________________
૧૯૮]
શ્રી ભગવતી સૂત્ર-૪
ગોશાલકની સાથે સિદ્ધાર્થગ્રામ નામના નગરમાંથી નીકળીને કુર્મગ્રામ નામના નગરની તરફ જઈ રહ્યો હતો. સિદ્ધાર્થગ્રામ અને કૂર્મગ્રામની વચ્ચે માર્ગમાં તલનો એક મોટો છોડ હતો. તે છોડ પત્ર-પુષ્પ યુક્ત લીલોછમ હોવાથી અત્યંત શોભાયમાન હતો. ગોશાલકે તે તલના છોડને જોયો, જોઈને મને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! આ તલનો છોડ નિષ્પન્ન થશે કે નહીં ? આ સાત તલના ફૂલના જીવો મરીને કયાં જશે, કયાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! ત્યારે મખલિપુત્ર ગોશાલકને મેં આ પ્રમાણે કહ્યું હે ગોશાલક! આ તલનો છોડ નિષ્પન્ન થશે. તે નિષ્પન્ન થવાથી વંચિત રહેશે નહીં. આ સાત તલના ફૂલના જીવો મરીને આ જ તલ છોડની એક તલફળીમાં તલના રૂપે ઉત્પન્ન થશે. १९ तएणं से गोसाले मंखलिपुत्ते ममं एवं आइक्खमाणस्स एयमटुंणो सद्दहइ, णो पत्तियइ, णो रोएइ; एयमट्ठ असद्दहमाणे अपत्तियमाणे, अरोएमाणे मम पणिहाए 'अयण्णं मिच्छावाइ भवउ तिकटुममं अतियाओ सणियंसणियं पच्चोसक्कइ, पच्चोसक्कित्ता जेणेव से तिलथंभए तेणेव उवागच्छइ, उवागच्छित्तातं तिलथंभगंसलेट्ठयायं चेव उप्पाडे, उप्पाडित्ता एगंते एडेड् । तक्खणमेतंचणंगोयमा! दिवेअब्भवद्दलए पाउब्भूए। तएणं से दिव्वे अब्भवद्दलए खिप्पामेव पतणतणाएइ, खिप्पामेव पविज्जुयाइ, खिप्पामेव णच्चोदगंणाइमट्टियं पविरलपप्फुसियं रयरेणुविणासणं दिव्वं सलिलोदगंवासंवासइ, जेणं से तिलथंभए आसत्थे पच्चायाए, तत्थेव बद्धमूले, तत्थेव पइट्ठिए । ते य सत्त तिलपुप्फजीवा उद्दाइत्ता उद्दाइत्ता तस्सेव तिलथंभगस्स एगाए तिलसंगलियाए सत्त तिला पच्चायाया। શબ્દાર્થ-ત પત્તિ = તત્કાલ, તેજ સમયે પતખતગા=જોરથી ગર્જના કરવા લાગ્યા પવિષ્ણુયાફ = વિજળી ચમકવા લાગી વરતપ_સર્વત્ર થોડા અથવા હળવા સ્પર્શવાળી સાથે સ્થિર થયા તિમથg-તલનો છોડ રજુવિનાસણ = રજ અને ધૂળ(વાયુ દ્વારા આકાશમાં ઊડીને છવાયેલી ધૂળના કણને રજ કહેવાય છે અને–ભૂમિસ્થિત ધૂળના કણને ધૂળ કહેવાય છે.) તે બંનેને શાંત કરનાર. ભાવાર્થ: - ત્યારે મારી વાત પર ગોશાલકને શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થઈ નહીં. આ રીતે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ન હોવાથી મને મિથ્યાવાદી(મારા વચનને ખોટા) ઠરાવવાનું વિચારીને, તે ગોશાલક મારાથી પાછળ રહી ગયો, તે મારી પાસેથી ધીરે ધીરે સરકીને, તલના છોડ પાસે જઈને ગોશાલકે તે તલના છોડને માટી સહિત મૂળમાંથી ઉખેડીને એક તરફ ફેંકી દીધો અને પાછો મારી સાથે થઈ ગયો. હે ગૌતમ! છોડ ઉખેડ્યા પછી તત્કાલ આકાશમાં દિવ્ય વાદળ છવાઈ ગયા અને તરત જ તે દિવ્ય વાદળ જોરથી ગર્જના કરવા લાગ્યા, વીજળી ચમકવા લાગી અને વધુ પાણી અને કીચડ ન થાય, તે રીતે ધીમી ધારે રજ અને ધૂળને શાંત કરનારી દિવ્ય વૃષ્ટિ થઈ, તેથી તે તલનો છોડ ત્યાં જ સ્થિર થઈ ગયો, વિશેષ સ્થિર થઈ ગયો અને બદ્ધ-મૂળ થઈને ત્યાં જ પ્રતિષ્ઠિત થઈ ગયો. તે સાત તલ-પુષ્પના જીવો મરીને તે જ તલના છોડની એક ફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ગોશાલકની બુદ્ધિ ભ્રષ્ટતા અને શ્રદ્ધા પરિવર્તનનું વર્ણન છે.