________________
| ૧૮૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
वागरेज्ज वा? गोयमा ! णो इणढे समढे।
सेकेणटेणं भंते ! एवं वुच्चइ-जहाणं केवली भासेज्ज वा वागरेज्ज वा णो तहाणं सिद्धे भासेज्ज वा वागरेज्ज वा?
गोयमा !केवलीणंसठ्ठाणेसकम्मेसबलेसवीरिएसपुरिसक्कारपरक्कम। सिद्धेणं अणुढाणे जावअपुरिसक्कार परक्कमे । सेतेण?णगोयमा ! जाववागरेज्ज वा । ભાવાર્થ- પ્રશ્ન- હે ભગવન! જે રીતે કેવલજ્ઞાની બોલે છે અને પ્રશ્નોના ઉત્તર આપે છે, તે રીતે શું સિદ્ધ પણ બોલે છે અને પ્રશ્નોના ઉત્તર આપે છે? ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જેમ કેવળી બોલે છે તેમ સિદ્ધ બોલતા નથી?
ઉત્તર- હે ગૌતમ! કેવલજ્ઞાની ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષકાર-પરાક્રમ સહિત છે. પરંતુ સિદ્ધ ઉત્થાન રહિત યાવત પુરુષકાર પરાક્રમથી રહિત છે. તેથી હે ગૌતમ ! સિદ્ધ, કેવલજ્ઞાનીની જેમ બોલતા નથી અને પ્રશ્નોના ઉત્તર આપતા નથી. ६ केवली णं भंते ! उम्मिसेज्ज वाणिम्मिसेज्ज वा?
हंतागोयमा ! उम्मिसेज्ज वाणिम्मिसेज्ज वा । एवं जहा भासेज्ज वागरेज्ज सह तिण्णि पुच्छा, तह चेव उम्मिसेज्ज निम्मिसेज्ज सह तिण्णि पुच्छा । एवं आउटेज्ज वा पसारेज्ज वा, एवं ठाणं वा सेज्ज वाणिसीहियं वा चेएज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવલજ્ઞાની પોતાની આંખો ખોલે છે અને બંધ કરે છે?
ઉત્તર- હા ગૌતમ! તે આંખો ખોલે છે અને બંધ કરે છે. આ રીતે જેમ “બોલે છે, ઉત્તર આપે છે” વગેરે ત્રણ પ્રશ્નો છે, તેમજ “આંખ ખોલે છે અને બંધ કરે છે તેના સંબંધી ત્રણ પ્રશ્નો કરવા. તે જ રીતે શરીરને સંકુચિત અને પ્રસારિત કરે છે, ઊભા રહે છે, સૂવે છે, બેસે છે ઇત્યાદિ ક્રિયાઓ વિષયક કેવલી સંબંધી ત્રણ-ત્રણ પ્રશ્નો કરવા. |७ केवली णं भंते ! इमं रयणप्पभं पुढवि रयणप्पभापुढवीत्ति जाणइ पासइ ? हता गोयमा !जाणइ पासइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવલજ્ઞાની, રત્નપ્રભા પૃથ્વીને “આ રત્નપ્રભા પૃથ્વી છે. આ રીતે જાણે-દેખે છે? ઉત્તર- હા, ગૌતમ! જાણે-દેખે છે.
८ जहाणं भंते ! केवली इमरयणप्पभंपुढवि रयणप्पभापुढवीत्ति जाणइ पासइ, तहा ण सिद्धेवि इमरयणप्पभंपुढविरयणप्पभापुढवीत्ति जाणइ पासइ? हंतागोयमा !जाणइ પાસફા ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જે રીતે કેવલજ્ઞાની, રત્નપ્રભા પૃથ્વીને ‘આ રત્નપ્રભા પૃથ્વી છે,” તે રીતે જાણે-દેખે છે; તે જ રીતે શું સિદ્ધ ભગવાન પણ રત્નપ્રભા પૃથ્વીને “આ રત્નપ્રભા પૃથ્વી છે,' તે રીતે જાણે-દેખે છે ? ઉત્તર- હા, ગૌતમ ! જાણે-દેખે છે.