________________
૧૭૮
શ્રી ભગવતી સૂત્ર–૪
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં દેવોના સુખની સાથે તુલના કરતાં શ્રમણ નિગ્રંથોના સુખની મહત્તા પ્રદર્શિત કરી છે. ખરેખર શ્રમણોનું આત્મિક સુખ અનુપમેય છે. તેમ છતાં સૂત્રકારે લોકમાં ઉત્તમ મનાતા દેવસુખ સાથે તુલના કરીને સંયમનું મહાત્મ્ય પ્રગટ કર્યું છે.
તેની
વીવયર્ :– ઉલ્લંઘન કરે છે. અણગાર સંયમ પર્યાયનું પાલન કરતાં દેવોના સુખોને પારપામીને આગળ વધી જાય છે. તાત્પર્ય એ છે કે વાણવ્યંતર આદિ દેવોના પૌદ્ગલિક સુખોની અપેક્ષાએ એકમાસ, બેમાસ આદિ દીક્ષા પર્યાયવાળા શ્રમણોનો આનંદ આત્મિકસુખજનક હોવાથી વધી જાય છે; દેવો કરતા તે ચઢીયાતો હોય છે.
પ્રસ્તુત તુલના સાપેક્ષ છે. તે એકાંતિક નથી. કારણ કે જ્યારે પરિણામોની તીવ્રતમ વિશુદ્ધિ હોય ત્યારે શ્રમણ નિર્ગથ એક અંતર્મુહૂર્તમાં મુક્ત થઈ જાય છે. જેમ કે ગજસુકુમાર અણગાર, મરુદેવી માતા
આદિ.
તેયજ્ઞેસ્સું ઃ- યદ્યપિ તેજલેશ્યાનો અર્થ તેજની પ્રભા થાય છે પરંતુ અહીં તે અર્થવિવક્ષિત નથી. પ્રસંગાનુરૂપ અહીં ‘તેજ’ શબ્દનો અર્થ સુખ કે પુણ્ય થાય છે.
|| શતક ૧૪/૯ સંપૂર્ણ ૫