________________
શતક–૧૪: ઉદ્દેશક-૮
[ ૧૬૯ |
ए सुहुमंच णं उवदंसेज्जा, सेतेणटेणं जाव अव्वाबाहा देवा, अव्वाबाहा देवा । શબ્દાર્થ – પિત્તલિ = નેત્રની પલકપર ૩વસે ભૂ બતાવવામાં સમર્થ છેBસુહુ = આ પ્રકારનું સૂક્ષ્મ. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું અવ્યાબાધ દેવો(કોઈને પીડા ન પહોંચાડનાર) છે? ઉત્તર- હા, ગૌતમ! છે.
પ્રશ્ન- હે ભગવન્! તેઓ “અવ્યાબાધ દેવ’ શા માટે કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ ! પ્રત્યેક અવ્યાબાધ દેવ, એક-એક પુરુષની આંખની એક પલક પર દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવતિ, દિવ્ય દેવાનુભાવ અને બત્રીસ પ્રકારની દિવ્ય નાટક વિધિ બતાવવામાં સમર્થ છે. તેનાથી તે પુરુષને અલ્પ અથવા વિશેષ પીડા થવા દેતા નથી, તેના અવયવનું છેદન કરતા નથી, આ રીતે સૂક્ષ્મતાપૂર્વક નાટ્ય વિધિ બતાવી શકે છે, તેથી હે ગૌતમ! તે “અવ્યાબાધ દેવ' કહેવાય છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં અવ્યાબાધ સંજ્ઞક દેવનું સ્વરૂપ દર્શાવ્યું છે. આગમમાં આવેલા દેવોના નામના આધારે આ દેવ નવ લોકાંતિક દેવોમાં સાતમા પ્રકારના લોકાંતિક દેવ છે. નવ લોકાંતિક દેવોનાં નામ આ પ્રમાણે છે– (૧) સારસ્વત (૨) આદિત્ય (૩) વહ્નિ (૪) વરુણ (૫) ગર્દતોય (૬) તુષિત (૭) અવ્યાબાધ (૮) આગ્નેય (મત) અને (૯) રિષ્ટ. સામાન્ય તથા અન્ય અનેક વૈમાનિક દેવોમાં પણ સુત્રોકત વૈક્રિય શક્તિ હોઈ શકે છે. તેમ છતાં અહીં અવ્યાબાધ સંજ્ઞાવાચક દેવોની વિશેષતા પ્રગટ કરી છે. શક્રેન્દ્રની આશ્ચર્યકારી કાર્યક્ષમતા :१७ पभूणं भंते !सक्के देविंदे देवराया पुरिसस्स सीसंसपाणिणा असिणा छिंदित्ता कमंडलुम्मि पक्खिवित्तए? हंता पभू।
सेकहमियाणिं पकरेइ ?
गोयमा ! छिंदिया छिंदिया चणंपक्खिवेज्जा,भिदिया भिंदिया चणंपक्खिवेजा, कोट्टिया कोट्टिया चणंपक्खिवेज्जा, चुण्णिया चुण्णिया चणं पक्खिवेज्जा,तओ पच्छा खिप्पामेव पडिसंघाएज्जा,णो चेवणं तस्स पुरिसस्स किंचि आबाहं वा वाबाहं वा उप्पाएज्जा, छविच्छेदं पुण करेइ, ए सुहुमं च णं पक्खिवेज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર, પોતાના હાથમાં ગ્રહણ કરેલી તલવારથી કોઈ પુરુષનું મસ્તક કાપીને કમંડલમાં નાંખવામાં સમર્થ છે? ઉત્તર- હા, ગૌતમ! તે સમર્થ છે.
પ્રશ્ન- હે ભગવન્! શક્રેન્દ્ર તે મસ્તકને કમંડલમાં કઈ રીતે નાંખે છે? - ઉત્તર- હે ગૌતમ ! શ૪, તે પુરુષના મસ્તકનું છેદન(ખંડ-ખંડ) કરીને, ભેદન(કપડાની જેમ ચીરીને) કરીને, કૂટીને(ઉખલમાં તલની જેમ ફૂટીને) ચૂર્ણ કરીને શિલા પર બીજા પથ્થર વડે પીસીને કમંડલમાં નાખે છે, ત્યાર પછી તે અત્યંત શીધ્રતાથી મસ્તકના અવયવોને એકત્રિત કરે છે અને પુનઃ