________________
[ ૨૧૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
પ્રકારે પૃચ્છા કરી છે– (૧) તે જેમ બોલે તેમ કરી શકે છે? (૨) તેમ કરવાનો તેનો વિષય છે, અર્થાત્ તેની પાસે તથા પ્રકારની શક્તિ છે? (૩) તેમ કરી શકવાનું તેનું સામર્થ્ય છે?
પ્રભુએ ત્રણ પ્રકારના પ્રશ્નોનો હકારાત્મક ઉત્તર આપ્યો છે અને તેની સાથે એ પણ સ્પષ્ટતા કરી છે કે તેનાથી પણ અણગારોનું, સ્થવિરોનું અને તીર્થકર ભગવંતોનું સામર્થ્ય ક્રમશઃ અનંત-અનંત ગણુ હોય છે. પરંતુ શ્રમણ નિગ્રંથો વગેરે ક્ષમાના ભંડાર હોય છે; તેથી તેઓ અન્યને પીડાજનક લબ્ધિનો પ્રયોગ કયારે ય કરતા નથી. રિયાવળિયં પુખ વના :- તીર્થકર ભગવંતોના શરીરમાં શાંત રસના પરમાણુ પુદ્ગલો અને તેમના આત્માનો પ્રકૃષ્ટ પુણ્યપ્રભાવ (અતિશય) હોય છે, તેમજ તેઓ નિરૂપક્રમી આયુષ્યવાળા હોય છે. તેથી તેમને કોઈ બાળીને ભસ્મીભૂત કરી શકતા નથી. ખરેખર તો તીર્થકરની ચારે બાજુ આવા ઉપદ્રવો થતાં જ નથી. અનંત કાળમાં કયારેક તેવું બને તો તે લોકમાં આશ્ચર્ય ભૂત ઘટના ગણાય છે.
તીર્થકરોનું દારિક શરીર હોવાથી તે વિકટ તેજલબ્ધિથી તેમના શરીરને કિંચિત પરિતાપના થાય છે. તે પણ કાલાંતરે શાંત થઈ જાય છે. અMIRI[, થેરાન – અણગાર એટલે સામાન્ય સાધુ. સ્થવિર એટલે (૧) વરસના વયસ્થવિર (૨) ૨૦ વર્ષની દીક્ષા પર્યાયવાળા પર્યાય સ્થવિર (૩) સ્થાનાંગ સૂત્ર અને સમવાયાંગસૂત્રના જ્ઞાતા શ્રુત સ્થવિર. પ્રસ્તુત સૂત્રમાં અણગારની શક્તિથી સ્થવિરઓની શક્તિ વધારે દર્શાવી છે. શ્રમણોને ગોશાલકથી સાવધાન રહેવાની સૂચના -
३९ तंगच्छ णं तुम आणंदा ! गोयमाईणं समणाणं णिग्गंथाणं एयमटुं परिकहेहिमाणंअज्जो !तुब्भंकेइ गोसालमखलिपुत्तं धम्मियाए पडिचोयणाए पडिचोएउ, धम्मियाए पडिसारणाए पडिसारेउ, धम्मिएणं पडोयारेणं पडोयारेउ, गोसालेणं मंखलिपुत्ते समणेहिं णिग्गंथेहि मिच्छं विपडिवण्णे । तएणं से आणंदे थेरे समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे समणं भगवं महावीरंवदइ णमंसइ, वंदित्ता णमंसित्ता जेणेव गोयमाइ समणा णिग्गंथा तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्तागोयमाइसमणे णिग्गंथेआमतेइ,आमंतित्ता एवंवयासी- एवंखलु अहं अज्जो ! छट्टक्खमणपारणगंसि समणेणं भगवया महावीरेणं अब्भणुण्णाए समाणे सावत्थीए णयरीएतंचेव सव्वं जावगोयमाईणं समणाणं णिग्गंथाणं एयमटुंपरिकहेहि,तमा णं अज्जो !तुब्भंकेइगोसालं मखलिपुत्तं धम्मियाए पडिचोयणाए पडिचोएउ जावमिच्छंविपडिवण्णे। શબ્દાર્થ-પડિવોયખાણ-પ્રેરણા પડસારી ભૂલાયેલી વાતનું સ્મરણ કરાવવું પડયામાં પ્રત્યુપચાર અથવા પ્રત્યુપકાર દ્વારા વિવિઘ વિરોધી થઈ ગયો છે. ભાવાર્થ :- હે આનંદ ! તું જા અને ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથોને આ વાત કહે કે, હે આર્યો ! તમે ગોશાલકની સાથે તેના મતને પ્રતિકૂળ ધર્મ સંબંધી કોઈ પણ ચર્ચા કરશો નહીં, પ્રતિસારણા- તેના મતને પ્રતિકૂળ અર્થનું સ્મરણ કરાવશો નહીં, પ્રત્યુપચાર-તિરસ્કાર રૂપ વચન બોલશો નહીં, કારણ કે ગોશાલક