________________
[ ૧૭ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
દેવ હજાર રૂપોની વિફર્વણા કરીને હજાર ભાષા બોલી શકે છે, પરંતુ તે એક જ ભાષા કહેવાય છે. કારણ કે કોઈ પણ જીવ એક સમયે સત્ય વગેરે કોઈ પણ એક ભાષાનો પ્રયોગ કરી શકે છે, તે એક જ જીવના એક ઉપયોગથી બોલાયેલી હોવાથી એક જ ભાષા કહેવાય છે, હજાર ભાષા કહેવાતી નથી. સૂર્યનો અન્વયાર્થ અને તેની પ્રભા :१० तेणं कालेणं तेणं समएणं भगवं गोयमे अचिरुग्गयं बालसूरियं जासुमणा कुसुमपुंजप्पगासंलोहियगंपासइ, पासित्ता जायसड्डे जावसमुप्पण्णकोउहल्लेजेणेव समणे भगवं महावीरेतेणेव उवागच्छइ जावएवं वयासी
किमियं भंते ! सूरिए, किमियं भंते ! सूरियस्स अट्ठे ? गोयमा ! सुभेसूरिए, सुभे सूरियस्स अटे। શબ્દાર્થ – વિયં- તત્કાલ ઉદિત વાતરિયું = ઉગતા સૂર્યને, બાલ સૂર્યને નાસુમળા યુસુમ = જાસુમન વૃક્ષના ફૂલ, જપા કુસુમ. ભાવાર્થ:- તે કાલે, તે સમયે ભગવાન ગૌતમ સ્વામીએ તત્કાલ ઉદિત થયેલા જાસુમન નામના વૃક્ષોના ફૂલોના પુજની સમાન લાલ ઉગતા સૂર્યને જોયો. સૂર્યને જોઈને ગૌતમ સ્વામીને શ્રદ્ધા, જિજ્ઞાસા યાવતું કુતૂહલ ઉત્પન્ન થયું, તેથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ્યાં બિરાજમાન હતા, ત્યાં તેમની નિકટ આવ્યા યાવતુ આ પ્રમાણે પૂછ્યું
પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય શું છે અને સૂર્યનો અર્થ શું છે? ઉત્તર- હે ગૌતમ! સૂર્ય શુભ પદાર્થ છે અને સૂર્યનો અર્થ પણ શુભ છે. ११ किमियं भंते ! सूरिए; किमियं भंते ! सूरियस्स पभा? गोयमा ! एवं चेव, एवं છાયા, નેલ્લા I ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય શું છે? અને તેની પ્રભા શું છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત પ્રકારે જાણવું જોઈએ. તે જ રીતે છાયા(પ્રતિબિમ્બ) અને વેશ્યા(પ્રકાશના સમૂહ)ના વિષયમાં પણ જાણવું જોઈએ. વિવેચન -
પ્રસ્તુત બે સૂત્રમાં સૂર્ય શબ્દનો અન્વયાર્થ અને તેની પ્રજાના વિષયમાં સ્પષ્ટીકરણ કર્યું છે.
સૂર્ય શબ્દનો અર્થ છે શુભ વસ્તુ. કારણ કે સૂર્ય વિમાનવર્સી પૃથ્વીકાયિક જીવોને આતપ નામ કર્મ રૂપ પુણ્ય પ્રકૃતિનો ઉદય છે. લોકમાં પણ સૂર્યને પ્રશસ્ત-ઉત્તમ માન્યો છે. તે વિમાનમાં રહેનાર જ્યોતિષી દેવોનો ઇન્દ્ર છે તેથી સૂર્યને શુભ કહેવાય છે. સૂર્યની પ્રભા, કાંતિ અને તેજોલેશ્યા પણ શુભ અને પ્રશસ્ત છે. દેવસુખથી શ્રમણ સુખની ઉત્તમતા:१२ जेइमे भंते ! अज्जत्ताए समणा णिग्गंथा विहरति एएणंकस्सतेयलेस्संवीइवयंति?
गोयमा !मासपरियाए समणे णिग्गंथेवाणमंतराणं देवाणं तेयलेस्सं वीइवयइ ।