________________
શતક-૧૫: ગોશાલક અધ્યયન
૧૯૭]
पच्चणुब्भवमाणे अणिच्चजागरियं विहरित्था । ભાવાર્થ :- સમયે અનેક મનુષ્યો પાસેથી આ વાત સાંભળીને, અવધારણ કરીને, મંખલિપુત્ર ગોશાલકને વિચાર ઉત્પન્ન થયો કે “મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને જેવી ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ ઉપલબ્ધ થયા છે, પ્રાપ્ત થયા છે, સ્વાધીન થયા છે, તેવી ઋદ્ધિ, ધુતિ યાવતુ પુરુષાકાર પરાક્રમ અન્ય કોઈ પણ તથારૂપના શ્રમણ-માહણને લબ્ધ, પ્રાપ્ત અને સ્વાધીન થયા નથી. તેથી નિઃશંકપણે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અહીં જ હશે.” આ પ્રમાણે વિચાર કરીને તે કોલ્લાક સન્નિવેશની બહાર અને અંદર, ચારે બાજુ મારી શોધ કરવા લાગ્યો. ચારે બાજુ મારી શોધ કરતાં, તે કોલ્લાક સન્નિવેશની બહારના ભાગમાં પ્રણીતભૂમિમાં (ક્ષેત્ર વિશેષનું નામ છે, મારી પાસે આવ્યો. મખલિપુત્ર ગોશાલકે પ્રસન્ન અને સંતુષ્ટ થઈને ત્રણ પ્રદક્ષિણા પૂર્વક મને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! આપ મારા ધર્માચાર્ય છો અને હું આપનો શિષ્ય છું. હે ગૌતમ! તે સમયે પંખલિપુત્ર ગોશાલકની આ વાતનો મેં સ્વીકાર કર્યો. હે ગૌતમ! ત્યાર પછી મેં મખલિપુત્ર ગોશાલકની સાથે પ્રણીતભૂમિમાં છ વર્ષ સુધી લાભ-અલાભ, સુખ-દુઃખ, સત્કાર-અસત્કારનો અનુભવ કરતાં અને અનિત્યતાનું ચિંતન કરતાં વિચરણ કર્યું. વિવેચનઃપળીયભૂમિ – આચારાંગ સૂત્રમાં વજભૂમિ, શુભ્રભૂમિ આદિ ક્ષેત્રના નામ છે, તે જ રીતે આ પણ ક્ષેત્રનું નામ સમજવું. કારણ કે તે ભૂમિમાં ગોશાલક સાથે પ્રભુએ છ વર્ષ વિચરણ કર્યું હતું, તેમ આ સૂત્ર પાઠથી સ્પષ્ટ થાય છે. તલના છોડ નિમિત્તે ગોશાલકની કુચેષ્ટા - १८ तएणं अहं गोयमा ! अण्णया कयाइ पढमसरदकालसमयसि अप्पवुट्ठिकार्यसि गोसालेणं मंखलिपुत्तेणं सद्धि सिद्धत्थ गामाओ णयराओ कुम्मगामंणयरं संपट्टीए विहाराए। तस्सणं सिद्धत्थगामस्स णयरस्स कुम्मगामस्स णयरस्स य अंतरा एत्थणं महं एगे तिलथंभए पत्तिए पुप्फिए हरियगरेरिज्जमाणे सिरीए अईव-अईव उवसोभेमाणेउवसोभेमाणे चिट्ठइ । तएणं से गोसाले मखलिपुत्तेतं तिलथंभग पासइ, पासित्ता मम वंदइ णमंसइ, वंदित्ता णमसित्ता, एवं वयासी-एसणं भंते !तिलथंभए किंणिप्फज्जिस्सइ णोणिप्फज्जिस्सइ? एए यसत्त तिलपुष्पजीवा उद्दाइत्ता उदाइत्ता कहिंगच्छिहिंति, कहिं उववज्जिहिति?तएणं अहंगोयमा !गोसालंमंखलिपुत्तं एवं वयासी-गोसाला ! एस णं तिलथंभए णिप्फज्जिस्सइ णो ण णिप्फज्जिस्सइ; एए यसत्त तिलपुप्फजीवा उद्दाइत्ता उद्दाइत्ता एयस्सचेव तिलथभगस्स एगाए तिलसगलियाए सत्त तिला पच्चायाइस्सति । શબ્દાર્થ-નખવુવિરાતિ-અલ્પવૃષ્ટિથઈહતી ત્યારે સંપઠ્ઠી-જવાને માટે તિતતિયાતલની ફળીમાં. ભાવાર્થ:- ત્યાર પછી તે ગૌતમ! એક વાર શરદ ઋતુના પ્રારંભમાં અલ્પ વૃષ્ટિ થઈ હતી. તે સમયે હું