________________
શતક-૧૪ : ઉદ્દેશક-૧૦
९ केवली णं भंते ! सक्करप्पभं पुढविं सक्करप्पभापुढवीत्ति जाणइ पासइ ? हंता ગોયમા ! વ ચેવ વ નાવ અહેમત્તમ ।
૧૮૧
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કેવલજ્ઞાની, શર્કરાપ્રભા પૃથ્વીને– આ ‘શર્કરાપ્રભા પૃથ્વી છે,’ આ રીતે જાણે-દેખે છે ? ઉત્તર– હા, ગૌતમ ! ઉપર પ્રમાણે જાણવું. આ જ રીતે અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ.
१० केवली णं भंते! सोहम्मं कप्पं सोहमे कप्पेत्ति जाणइ पासइ ? हंता गोयमा ! जाणइ पासइ । सेसं तं चेव । एवं ईसाणं जाव अच्चुयं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કેવલજ્ઞાની, સૌધર્મકલ્પને, આ સૌધર્મ કલ્પ છે’, તેમ જાણે-દેખે છે ? ઉત્તર– હા, ગૌતમ ! જાણે-દેખે છે, આ રીતે ઈશાન યાવત્ અચ્યુત કલ્પ સુધી કહેવું જોઈએ.
| ११ केवली णं भंते ! गेवेज्जविमाणे गेवेज्जविमाणे त्ति जाणइ पासइ ? हंता गोयमा ! एवं चेव । एवं अणुत्तरविमाणे वि ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કેવલજ્ઞાની, ત્રૈવેયક વિમાનોને ‘આ ત્રૈવેયક વિમાન છે,' આ રીતે જાણે-દેખે છે ? ઉત્તર- હા, ગૌતમ ! ઉપર પ્રમાણે જાણે-દેખે છે. આ જ રીતે અનુત્તર વિમાનને પણ જાણે-દેખે છે.
| १२ केवली णं भंते ! ईसिंपब्भारं पुढविं ईसिंपब्भारपुढवीत्ति जाणइ पासइ ? हंता નોયમા ! વ ચેવ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કેવલજ્ઞાની, ઈષત્પ્રાક્ભારા પૃથ્વીને ‘આ ઈષત્પ્રાક્ભારા પૃથ્વી છે' આ રીતે જાણે-દેખે છે ? ઉત્તર– હા, ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારે જાણે-દેખે છે.
१३ केवली णं भंते ! परमाणुपोग्गलं परमाणुपोग्गले त्ति जाणइ पासइ ? हंता गोयमा ! एवं चेव । एवं दुपएसियं खंधं । एवं जाव
जहा णं भंते! केवली अणतपएसियं खधं अणतपएसिए खंधे त्ति जाणइ पासइ तहा णं सिद्धे वि अणंतपएसियं जाव पासइ ? हंता जाणइ पासइ ॥ सेवं भंते ! सेवं મતે !!
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કેવલજ્ઞાની, પરમાણુ પુદ્ગલને ‘આ પરમાણુ પુદ્ગલ છે,' આ રીતે જાણે-દેખે છે ? ઉત્તર- હા, ગૌતમ ! જાણે-દેખે છે. આ રીતે દ્વિપ્રદેશી સ્કંધનું કથન કરવું યાવત્—
પ્રશ્ન– હે ભગવન્ ! જે રીતે કેવલજ્ઞાની, અનંત પ્રદેશી સ્કંધને ‘આ અનંત પ્રદેશી સ્કંધ છે,’ આ રીતે જાણે છે દેખે છે, તે રીતે શું સિદ્ધ પણ અનંત પ્રદેશિક સ્કંધને જાણે દેખે છે ? ઉત્તર- હા, ગૌતમ ! જાણે-દેખે છે. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચનઃ
પ્રસ્તુત
ઉદ્દેશકમાં કેવળી અને સિદ્ધના જ્ઞાનની સમાનતા તેમજ યોગજન્ય ક્રિયાઓમાં ભિન્નતા