________________
શતક–૧૪: ઉદ્દેશક-૯
| ૧૭૫ |
દંડકોમાં કહેવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકોના વિષયમાં અસુરકુમારોની સમાન કહેવું જોઈએ. | ७ णेरइयाणं भंते ! किं इट्ठा पोग्गला, अणिट्ठा पोग्गला?
गोयमा ! णोइट्ठा पोग्गला, अणिट्ठा पोग्गला । जहा अत्ता भणिया तहा इट्ठा वि कंता वि पिया विमणुण्णा वि भाणियव्वा । एए पंच दंडगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને ઈષ્ટ પુદ્ગલ હોય છે કે અનિષ્ટ પુગલ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! ઈષ્ટ પુદ્ગલ હોતા નથી, અનિષ્ટ પુલ હોય છે. જે રીતે આત્ત પુલોના વિષયમાં કથન કર્યું, તે જ રીતે ઈષ્ટ, કાંત, પ્રિય તથા મનોજ્ઞ પુગલના વિષયમાં પણ કહેવું જોઈએ. આ રીતે પાંચ દંડક કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકવર્તી જીવોમાં શુભ અને અશુભ પુદ્ગલોના વિષયમાં પ્રશ્નોત્તર છે. આર-અTIT:-આર શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) આર જે ચારે તરફથી ત્રાણ-રક્ષણ કરે છે, સુખ ઉત્પન્ન કરે છે, જે દુઃખત્રાતા એટલે દુઃખથી રક્ષણ કરનાર અને સુખોત્પાદક હોય તેને આત્ર કહે છે. (૨) આખ– એકાંત હિતકારક અર્થાત્ રમણીય પુદ્ગલ. અગર = દુઃખકારક, અહિતકારી. જીવોને પોતાના પુણ્ય-પાપના ઉદય પ્રમાણે આ બંને પ્રકારના શુભાશુભ પુદ્ગલો પ્રાપ્ત થાય છે.
નૈરયિકોને અનાર, અનિષ્ટ, અકાંત, અપ્રિય અને અમનોજ્ઞ પુદ્ગલ પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિયથી મનુષ્ય સુધીના દંડકોમાં જીવને આત્ત-અનાત્ત, ઇષ્ટ-અનિષ્ટ, કાંત-અકાંત,પ્રિય-અપ્રિય અને મનોજ્ઞ-અમનોજ્ઞ બંને પ્રકારના પુદ્ગલોની પ્રાપ્તિ હોય છે. ચારે જાતિના દેવોને એકાંતે આત્ત, ઇષ્ટ, કાંત, પ્રિય અને મનોજ્ઞ પુદ્ગલોની પ્રાપ્તિ હોય છે. મહદ્ધિક દેવોની ભાષણ શક્તિ - [८ देवेणं भंते ! महड्डिए जावमहासोक्खे रूवसहस्सं विउव्वित्ता पभूभासासहस्सं भासित्तए? गोयमा ! हंता पभू । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહદ્ધિક યાવતું મહાસુખી દેવો શું હજાર રૂપોની વિદુર્વણા કરીને, હજાર ભાષા બોલવામાં સમર્થ છે? ઉત્તર- હા, ગૌતમ! તે સમર્થ છે. |९ साणं भंते ! किंएगा भासा,भासासहस्सं? गोयमा !एगाणंसा भासा,णोखलु तंभासासहस्सं। ભાવાર્થ- પ્રશ્ન- હે ભગવન! તે એક ભાષા છે કે હજાર ભાષા છે? ઉત્તર- હે ગૌતમ! તે એક ભાષા છે, હજાર ભાષા નથી. વિવેચન :
પ્રસ્તુત બે સુત્રોમાં મહદ્ધિક વૈક્રિયલબ્ધિ સંપન્ન દેવોની ભાષણશક્તિને પ્રદર્શિત કરી છે. મહદ્ધિક