________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
| ૨૦૫ |
આ રીતે હે ગૌતમ! મખલિપુત્ર ગોશાલક વાસ્તવમાં “જિન” થઈને પોતાને જિન કહેનાર નથી, તે જિન ન હોવા છતાં પોતાને જિન કહે છે યાવતુ પોતાને તીર્થકરરૂપે પ્રસિદ્ધ કરતો વિચરણ કરે છે. ત્યાર પછી તે અત્યંત મોટી પરિષદ પ્રભુને વંદન-નમસ્કાર કરીને પાછી ગઈ.
- ત્યાર પછી શ્રાવસ્તી નગરીના શૃંગાટક, ત્રિક માર્ગ આદિ માર્ગોમાં તેમજ રાજમાર્ગોમાં અનેક મનુષ્યો આ પ્રમાણે કહેવા લાગ્યા યાવતુ પ્રરૂપણા કરવા લાગ્યા- હે દેવાનુપ્રિયો ! મખલિપુત્ર ગોશાલક પોતાને “જિન” માની રહ્યો છે. પોતાને “જિન” કહેતો વિચરે છે. આ વાત મિથ્યા છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કહે છે યાવતુ પ્રરૂપણા કરે છે કે– મખલિપુત્ર ગોશાલકના મંખલી નામના મંખ (ભિક્ષાચર વિશેષ) પિતા હતા. ઇત્યાદિ પૂર્વોક્ત સંપૂર્ણ વર્ણન કરવું યાવતુ ગોશાલક “જિન” ન હોવા છતાં પણ પોતાને તીર્થકર રૂપે પ્રસિદ્ધ કરતો વિચરે છે. વાસ્તવમાં ગોશાલક તીર્થકર નથી પરંતુ તે તીર્થકર હોવાનો દાવો કરે છે; ખરેખર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી “જિન” છે યાવત્ તીર્થકર પણ પ્રસિદ્ધ થઈ વિચરે છે. ३० तएणं से गोसाले मंखलिपुत्ते बहुजणस्स अंतियं एयमटुं सोच्चा णिसम्म आसुरुत्ते जावमिसिमिसेमाणे आयावणभूमीओ पच्चोरुहइ, पच्चोरुहित्ता सावत्थिंणयरिंमज्झमझेणं जेणेव हालाहलाएकुंभकारीएकुंभकारावणेतेणेव उवागच्छइ, उवागच्छित्ता हालाहलाए कुंभकारीएकुंभकारावणसि आजीवियसंघसंपरिवुडे महया अमरिसंवहमाणे एवं चावि વિદરા ભાવાર્થ:- ત્યારપછી અનેક મનુષ્યો પાસેથી આ વાત સાંભળીને ગોશાલક અત્યંત કુપિત થયો યાવત ક્રોધથી ધમધમતો દાંત કચકચાવતો, આતાપના ભૂમિથી નીચે ઉતરીને શ્રાવસ્તી નગરીની મધ્યમાં થઈને, હાલાહલા કુંભારણની વાસણની દુકાન હતી ત્યાં આવ્યો, ત્યાં આવીને હાલાહલા કુંભારણની દુકાનમાં આજીવિક સંઘથી ઘેરાયેલા તેણે અત્યંત ક્રોધને ધારણ કરી, ક્રોધ ભાવમાં ત્યાં બેસી ગયો. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પ્રભુએ ગોશાલકના જીવન વૃત્તાંતનો ઉપસંહાર કર્યો છે.મિથ્યાભિનિવેષથી ઘેરાયેલી વ્યક્તિ પોતાના આગ્રહની પુષ્ટિ માટે કેવી રીતે પ્રવૃતિ કરે, તે પ્રસ્તુત વૃત્તાંતમાં જાણી શકાય છે.
ગોશાલકે પ્રભુથી પથવિહાર કરીને તેજલબ્ધિની સાધના કરી. તે ઉપરાંત તેને અષ્ટાંગ નિમિત્તના જ્ઞાતા છ દિશાચરોનો સહયોગ મળ્યો. આ રીતે આંશિક પુણ્યોદયે અને લબ્ધિ પ્રભાવે તેણે પોતાનું સંઘબળ વધાર્યું. તે પોતાની તીર્થકર તરીકેની પ્રખ્યાતિ કરીને લોકોમાં માન-સન્માન મેળવી રહ્યો હતો. પરંતુ જ્યારે સર્વજ્ઞ વીતરાગ પ્રભુએ જનસમાજ સમક્ષ વાસ્તવિકતા પ્રગટ કરી ત્યારે પોતાના અહંકાર પર ઘાત થતાં તે ક્રોધિત થયો. આથાવણ મુનીઓ પોરદ૬ - આતાપના ભૂમિથી નીચે ઉતર્યો. આ સૂત્રાશથી જ્ઞાત થાય છે કે ગોશાલકના જીવનના સાત જ દિવસ બાકી હતા અને તે સ્વયં વિશાળ સંઘનો નાયક હતો. તેમ છતાં તેની તપ સાધના ચાલુ હતી પણ ગાઢ મિથ્યાત્વના ઉદયે તપ સાધના પણ તેને સન્માર્ગમાં લાવી શકી નહીં.
સત્યને સમજવું, સત્યને સત્યરૂપે સ્વીકારવું અને સત્યને પામવું તે ઉત્તરોત્તર કઠિનતમ છે. વ્યક્તિ સત્યને સમજીને સત્યરૂપે સ્વીકારે નહીં ત્યાં સુધી તે ત્રણકાલમાં સત્યને પામી શકતી નથી. ગોશાલકને ગાઢ મિથ્યાત્વનો ઉદય હતો. તેથી તે સત્યને સમજી કે સ્વીકારી શક્યો નહી. ભગવાને જ્યારે જનસમૂહ