________________
૧૬૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
समयंसि, एवं जहा उववाइए जाव आराहगा। . बहुजणे णं भंते ! अण्णमण्णस्स एवमाइक्खइ- एवं खलु अम्मडे परिव्वायए कपिल्लपुरेणयरे घरसए, एवं जहा उववाइए अम्मडस्स वत्तव्वया जावदड्डप्पइण्णो अत काहिइ। ભાવાર્થ:- તે કાલે, તે સમયે અમ્બડ પરિવ્રાજકના સાત સો અંતેવાસી શિષ્યો ગ્રીષ્મકાલમાં વિહાર કરતા હતા, ઇત્યાદિ ઔપપાતિક સૂત્રાનુસાર વર્ણન કરવું યથાવતુ તે આરાધક થયા.
હે ભગવન્! અનેક મનુષ્ય પરસ્પર આ પ્રમાણે કહે છે કે અખંડ પરિવ્રાજક કમ્પિલપુરમાં સો ઘરોમાં ભોજન કરતા હતા, ઇત્યાદિ ઔપપાતિક સૂત્રની અમ્બડ સંબંધી વક્તવ્યતા કહેવી. તે બ્રહ્મલોક નામના પાંચમાં દેવલોકમાં ઉત્પન્ન થયા. તે મહદ્ધિક દેવ ત્યાંથી ચ્યવીને દઢ પ્રતિજ્ઞકુમાર થઈને સર્વદુઃખોનો અંત કરશે. વિવેચન :
ઔપપાતિક સૂત્રાનુસાર અમ્બડ સંન્યાસીના ૭૦૦ શિષ્યોનું વૃતાન્ત આ પ્રમાણે છે– એક વાર અમ્બડ પરિવ્રાજકના સાતસો શિષ્યો ગંગાનદીના બંને કિનારે આવેલા કોમ્પિલ્યપુર નગરથી પુરિમતાલ નગરની તરફ જઈ રહ્યા હતા. જ્યારે તેઓએ અટવીમાં પ્રવેશ કર્યો, ત્યારે સાથે લીધેલું પાણી સમાપ્ત થઈ ગયું. તેથી તેઓ તુષાથી વ્યાકુળ બની ગયા. પાસેની ગંગા નદીમાં નિર્મળ જળ વહી રહ્યું હતું. પરંતુ તેઓને અદત્ત ન ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા હતી. જલના દાતા કોઈ ન મળ્યા. અત્યંત કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ. તેઓના પ્રાણ સંકટમાં આવી ગયા. અંતે તે સાતસો શિષ્યોએ અરિહંત ભગવંતોને નમસ્કાર કરીને માવજીવનનો સંથારો ગ્રહણ કર્યો. કાલધર્મને પ્રાપ્ત કરીને તે સર્વ બ્રહ્મલોક કલ્પમાં ઉત્પન્ન થયા. આ રીતે તે સર્વ આરાધક થયા.
અમ્બડ પરિવ્રાજક લોકોને વિસ્મિત કરવા માટે વૈક્રિય લબ્ધિના પ્રભાવથી એક સાથે સો ઘરોમાં ભોજન કરતા હતા. ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન પૂછ્યો, કે અમ્બડ સંન્યાસી આપની પાસે સંયમ અંગીકાર કરશે? ભગવાને કહ્યું, તે સંભવિત નથી. પરંતુ તે જીવાજીવના જ્ઞાતા(સમ્યક્વી) થઈને અંતે માવજીવનનો સંથારો ગ્રહણ કરીને બ્રહ્મલોક કલ્પમાં ઉત્પન્ન થશે, ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં દઢપ્રતિજ્ઞ નામક કુમાર રૂપે જન્મ ધારણ કરશે. ત્યાં તે મહાચ્છદ્રિવાન થશે, ચારિત્ર પાલન કરીને અંતે અનશનપૂર્વક કાલધર્મને પ્રાપ્ત કરીને સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે સર્વ દુઃખોનો અંત કરશે. અવ્યાબાધ દેવોની અવ્યાબાધતા :१६ अत्थि णं भंते ! अव्वाबाहा देवा, अव्वाबाहा देवा? हंता अस्थि ।
सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ- अव्वाबाहा देवा, अव्वाबाहा देवा?
गोयमा !पभूणंएगमेगेअव्वाबाहे देवे एगमेगस्सपुरिसस्स एगमेगसि अच्छिपत्तंसि दिव्वं देविड्डिं, दिव्वं देवज्जुई, दिव्वं देवाणुभागं, दिव्वं बत्तीसइविहंणट्टविहिं उवदंसेत्तए णोचेवणंतस्स पुरिसस्स किंचि वि आबाहं वा वाबाहं वा उप्पाएइ, छविच्छेयवा करेइ,