________________
૧૭૨
શ્રી ભગવતી સત્ર-૪
શતક-૧૪ઃ ઉદ્દેશક-૯ |
સંક્ષિપ્ત સાર
જે
આ ઉદ્દેશકમાં વિવિધ વિષયોનું સંકલન છે. * ભાવિતાત્મા અણગાર કર્મલેશ્યા એટલે ભાવ લેશ્યાને જાણી શકતા નથી કારણ કે તે અરૂપી છે. તેથી તે છદ્મસ્થના વિષયભૂત નથી પરંતુ તે અણગાર લેશ્યા સહિતના સશરીરી જીવોને જાણી શકે છે. કારણ કે શરીર ભૂલ છે અને શરીર અને આત્મા કથંચિત્ અભિન્ન છે. * સૂર્ય અને ચન્દ્રમાંથી જે પ્રકાશ નીકળે છે તે પ્રકાશ વિમાનના પૃથ્વીકાયિક જીવોના આતપ અને ઉદ્યોતનામ કર્મજન્ય વેશ્યાના પુદ્ગલો છે. તેમાંથી નીકળેલા પ્રકાશ પુદ્ગલોમાં કોઈ વેશ્યા(પ્રભા) નથી
રિમાંથી નીકળ્યા છે, તેથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને તેને પણ સકર્મલેશ્ય કહે છે. * નારકોને અનાત્તદુઃખજનક, અનિષ્ટ, અકાંત, અપ્રિય, અને અમનોજ્ઞ પુદ્ગલોનો સંયોગ થાય છે. તેમજ દેવોને આત્ત=સુખજનક પુગલોનો અને મનુષ્ય અને તિર્યંચગતિના જીવોને આત્ત અને અનાત્તક ઇષ્ટ-અનિષ્ટ આદિ બંને પ્રકારના પગલોનો સંયોગ થાય છે. * કોઈ મહર્તિક દેવ, વૈક્રિયશક્તિથી હજારો રૂપ બનાવી એક સાથે હજાર ભાષા બોલી શકે છે પરંતુ તે એક જીવના એક જ ઉપયોગથી બોલાયેલી હોવાથી એક જ ભાષા ગણાય છે. કોઈ પણ એક જીવ એક સમયમાં એક જ ભાષાનો પ્રયોગ કરી શકે છે. * સુર્ય વિમાનના પૃથ્વીકાયિક જીવોને આતપ નામકર્મરૂપ પુણ્ય પ્રકૃતિનો ઉદય હોય છે, તે ઉપરાંત સૂર્ય લોકમાં પણ ઉત્તમ છે, જ્યોતિષીદેવોના ઇન્દ્ર છે. તે સર્વ પ્રકારે શુભ હોવાથી તેનું સાર્થક નામ સૂર્ય છે. * શ્રમણોનું સુખ આત્મિક સુખ છે અને દેવોનું સુખ ભૌતિક છે. તેમ છતાં લોકમાં દેવોના સુખને ઉત્તમ માન્યું છે. તે દેવોના સુખથી પણ શ્રમણોના સુખની શ્રેષ્ઠતા બતાવવા સૂત્રકારે દેવોના સુખ સાથે તેની તુલના કરી છે.
એક માસના સંયમ પર્યાયમાં તે સાધુ વ્યંતર દેવોના સુખનું ઉલ્લંઘન કરી જાય છે. તે રીતે ક્રમશઃ આગળ વધતા એક વર્ષની સંયમ પર્યાયવાળા સાધુ અનુત્તરવિમાનવાસી દેવો કરતાં પણ અધિક સુખનો અનુભવ કરે છે. ત્યાર પછી શ્રમણો વિશેષ સુખાનુભૂતિ કરતા ક્રમશઃ સર્વ કર્મોનો ક્ષય કરીને સિદ્ધગતિના સુખને પ્રાપ્ત કરે છે.