________________
શતક–૧૪: ઉદ્દેશક-૮
[ ૧૭ ]
जहा सालरुक्खस्स जाव अतं काहिइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂર્યની ગરમીથી પીડિત, તૃષાથી વ્યાકુળ તથા દાવાનળની જ્વાળાથી
જ્વલિત આ(દશ્યમાન) શાલ વૃક્ષની શાખા(શાખાનો મુખ્ય જીવ) કાલના સમયે કાલધર્મને પામીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ ! આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં, વિધ્યાચળ પર્વતની તળેટીમાં, માહેશ્વરી નગરીમાં શાલ્મલી વૃક્ષ રૂપે ઉત્પન્ન થશે. ત્યાં તે અર્ચિત, વંદિત અને પૂજિત થશે યાવત તેનો ચબૂતરો લીપેલો, જળાદિનું સિંચન થયેલો થશે. આ રીતે તે પૂજનીય થશે.
પ્રશ્ન- હે ભગવન્! તે શાલ્મલી વૃક્ષની શાખાનો જીવ કાલધર્મને પ્રાપ્ત કરીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વોક્ત શાલવૃક્ષની સમાન કહેવું જોઈએ યાવતુ તે સર્વ દુઃખોનો અંત કરશે. १४ एसणंभंते ! उंबरलट्ठिया उण्हाभिहया जावकालमासेकालंकिच्चाकहिंगच्छिहिइ, कहिं उववज्जिहिइ?
गोयमा ! इहेव जंबुद्दीवे दीवे भारहे वासे पाडलिपुत्ते णयरे पाडलिरुक्खत्ताए पच्चायाहिइ । सेणतत्थ अच्चियवदिय जाव भविस्सइ ।
सेणं भंते ! अणंतरं उव्वट्टित्ता कहिंगच्छिहिइ, कहिं उववज्जिहिइ ? गोयमा !तं चेव जावअंत काहिइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સુર્યની ગરમીથી પીડિત, તુષાથી વ્યાકુળ અને દાવાનલની જ્વાળાથી જ્વલિત આ(દશ્યમાન) ઉંબર વૃક્ષની શાખાનો મુખ્ય જીવ કાલધર્મ પ્રાપ્ત કરીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?
ઉત્તર- હે ગૌતમ ! આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પાટલીપુત્ર નગરમાં પાટલી વૃક્ષપણે ઉત્પન્ન થશે. ત્યાં તે અર્ચિત, વંદિત યાવત પૂજનીય થશે.
પ્રશ્ન- હે ભગવન્! ત્યાંથી કાલધર્મ પ્રાપ્ત કરીને, તે ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? ઉત્તર- હે ગૌતમ! તે જ રીતે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ યાવત સર્વ દુઃખોનો અંત કરશે. વિવેચન :
શ્રી ગૌતમ સ્વામીએ વનસ્પતિમાં જીવત્વ દર્શાવતાં પ્રત્યક્ષ દશ્યમાન શાલવૃક્ષ, શાલવૃક્ષની શાખા અને ઉદુમ્બર વૃક્ષની શાખાના મુખ્ય જીવના ભવિષ્ય સંબંધી ત્રણ પ્રશ્નો પ્રભુ મહાવીરને પૂછ્યા- પ્રભુએ તેનું યથાર્થ સમાધાન કર્યું છે. શાલ આદિ વૃક્ષોમાં અનેક જીવો હોય છે. તેમ છતાં અહીં મુખ્ય જીવની અપેક્ષાએ આ ત્રણ પ્રશ્નો છે. વનસ્પતિમાંથી નીકળેલા જીવો સિદ્ધ થઈ શકે છે. આ સૂત્રોક્ત શાલ આદિના જીવો મરીને પુનઃ વનસ્પતિકાયમાં જન્મ ધારણ કરશે અને ત્યાર પછી મનુષ્ય જન્મ ધારણ કરી સિદ્ધ થશે. અમ્બડ પરિવ્રાજક - १५ तेणंकालेणं तेणंसमएणं अम्मडस्स परिव्वायगस्स सत्त अंतेवासीसया गिम्हकाल