________________
શતક–૧૫ : ગોશાલક અધ્યયન
૨૦૯
ભાવાર્થ :- વાસણ ભરીને તેઓએ બીજી વાર પરસ્પર આ પ્રમાણે વિચાર કર્યો કે— “હે દેવાનુપ્રિયો ! પ્રથમ શિખરને તોડવાથી આપણને પુષ્કળ ઉત્તમ પાણી પ્રાપ્ત થયું છે, હે દેવાનુપ્રિયો ! હવે બીજું શિખર તોડવું આપણા માટે શ્રેયસ્કર છે, જેથી આપણને પર્યાપ્ત માત્રામાં ઉત્તમ સુવર્ણ પ્રાપ્ત થશે.’” તે વણિકોએ પરસ્પરના આ કથનને સાંભળીને રાફડાનું બીજું શિખર તોડ્યું. તેમાંથી તેઓને સ્વચ્છ, ઉત્તમ, તાપને સહન કરવા યોગ્ય, મહાર્થવાળું, મહામૂલ્યવાન પર્યાપ્ત માત્રામાં સુવર્ણ પ્રાપ્ત થયું. સુવર્ણ પ્રાપ્ત થવાથી તેઓ પ્રસન્ન અને સંતુષ્ટ થયા. તે વ્યાપારીઓએ પોતાના પાત્રો ભરી લીધા અને વાહનોને પણ ભરી લીધા. ત્યાર પછી ત્રીજી વાર તેઓએ પરસ્પર આ પ્રમાણે વિચાર કર્યો, “હે દેવાનુપ્રિયો ! આ રાફડાના પ્રથમ શિખરને તોડવાથી આપણને પુષ્કળ પાણી મળ્યું, બીજા શીખરને તોડવાથી પુષ્કળ ઉત્તમ સુવર્ણ મળ્યું. હે દેવાનુપ્રિયો! હવે આ ત્રીજું શિખર તોડવું આપણા માટે શ્રેયસ્કર છે. જેથી આપણને પુષ્કળ મણિરત્નો પ્રાપ્ત થશે.” તે વણિકોએ પરસ્પર આ કથન સાંભળીને ત્રીજું શીખર તોડ્યું. જેમાંથી તેઓને વિમલ, નિર્મળ, ગોળ, દોષ રહિત, મહાન અર્થવાળા, મહામૂલ્યવાન પુષ્કળ મણિરત્નો પ્રાપ્ત થયાં. મણિરત્નોને પ્રાપ્ત કરીને તે વ્યાપારીઓ અત્યંત હૃષ્ટ અને તુષ્ટ થયા. તેઓએ મણિરત્નોથી પોતાના પાત્રો અને વાહનો ભરી
લીધા.
તે વણિકોએ ચોથી વાર પણ પરસ્પર વિચાર વિમર્શ કર્યો, હે દેવાનુપ્રિયો ! આ રાફડાના પ્રથમ શિખરને તોડવાથી પુષ્કળ પાણી મળ્યું, બીજા શિખરને તોડવાથી પ્રચુર સુવર્ણ પ્રાપ્ત થયું. ત્રીજા શિખરને તોડવાથી પુષ્કળ મણિરત્નો પ્રાપ્ત થયા. હે દેવાનુપ્રિયો ! હવે રાફડાના ચોથા શિખરને તોડવું શ્રેયસ્કર છે, તેથી આપણને ઉત્તમ, મહામૂલ્યવાન, મહાપ્રયોજનવાળા અને મહાપુરુષોને યોગ્ય પુષ્કળ વજ્રરત્ન પ્રાપ્ત
થશે.
३४ तणं तेसिं वणियाणं एगे वणिए हियकामए, सुहकामए, पत्थकामए आणुकंपिए णिस्सेसिए, हिय-सुह-णिस्सेसकामए ते वणिए एवं वयासी - एवं खलु देवाणुप्पिया ! अम्हे इमस्स वम्मीयस्स पढमाए वप्पाए भिण्णाए ओराले उदगरयणे जावतच्चाए वप्पाए भिण्णाए ओराले मणिरयणे आसाइए। तं होउ अलाहि पज्जत्तं णे एसा चउत्थी वप्पा मा भिज्जर; चत्थी णं वप्पा सउवसग्गा यावि होत्था ।
ભાવાર્થ :- તે વ્યાપારીઓમાંથી સર્વના હિતના કામી, સુખના કામી, પથ્યના કામી, અનુકંપાના કામી અને નિઃશ્રેયસ-કલ્યાણના કામી, હિત, સુખ, નિઃશ્રેયસના કામી એક વણિકે પોતાના સર્વ સાથીઓને કહ્યું– હે દેવાનુપ્રિયો ! પ્રથમ શિખર તોડવાથી આપણને સ્વચ્છ જળ મળ્યું, બીજું શિખર તોડવાથી આપણને સુવર્ણ રત્નની પ્રાપ્તિ થઈ, ત્રીજું શિખર તોડવાથી મણિરત્નો પ્રાપ્ત થયા. હવે બસ કરીએ, આપણા માટે આટલું જ પર્યાપ્ત છે; ચોથું શિખર તોડવું તે આપણા માટે શ્રેયસ્કર નથી. ચોથું શિખર તોડવું તે કદાચિત્ આપણા માટે ઉપદ્રવકારી બની શકે છે.
३५ तएणंतेवणिया तस्स वणियस्स हियकामगस्स सुहकामगस्स जाव हिय सुहणिस्सेसकामगस्स एवमाइक्खमाणस्स जाव परूवेमाणस्स एयमट्ठे णो सद्दहंति जावणो रोयंति, एयम असद्दहमाणा जाव अरोएमाणा तस्स वम्मीयस्स चउत्थं पि वप्पि भिदंति । तेणं तत्थ उग्गविसं चंडविसं घोरविसं महाविसं अइकायमहाकायं मसिमूसाकालगं