________________
શતક-૧૪: ઉદ્દેશક-૮
૧૭૧]
તેમજ છે, આપ કહો છો તેમજ છે. . વિવેચન :જુભક દેવ :- જે પોતાની ઇચ્છાનુસાર પ્રવૃત્તિ કરે છે, સતત ક્રીડા આદિમાં રત હોય છે, તેવા તિરછાલોકવાસી વ્યંતરદેવને જંભકદેવ કહે છે. તે વૈક્રિય લબ્ધિથી શાપ અને અનુગ્રહ કરવામાં સમર્થ છે. જે મનુષ્યો પર તે પ્રસન્ન થાય છે, તેને ધન-સંપત્તિ આદિથી સુખી કરે છે અને જેના પર કુપિત થાય છે તેને અનેક પ્રકારે હાનિ પહોંચાડે છે. જુભક દેવના દશ ભેદ :- (૧) અન્ન જુંભક ભોજનના પરિમાણને વધારવામાં ઘટાડવામાં સમર્થ તેમજ ભોજનને સરસ-નીરસ કરી દેવાની શક્તિસંપન્ન દેવને અન્નજુંભક કહે છે. (૨) પાન જંબક-પાણીની માત્રાને વધારવામાં-ઘટાડવામાં સમર્થ દેવ. (૩) વસ્ત્ર જૈભક– વસ્ત્રની માત્રાને વધારવામાં-ઘટાડવામાં સમર્થ દેવ (૪) લયન જંભક– ઘર, મકાન આદિની રક્ષા કરનાર દેવ (૫) શયન જૈભક- શય્યા આદિની રક્ષા કરનાર દેવ (૬) પુષ્પ જંબક-ફૂલોની રક્ષા કરનાર દેવ (૭) ફલ લૂંભક- ફળોની રક્ષા કરનાર દેવ (૮) પુષ્પ-ફલ લૂંભક- પુષ્પ અને ફળોની રક્ષા કરનાર દેવ. ક્યાંક તેના સ્થાને મંત્ર જૈભક પાઠ પણ મળે છે. (૯) વિદ્યા ભૂંભક- વિદ્યાની રક્ષા કરનાર દેવ (૧૦) અવ્યક્ત જંભક- સામાન્ય રૂપે સર્વ પદાર્થોની રક્ષા કરનાર દેવ. કયાંક તેના સ્થાને અધિપતિ જૈભક પાઠ પણ મળે છે. જુભક દેવોના આવાસ – પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ, આ પંદર ક્ષેત્રોમાં ૧૭૦ દીર્ઘ વિતાઢય પર્વત છે. મહાવિદેહ ક્ષેત્રની પ્રત્યેક વિજયમાં એક-એક પર્વત હોય છે, તેથી પાંચ મહાવિદેહક્ષેત્રની ૧૬૦ વિજયમાં ૧૬૦ દીર્ઘ વૈતાઢય પર્વત અને પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં એક એક દીર્ઘ વૈતાઢય પર્વત હોય આ રીતે ૧૭૦ દીર્ઘ વૈતાઢય પર્વત થાય છે.
દેવકુરુક્ષેત્રમાં સીતોદા નદીના બંને કિનારે ચિત્રકૂટ અને વિચિત્રકૂટ પર્વત છે. ઉત્તરકુરુક્ષેત્રમાં સીતા નદીના કિનારે બે યમક પર્વત છે. તેમજ સીતા નદી સંબંધી પાંચ નીલવાન આદિ પાંચ દ્રહ છે. પ્રત્યેક દ્રહના પૂર્વ અને પશ્ચિમ બંને કિનારે દશ-દશ કાંચનક પર્વત છે. આ રીતે ઉત્તરકુરુમાં 100 કાંચનક પર્વત છે. તે જ રીતે દેવકુરુમાં પણ સીતોદા નદી સંબંધી નિષધ આદિ પાંચ દ્રહોના બંને તટ પર દશ-દશ કાંચનક પર્વત છે. આ રીતે ત્યાં પણ ૧૦૦ કાંચનક પર્વત છે. બંને મળીને ૨00 કાંચનક પર્વત છે. જંભક દેવો દીર્ઘ વૈતાઢ્ય પર્વતો, ચિત્ર-વિચિત્ર પર્વત, બે ચમકપર્વત અને કાંચનક પર્વતો પર રહે છે. તે દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે.
(
શતક ૧૪/૮ સંપૂર્ણ પા
,