________________
શતક–૧૪: ઉદ્દેશક-૯
| ૧૭૭ |
दुमासपरियाए समणे णिग्गंथे असुरिंद-वज्जियाणं भवणवासीणं देवाणं तेयलेस्सं वीइ वयइ । तिमासपरियाएसमणेणिग्गंथेअसुरकुमाराणंदेवाणंतेयलेस्संवीइवयइ । चउम्मास परियाए समणे णिग्गथेगहगण-णक्खक्ततारारूवाणं जोइसियाण देवाणतेयलेस्सं वीइ वयइ । पंचमासपरियाए समणे णिग्गंथेचंदिमसूरियाणंजोइसिंदाणंजोइसरायाणंतेयलेस्सं वीइवयइ । छमासपरियाए समणे णिग्गंथेसोहम्मीसाणाणं देवाणं तेयलेस्संवीइवयइ । सत्तमासपरियाए समणे णिग्गंथे सणंकुमारमाहिंदाणं देवाणं तेयलेस्सं वीइवयइ । अट्ठमासपरियाए समणे णिग्गंथे बंभलोगलंतगाणं देवाणं तेयलेस्सं वीइवयइ । णवमासपरियाए समणे णिग्गंथे महासुक्कसहस्साराणं देवाणं तेयलेस्सं वीइवयइ । दसमासपरियाए समणे णिग्गंथे आणयपाणय आरणच्चुयाणंदेवाणंतेयलेस्संवीइवयइ । एक्कारसमासपरियाए समणे णिग्गथेगेवेज्जगाणं देवाणंतेयलेस्संवीइवयइ । बारसमास परियाए समणे णिग्गंथे अणुत्तरोववाइयाणं देवाणं तेयलेस्सं वीइवयइ। तेणं परं सुक्के सुक्काभिजाए भवित्ता तओ पच्छा सिज्झइ जाव अतकरेइ ॥ सेवं भते ! सेवं भते ! ॥ શબ્દાર્થ - તેવત્તેણં = પુણ્ય પ્રભાવ, દૈવી સુખસુ સુwifમના શુદ્ધ, શુદ્ધતમ પરિણામવાળા થઈને, પવિત્ર અને પરમ પવિત્ર થઈને, કર્મમલથી રહિત, નિર્મલ અને નિર્મલતમ થઈને વીશ્વય = ઉલ્લંઘન કરે છે, પાર પામે છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે શ્રમણ નિગ્રંથ આર્યપણે (પાપકર્મથી રહિત થઈને) વિચરે છે, તે કોની તેજોવેશ્યા(સુખ)નું ઉલ્લંઘન કરે છે અર્થાત્ તેનું સુખ કોનાથી અધિક છે?
ઉત્તર- હે ગૌતમ! એક માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ વાણવ્યંતર દેવોની તેજો વેશ્યા (સુખ)નું ઉલ્લંઘન કરે છે અર્થાત્ તે વાણવ્યંતર દેવથી અધિક સુખી છે. બે માસની દીક્ષાપર્યાયવાળા શ્રમણ નિગ્રંથ અસુરેન્દ્ર(ચમરેન્દ્ર અને બલીન્દ્ર) સિવાય અન્ય ભવનવાસી દેવોના સુખનું ઉલ્લંઘન કરે છે. ત્રણ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ-નિગ્રંથ અસુરકુમાર દેવોના સુખનું ઉલ્લંઘન કરે છે. ચાર માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ ગ્રહગણ, નક્ષત્ર, અને તારારૂપ જ્યોતિષી દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે. પાંચ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ જ્યોતિષીઓના રાજા જ્યોતિષીઓના ઇન્દ્ર ચંદ્ર અને સૂર્યના સુખોનું ઉલ્લંઘન કરે છે. છ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ સૌધર્મ અને ઈશાનવાસી દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે. સાતમાસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ સનકુમાર અને મહેન્દ્ર દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે. આઠ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ બ્રહ્મલોક અને લાન્તક વિમાનવાસી દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે. નવ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ મહાશુક્ર અને સહસાર દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે. દશ માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ આનત, પ્રાણત, આરણ અને અશ્રુત દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે. અગિયાર માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ રૈવેયક દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે અને બાર માસની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ અનુત્તરૌપપાતિક દેવોના સુખોનું ઉલ્લંઘન કરે છે અર્થાતુ તેનાથી વધુ સુખી છે. ત્યાર પછી શુદ્ધ, શુદ્ધતર પરિણામવાળા થઈને સિદ્ધ થાય છે થાવતુ સર્વદુઃખોનો અંત કરે છે. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. /.