________________
શતક–૧૫ : ગોશાલક અધ્યયન
૨૧૩
પ્રભુને કહ્યું. અંતે ગોશાલકે કહ્યું કે હે આનંદ ! તું જા અને તારા ધર્માચાર્ય ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્રને આ સંદેશો પહોંચાડ.
ગોશાલક અને શ્રમણોની તેજો લબ્ધિઃ
३८ तं पभू णं भंते ! गोसाले मंखलिपुत्ते तवेणं तेएणं एगाहच्चं कूडाहच्चं भासरासिं करेत्तए, विसए णं भंते ! गोसालस्स मंखलिपुत्तस्स जाव करेत्तए, समत्थे णं भंते ! गोसाले जावकरेत्तए ?
भूणं आणंदा ! गोसाले जाव करेत्तए । विसए णं आणंदा ! गोसालस्स जाव करेत्तए । समत्थे णं आणंदा ! गोसाले जाव करेत्तए । णो चेव णं अरहंते भगवंते, पारियावणियं पुण करेज्जा । जावइए णं आणंदा ! गोसालस्स मंखलिपुत्तस्स तवतेए, एत्तो अनंतगुणविसिट्ठतराए चेव तवतेए अणगाराणं भगवंताणं, खंतिखमा पुण अणगारा भगवंतो । जावइए णं आणंदा ! अणगाराणं भगवंताणं तवतेए एत्तो अनंतगुणविसिट्ठतराए चेव तवतेए थेराणं भगवंताणं; खंतिखमा पुण थेरा भगवंतो ! जावइए णं आणंदा ! राणं भगवंताणं तवतेए एत्तो अणंतगुणविसिट्ठयराए चेव तवतेए अरहंताणं भगवंताणं; खंतिखमा पुण अरहंता भगवंतो । तं पभूणं आणंदा ! गोसाले मंखलिपुत्ते तवेणं तेएणं जावकरेत्तए विसए णं आणंदा जाव करेत्तए, समत्थे णं आणंदा ! जावकरेत्तए, णो चेव णं अरहंते भगवंते, पारियावणियं पुण करेज्जा ।
ભાવાર્થ:- હે ભગવન્ ! શું મંખલિપુત્ર ગોશાલક પોતાના તપ-તેજથી એક જ પ્રહારમાં આપને કૂટાઘાતની સમાન બાળીને ભસ્મ કરી શકે છે? હે ભગવન્! શું મંખલપુત્ર ગોશાલકનો આ યાવત્ વિષય છે?હે ભગવન્! શું મંખલિપુત્ર ગોશાલક તે પ્રમાણે કરવામાં સમર્થ છે.
હે આનંદ ! મંખલિપુત્ર ગોશાલક પોતાના તપ તેજથી યાવત્ અન્યને ભસ્મ કરી શકે છે. હે આનંદ! મંખલિપુત્ર ગોશાલકનો આ રીતે કરવાનો વિષય છે. હે આનંદ ! ગોશાલક તે પ્રમાણે કરવામાં સમર્થ છે. પરંતુ તે અરિહંત ભગવાનને બાળીને ભસ્મીભૂત કરવામાં સમર્થ નથી. તેમ છતાં તેને પરિતાપ ઉત્પન્ન કરી શકે છે. હે આનંદ ! ગોશાલકનું જેટલું તપ-તેજ છે, તેનાથી અણગાર ભગવંતોનું તપ-તેજ અનંતગણુ વિશિષ્ટ છે પરંતુ અણગાર ભગવંતો ક્ષમાશીલ હોય છે. હે આનંદ ! અણગાર ભગવંતોનું જેટલું તપ-તેજ છે, તેનાથી
સ્થવિર ભગવંતોનું તપ-તેજ અનંતગણુ વિશિષ્ટ છે, પરંતુ સ્થવિર ભગવંતો ક્ષમાશીલ હોય છે. હે આનંદ! સ્થવિર ભગવંતોનું જેટલુ તપ-તેજ છે, તેનાથી અરિહંત ભગવંતોનું તપ-તેજ અનંતગણુ વિશિષ્ટ હોય છે પરંતુ અરિહંત ભગવંત ક્ષમાશીલ હોય છે. હે આનંદ ! મંખલિપુત્ર ગોશાલક પોતાના તપ-તેજ દ્વારા એક જ આઘાતથી અન્યને ભસ્મીભૂત કરવામાં સમર્થ છે, તે તેનો વિષય(શક્તિ) છે અને તે તે પ્રમાણે કરવામાં સમર્થ પણ છે, પરંતુ અરિહંત ભગવંતોને ભસ્મીભૂત કરવામાં સમર્થ નથી, કેવળ પરિતાપ ઉત્પન્ન કરી શકે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં આનંદ શ્રમણે ગોશાલકના સામર્થ્યને સ્પષ્ટ રીતે સમજવા માટે તે પ્રશ્નની ત્રણ