवं वुत्तेसमाणेआसुरत्तेजावतेयासमुघाएणंसमोहण्णइ,समोहणित्ता सत्तट्ठ पयाई पच्चोसक्कइ, पच्चोसक्कित्तासमणस्स भगवओमहावीरस्सवहाए सरीरंगसितेयंणिसिरइ।
से जहाणामए वाउक्कलिया इ वा वायमंडलिया इ वा; सेलसिवा कुड्डेसि वा थंभंसि वा थू सि वा आवरिज्जमाणी वाणिवारिज्जमाणी वा साणंतत्थ णो कमइ, णो पक्कमइ, एवामेव गोसालस्स वि मंखलिपुत्तस्सतवेतेए समणस्स भगवओ महावीरस्स वहाए सरीरगसि णिसिद्धेसमाणे सेणं तत्थ णो कमइ, णो पक्कमइ, अचियचिय करेइ, करित्ता आयाहिणपयाहिणं करेइ, करित्ता उड्ढ वेहास उप्पइए; से णं तओ पडिहए पडिणियत्तेसमाणेतमेवगोसालस्समखलिपुत्तस्ससरीरगंअणुडहमाणे अणुडहमाणे अंतो अंतो अणुप्पवितु। ભાવાર્થ - પોતાના તપ-તેજથી સુનક્ષત્ર અણગારને પરિતપ્ત કરીને, ગોશાલક પુનઃ (ત્રીજી વાર) અનેક પ્રકારના અનુચિત વચનો દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પર આક્રોશ કરવા લાગ્યો, યાવત્ “આજે મારાથી તારું શુભ થવાનું નથી.” ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ મખલિપુત્ર ગોશાલકને આ પ્રમાણે કહ્યું- હે ગોશાલક ! જે કોઇ વ્યક્તિ તથારૂપના શ્રમણ અથવા માહણની પાસે એક પણ ધાર્મિક વચનનું શ્રવણ કરે છે, તે વ્યક્તિ તેને વંદના નમસ્કાર કરી પર્યાપાસના કરે છે. હે ગોશાલક! તારાવિષયમાં તો કહેવું જ શું? મેં તને પ્રવ્રજિત કર્યો યાવતુ મેં તને બહુશ્રુત બનાવ્યો, હવે તું મારી સાથે વિરુદ્ધ આચરણ કરી રહ્યો છે! હે ગોશાલક ! આ પ્રમાણે ન કર. આ પ્રમાણે કરવું તને યોગ્ય નથી. હે ગોશાલક તું તે જ છો, અન્ય નથી.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું ત્યારે ગોશાલક અત્યંત કુપિત થયો. તેણે સાત-આઠ કદમ પાછળ હટીને તૈજસુ સમુઘાત કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારવા માટે તેમના શરીર ઉપર તેજોવેશ્યા ફેંકી.
જે રીતે વાતોત્કલિકા(અટકી-અટકીને વહેતો વાયુ) અને મંડલાકાર વાયુ પર્વત, ભીંત, સ્તંભ અથવા સુપ દ્વારા અલિત અને નિવૃત્ત થઈ જાય છે, પરંતુ તેને પાડી નાંખવામાં સમર્થ કે વિશેષ સમર્થ થતો નથી, તે જ રીતે મખલિપુત્ર ગોશાલકની બહાર કાઢેલી તપોજન્ય તેજોવેશ્યા શ્રમણ ભગવાન મહાવીરના શરીર પર ફેંકવા છતાં તેમના શરીર પર આક્રમક કે વિશેષ આક્રમક ન થઈ પરંતુ તે ગોળ ચક્કર ફરવા લાગી અને પ્રભુની પ્રદક્ષિણા કરી આકાશમાં ઊંચે ગઈ. ત્યાર પછી નિષ્ક્રિય થયેલી અને પાછી ફરેલી તે તેજોવેશ્યા મંખલિપુત્ર ગોશાલકના શરીરને દઝાડતી દઝાડતી, અંતે તેના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગઈ. બંનેનું પરસ્પર ભાવિ કથન - ५१ तएणं से गोसाले मंखलिपुत्ते सएणं तेएणं अण्णाइट्ठे समाणे समणं भगवं महावीर एवं वयासी-तुमंणं आउसो कासवा ! ममंतवेणं तेएणं अण्णाइडे समाणे अंतो छण्हं मासाणं पित्तज्जरपरिगयसरीरे दाहवक्कंतीए छउमत्थे चेव कालं करेस्ससि । तएणं समणे भगवं महावीरे गोसालं मखलिपुत्तं एवं वयासी- णो खलु अहं गोसाला !तव तवेणं तेएणं अण्णाइडे समाणे अंतो छह मासाणं जावकालं करिस्सामि, अहंणं अण्णाई